• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

ભારતના 51મા CJI બન્યા જસ્ટિસ ખન્ના

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અપાવ્યા શપથ : પહેલા જ દિવસે વકીલનો અજીબ તર્ક સાંભળી ભડક્યા

 

નવી દિલ્હી, તા. 11 : ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ શપથ ગ્રહણ કરી લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જસ્ટિસ ખન્નાને સીજેઆઈ પદે શપથ અપાવ્યા હતા. નવા સીજેઆઈ ખન્નાનો  કાર્યકાળ છ મહિનાનો રહેશે. તેઓ 13 મે 2025 સુધી સીજેઆઈ પદે રહેશે. સીજેઆઈ પદ સંભાળ્યા બાદ એમએસએમઈ, ડીઆરટી સંબંધિત મામલાની સુનાવણી કરી હતી. આ દરમિયાન વકીલે અજીબ તર્ક આપતા સીજેઆઈ ભડક્યા હતા અને કહ્યું હતું કે તેઓ લેક્ચર સાંભળવા આવ્યા નથી.

નવા સીજેઆઈ જીસ્ટસ સંજીવ ખન્ના અનુચ્છેદ 370ના ચુકાદામાં, ઈલેકટોરલ બોન્ડ રદ કરનારી બેંચમાં, પીએમએલએ કેસમાં કેજરીવાલને આપેલી વચગાળાની રાહત વગેરે મહત્વના ચુકાદામાં સામેલ રહ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના દિલ્હી હાઈકોર્ટના પુર્વ જસ્ટિસ દેવરાજ ખન્નાના ઘરે જન્મ થયો હતો. તેમણે પોતાનો શાળાનો અભ્યાસ દિલ્હીની મોડર્ન શાળામાં પુરો કર્યો છે. બાદમાં દિલ્હી યુનિવર્સિટીમાંડી ગ્રેજ્યુએશન કર્યું હતું અને ડીયુ કેમ્પસમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાને 1983માં દિલ્હી બાર કાઉન્સીલમાં વકીલ તરીકે નોમિનેશન કરાવ્યું હતું. શરૂઆતમાં દિલ્હીની તીસ હજારી અને બાદમાં દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.

સીજેઆઈ પદે શપથ બાદ જસ્ટિસ ખન્નાએ પહેલા દિવસ જસ્ટિસ પીવી સંજય કુમાર સાથે ન્યાયીક કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો અને ડીઆરટી સંબંધિત મામલાની સુનાવણી કરી હતી. આ દરમિયાન વકીલ નેદુમ્પારાએ કહ્યું હતું કે દેશમાં કરોડો એમએસએમઈ છે પણ અહિંયા માત્ર અંબાણી અદાણીના મામલાની જ સુનાવણી થાય છે. આ તર્ક ઉપર સીજેઆઈ ભડક્યા હતા અને વકીલને કહી દીધું હતું કે તેઓ લેક્ચર સાંભળવા નથી આવ્યા.

 

ઇ-પેપરના નવા શુલ્ક