પેન-અમેરિકન ચેમ્પિયન સામે ટક્કર : તનુએ 72 કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો
નવી દિલ્હી, તા.30 : ભારતની સ્ટાર કુસ્તીબાજ મનીષા
ભાનવાલાએ વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખતાં મહિલાઓની
59 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ સાથે જ ભારતના નામે ઐતિહાસિક
ગોલ્ડ મેડલ નોંધાવાની આશા હજુ જીવંત રહી છે.
નોન-ઓલિમ્પિક
59 કિગ્રા વર્ગમાં ઉતરેલી મનીષાએ આખી ટૂર્નામેન્ટ દરમિયાન સારી રમતનું પ્રદર્શન કર્યું
છે; તેણે બે મુકાબલા પિનફોલથી જીત્યા છે અને અન્ય એક મુકાબલામાં પ્રતિસ્પર્ધીને એક
પણ ટેકનિકલ પોઇન્ટ લેવા દીધો નહોતો. ગોલ્ડ મેડલ મુકાબલામાં મનિષાનો સામનો પેન-અમેરિકન
ચેમ્પિયન એબિગેઇલ એલિઝાબેથ નેટ સામે થશે. બીજી તરફ, 72 કિગ્રા કેટેગરીમાં ભારતીય રેસલર
તનુએ શાનદાર વાપસી કરતાં અમેરિકાની પ્રેશિયસ રોસન્ના બેલને 9-5થી પરાજય આપી બ્રોન્ઝ
મેડલ જીત્યો છે.