સેમિમાં મલેશિયા સામે 6-2 ગોલથી
વિજય
ભોપાલ તા.27ઃ ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી છે. આજે રમાયેલા સેમિ ફાઇનલ મુકાબલામાં ભારતનો મલેશિયાની મહિલા ટીમ વિરૂધ્ધ 6-2 ગોલથી
શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી દીપિકાએ બે ગોલ કર્યાં હતા. મુમતાઝ ખાને પહેલો ગોલ 10મી મિનિટે કર્યોં હતો. આ પછી નવનીત કૌરે 18મી, દીપિકાએ 2પ અને 30મી મિનિટે, 33મી મિનિટે સુનેલિતા ટોપ્પોએ અને પ7મી મિનિટે ઇશિકાએ ગોલ કર્યાં હતા. મલેશિયા તરફથી નૂર અજરે 27મી અને નૂરઅમિરાહ જુલિકઅલીએ બાવનમી મિનિટે ગોલ કર્યાં હતા. ફાઇનલમાં ભારતની ટકકર ચીન વિરૂધ્ધ થશે.
ભારતીય મહિલા હોકી ટીમ વિશ્વ ક્રમાંકમાં પાંચમા સ્થાને પહોંચ્યા પછી હવે ચાર નંબર પર આવી ગઇ છે. જે ભારતીય મહિલા હોકી ટીમનો નવો સર્વોચ્ચ વિશ્વ ક્રમાંક છે.