• શનિવાર, 07 નવેમ્બર, 2026

ન્યૂઝીલેન્ડ સામે આજે બીજી વન-ડેમાં ભારતની નજર 2-0ની લીડ પર

કીવી ટીમ બરાબરી કરવા ઉત્સુક

ઓકલેન્ડ, તા.6: ન્યૂઝીલેન્ડ સામે ભારતે પ્રથમ વન-ડેમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. જેથી 1-0ની સરસાઈ મેળવી ચૂકેલી ભારતીય ટીમ 2-0ની નિર્ણાયક લીડ હાંસલ કરવા મથશે. બીજી તરફ કિવી ટીમ શ્રેણી 1-1થી સરભર કરવા તમામ તાકાત લગાવશે.

 ઓકલેન્ડ ખાતે રમાયેલી પ્રારંભિક મેચમાં ભારતીય બોલરોના સારા પ્રદર્શન સામે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ માત્ર 185 રનમાં સમેટાઈ ગઈ હતી. વરસાદથી પ્રભાવિત આ મુકાબલામાં વિરાટ કોહલીએ આક્રમક બાટિંગ કરી માત્ર 51 બોલમાં તોફાની 74 રન ફટકાર્યા હતા અને ટીમને 23મી ઓવરમાં જ આસાનીથી વિજય અપાવ્યો હતો. આગામી મુકાબલામાં પણ ભારતીય ટોપ-ઓર્ડર અને ખાસ કરીને કોહલી પાસેથી ફરી આવી જ મજબૂત ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક