• શનિવાર, 07 નવેમ્બર, 2026

દેશમાં સરેરાશ દરેક દિવસ એક કુદરતી આફત

જળવાયુ સંકટથી જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુનાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 6 : આ વર્ષના પહેલા નવ મહિનામાં જ જળવાયુ સંકટથી દેશમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત થયાં હતાં. 1,28,334 મકાન નષ્ટ થઈ ગયાં હતાં અને 42.5 લાખ હેક્ટર પાક બરબાદ થયો હતો. ભારતમાં અત્યાર સુધીમાં 47,244 પશુ પણ મોતને ભેટયાં હતાં. આ તમામ નુકસાન કુદરતી આપત્તિઓથી થયું હતું.

આ વર્ષના પહેલા નવ મહિનામાં દેશે 92 ટકા દિવસોમાં ચરમ મોસમી ઘટનાઓનો સામનો કર્યો હતો. લૂ, શીતલહેર, ભૂસ્ખલન, પૂર અને ભારે વરસાદ જેવી ઘટનાઓમાં 3220 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાઓએ દેશભરમાં લોકોની આજીવિકાને અસર પહોંચાડી હતી.

નવી દિલ્હી સ્થિત જનહિત અનુસંધાન સંગઠન સેન્ટર ફોરશ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (સીએસઈ) અને ડાઉન ટુ અર્થ (ડીટીઈ) તરફથી બહાર પાડવામાં આવેલા એક નવા અહેવાલમાં આ જાણકારી આપવામાં

આવી હતી.

આ આંકડાકીય વિગતો દેશમાં જળવાયુ સંકટથી વધતી માનવીય કિંમતને રેખાંકિત કરે છે. આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં 273માંથી 251 દિવસ સુધી ભારે મોસમી ઘટનાઓ નોંધાઈ હતી. તેનો અર્થ એ રહ્યો કે આશરે 92 ટકા દિવસમાં ભારતનો ઓછામાં ઓછો એક હિસ્સો આ ઘટનાઓથી પ્રભાવિત રહ્યો હતો.

સીએસઈના અહેવાલ અનુસાર જાન્યુઆરી 2022થી સપ્ટેમ્બર 2026 વચ્ચે ભારતમાં કુદરતી આપત્તિઓથી 16 હજારથી વધુ લોકોનાં મોત

થયાં હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક