1
ગ્રામથી લઇને 50 ગ્રામ સુધીના સોનાના સિક્કાની ધૂમ ખરીદી : લગ્નસરાના બાકિંગ માટેની
ખરીદી પણ ધનતેરસે ખૂલી
(ફૂલછાબ
ન્યૂઝ)
અમદાવાદ,
રાજકોટ, સુરત. તા. 6 : ધનતેરસ જ્વેલર્સ માટે શુકનિયાળ નીવડી છે. દિવાળીની માગ અપેક્ષા
કરતા સારી રહી છે. સોનાનો ભાવ ચાલુ સપ્તાહમાં વિશ્વ બજારમાં ઘટયા પછી થોડો વધ્યો છે
એટલે લોકો નાની મોટી ખરીદી કરવા ઉમટી પડયા હતા. ધનતેરસ ઝવેરી બજારને એ રીતે ફળી છે.
સોના-ચાંદી
ઉપરાંત ડાયમંડ જ્વેલરીના વલણમાં પણ મોટો બદલાવ આવ્યો છે. સોનાના ભાવ વધ્યા છે, તેમ
લોકોનું વલણ ડાયમંડ તરફ વધુ આકર્ષાયું છે. ગ્રાહકોને માત્ર 10 ગ્રામ સોનું ખરીદવા કરતાં
1.5 લાખ રૂપિયાની ડાયમંડ જ્વેલરી ખરીદવામાં એક અલગ જ સંતોષ અને નેક્સ્ટ લેવલનો અનુભવ
થઈ રહ્યો છે. સોનાની સાથે ડાયમંડ પણ વેચાવા લાગ્યા છે. અમદાવાદમાં મોડી સાંજ સુધીમાં
રૂ. 150થી 200 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ હતો. રાજકોટમાં પણ આશરે 18થી 20 કિલો
સોનાનું વેચાણ થયાનો અંદાજ હતો.
શુધ્ધ
સોનાનો ભાવ રૂ. 1,46,000 આસપાસ ચાલી રહ્યો હતો.22 કેરેટ દાગીનાનો ભાવ આશરે 1,30,000ની
આસપાસ હતો. ચાંદી રૂ. 1,85,000ની આસપાસ ચાલી રહી હતી.
એબી
જ્વેલ્સના મનોજ સોનીએ જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતા ભાવમાં રાહત મળી છે એટલે માગ
પણ વધી છે. ગયા વર્ષે દિવાળીએ રૂ. રૂ. 134000 આસપાસ સોનું હતુ પણ જાન્યુઆરીમાં ચાલુ
વર્ષએ રૂ. 1852000ના મથાળેથી ખાસ્સો ઘટાડો થયો છે એટલે માગ વધી છે.
અમદાવાદ
જ્વેલરી એસોસિયેશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાથી જ તમામ શોરૂમ્સ
ખુલી ગયા છે અને ગ્રાહકોની ઘરાકી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લગ્નની સીઝનને
કારણે સોના અને ચાંદીના સિક્કાઓનું બાકિંગ ખૂબ જ ઉત્સાહજનક ચાલી રહ્યું છે. સોનાની
વાત કરીએ તો 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામથી લઈને 50 ગ્રામ સુધીના સિક્કાઓ અને
દાગીનાઓની ખરીદી લોકો કરી રહ્યા છે. જ્યારે ચાંદીમાં 10 ગ્રામથી લઈને 1 કિલો સુધીની
ધાતુ અત્યારે ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવી રહી છે.
રાજકોટમાં
જથ્થાબંધમાં ઝવેરાત બનાવતા એક ઉત્પાદક કહે છે, આંગડિયા પેઢીઓ વાકબારસથી બંધ થઇ જાય
છે એટલે રૂપિયા ફરતા નથી અને ધાતુ પણ ફરતી નથી. એની અવળી અસર એ પડે છેકે બુલિયનમાંથી
ધાતુ મળવી મુશ્કેલ બને છે અને ભાવ પણ વૈશ્વિક બજાર કરતા ઉંચો આપવો પડે છે. જોકે એ ઝવેરીઓની
સમસ્યા છે પરંતુ ગ્રાહકોની બાબતે ઉત્સાહ ઘણો સારો છે.
તેમણે
કહ્યું કે, આવનારા મહિનાઓમાં આવતા પ્રસંગો માટે અગાઉ અનેક ગ્રાહકોએ બાકિંગ કરાવી લીધાં
હતા. તેમણે ધનતેરસે ડિલિવરીઓ લીધી હતી. જોકે નવી ખરીદી માટે પરચૂરણ જ્વેલરીની માગ હતી.
છતાં પાંચથી પચ્ચાસ ગ્રામ સોનાના સિક્કાની ખપત વધારે થઇ હતી.
પેલેસ
રોડ પર જી. ખુશાલદાસના ભરતભાઇ રાણપરા કહે છએ, ફાઇન ગોલ્ડનો ઉઠાવ વધારે દેખાયો છે. લોકોએ
રોકાણ માટે સિક્કા અને લગડીની ખરીદી વધારે કરી હતી. ઝવેરાતની માગ પણ સારી દેખાઇ છે.
મજૂરી અંગે તેમણે કહ્યું કે, હવે 8થી 15 ટકા વચ્ચે સરેરાશ થઇ ગઇ છે. જોકે મજૂરી કરતા
હવે લોકો ભાવ જોઇને ખરીદીમાં વ્યસ્ત થઇ ગયા છે. ભાવ ઓલટાઇમ ઉંચાઇથી ઘટયા છે એટલે માગમાં
ફરક જરૂર પડયો છે.
ઇન્ડિયા
બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું
કે, ભાવમાં ઘટાડાને પગલે રોનક જોવા મળી છે.
વિજયાદશમીએ માગ સારી હતી અને હવે ધનતેરસ ફળી છે. ગ્રાહકો ખાસ કરીને સોના-ચાંદીની
લગડી, ચાંદીના વાસણો, લેબગ્રોન ડાયમંડ તેમજ રિયલ ડાયમંડ જ્વેલરીની ખરીદીમાં વિશેષ રસ
દાખવી રહ્યા છે. બજારમાં વધી રહેલા ઉત્સાહને જોતાં આજે મોડી રાત સુધી ધમાકેદાર વેચાણ
ચાલુ રહ્યા હતા
સુરતના
વેસુના ડી. ખુશાલભાઈ જ્વેલર્સના દીપકભાઈ ચોકસી કહે છે કે, ખરીદીનો ઉત્સાહ અનોખો જણાય
રહ્યો છે. સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો થતાં લોકોએ ખરીદી વધારી છે. જ્વેલરીમાં
9 કેરેટેથી લઈને 22 અને 24 કેરેટની માગ વધી છે. ઘણાં ગ્રાહકોએ દિવાળી બાદ શરૂ થનાર
લગ્નસરાને લઈને પણ આજે ઓર્ડર નોંધાવ્યા છે. લાઇટ વેઇટ જ્વેલરીથી લઈ હેવી વેઇટ જ્વેલરી
બધામાં ડિમાન્ડ નીકળી છે.