• રવિવાર, 29 નવેમ્બર, 2026

ઋષભ પંતે WTCમાં બનાવ્યો છગ્ગાનો મહારેકોર્ડ

બેન સ્ટોક્સને પાછળ છોડીને ટૂર્નામેન્ટમાં સૌથી વધારે સિક્સર ફટકારનારો બેટ્સમેન બન્યો

નવી દિલ્હી, તા. 28 : ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો બીજો અને અંતિમ મુકાબલો રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં ઋષભ પંત પાસે ધમાકેદાર પ્રદર્શનની આશા કરવામાં આવી રહી હતી. જો કે ભારતની પહેલી ઇનિંગમાં પંતે નિરાશ કર્યા હતા. પંતે એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 બોલમાં 23 રન કર્યા હતા. પંત મોટો શોટ રમવાના ચક્કરમાં જેકબ ડફીના બોલે આઉટ થયો હતો.

જો કે આ નાનકડી ઇનિંગથી ઋષભ પંતે ડબલ્યૂટીસીમાં મોટી ઉપલબ્ધિ મેળવી લીધી હતી. તેણે ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પાછળ છોડતા ડબલ્યૂટીસી ઈતિહાસમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો હતો. ઋષભ પંતના નામે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 89 છગ્ગા થયા છે. આ પહેલા રેકોર્ડ બેન સ્ટોક્સના નામે હતો. જેણે ટૂર્નામેન્ટમાં 88 છગ્ગા ફટકાર્યા હતા. પંતે એક છગ્ગો વધારે ફટકારીને બેન સ્ટોક્સને પાછળ છોડયો છે અને યાદીમાં શીર્ષ સ્થાન મેળવી લીધું છે. ઋષભ પંત ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધારે છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે. પંતે અત્યારસુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 109 છગ્ગા ફટકાર્યા છે. પંત આ મામલે બેન સ્ટોક્સથી પાછળ છે.

 

WTCમાં સૌથી વધારે સિક્સર

ખેલાડી   દેશ        સિક્સર

ઋષભ પંત          ભારત    89

બેન સ્ટોક્સ         ઇંગ્લેન્ડ   88

રોહિત શર્મા         ભારત    56

શુભમન ગિલ       ભારત    48

યશસ્વી જયસ્વાલ            ભારત    45

 

 

ઇ-પેપરના નવા શુલ્ક