• શનિવાર, 28 નવેમ્બર, 2026

જૂનાગઢ મેડિકલ કોલેજના રેસીડન્ટ મહિલા તબીબનું ડેન્ગ્યુથી મૃત્યુ ?

જૂનાગઢ, તા.27: જૂનાગઢ મેડિકલ કોલેજમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો.સોનાલી ઓડેદરા (ઉં.30)નું  શંકાસ્પદ ડેન્ગ્યુથી મૃત્યુ થતાં તબીબી વર્તુળોમાં અરેરાટી સાથે શોક છવાઈ ગયો છે. 

જૂનાગઢ મેડિકલ કોલેજમાં એનેથેસિયા વિભાગમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને પીજીના વિદ્યાર્થીની ડો.સોનાલી ઓડેદરાને ગત શનિવારે તાવ આવવાનું શરૂ થયું હતું. તેથી તેમણે બે દિવસની રજાની માગણી કરતા મંજૂર કરવામાં આવી હતી. પ્રાથમિક સારવારમા તબિયત સારી થઈ જતા ત્રીજા દિવસે ફરજ પર આવ્યા હતા પરંતુ શરીરમાં નબળાઈ જણાતા તેમણે તા.25ના સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા પ્લેટલેટ 1.97 લાખ આવ્યા હતા પરંતુ એલઆઈઝા ટેસ્ટ ન થતા શંકાસ્પદ ડેન્ગ્યુ માની શકાય. રાત્રિના તબિયત બગડતા તેમના પતિ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તાણ-આચકીની  અસર પણ વર્તાઈ હતી. બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ જેતપુર પહોંચતા તબિયત વધુ બગડતા તેમને જૂનાગઢમાં જ સારવાર લેવાનો નિર્ણય લઈ કે .જે. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિતિ અત્યંત ખરાબ હોય જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.હનુમંત આમણેએ શોક વ્યક્ત કરી ડો.સોનાલી ઓડેદરાએ જેટલી રજા માગી તેટલી આપવામાં કોઇએ ઇન્કાર કર્યો ન હોવાનું જણાવ્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક