પૂર્વ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી ગયા, આજે આરોગ્ય પ્રધાન કરશે બેઠક
અમદાવાદ,
તા. 12 : અમદાવાદના એસ જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા લોકો સાથે
છેતરાપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના
પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, ઙખઉંઅઢ યોજના હેઠળ
પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરાયાં હતાં, જેનાં કારણે બે દર્દીનાં મૃત્યુ
નીપજ્યાં છે.
મહેસાણાના
કડીનાં બોરિસણા ગામમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને
ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવ્યા હતા. આ દર્દીઓને જાણ કર્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી
કરીને સ્ટેન્ટ મૂકી દેવાયાં હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ
અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. આ સિવાય
અન્ય પાંચ દર્દીની ગંભીર હાલત હોવાથી આઇસીયુમાં છે. હવે એક બાદ એક ખ્યાતિ હોસ્પિટલના
કારસ્તાન બહાર આવી રહ્યા છે. દર્દીઓના પરિવારજનોએ
હોબાળો કર્યા બાદ જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં જતા રહ્યા હતા.
હોસ્પિટલની બેદરકારીનાં કારણે બે મૃતક સિવાય જે પાંચ દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં
આવી હતી, તે દર્દીઓ તબીબોની ગેરહાજરીનાં કારણે રઝળી પડયાં હતાં. જેથી સરકારી હોસ્પિટલમાંથી
તબીબોની ટીમને ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટનાના
આરોપ બાદ હોસ્પિટલમાંથી જવાબદાર તબીબો ગાયબ છે. સારવાર કરનાર ડૉક્ટર પ્રશાંત વજીરાણીને
સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ડૉક્ટર અલગ-અલગ ખ્યાતનામ હોસ્પિટલમાં સારવાર કરવા જાય છે
તેવો પણ ખુલાસો થયો છે. જોકે, હજુ સુધી હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં
નથી આવ્યું. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન હજુ સુધી હોસ્પિટલ પહોંચ્યા નથી. જોકે,
આ દર્દીના પરિવારજનો સાથે શું વાતચીત કરવામાં આવી રહી છે તે હજુ સુધી જાણ થઈ શકી નથી.
અમદાવાદના
ખ્યાતિ હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપૂતે લૂલો બચાવ કરતાં કહ્યું છે કે, પોલીસ તપાસમાં
અમે સહયોગ આપીશું. અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર મેડિકલ કેમ્પ થતા હોય છે. 20 દર્દીને
તપાસની જરૂર હોવાથી અહીં બોલાવ્યા હતા. કાર્ડિયોલોજિસ્ટ દ્વારા એસેસમેન્ટ અને રિપોર્ટ
કરાયા હતા. જરૂર જણાતા 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. સ્થિતિ ગંભીર હોવાથી 7માંથી
2 દર્દીનાં મૃત્યુ થયાં હતાં. દર્દીઓ પોતાની મરજીથી અહીં આવ્યા હતા. તમામ દર્દીઓને
રજા આપી દેવામાં આવી છે. કેમ્પ કરવા માટે અમે તમામ મંજૂરી લીધી હતી. તમામ દર્દીઓની
સારવાર હાલ પૂર્ણ થઈ ચૂકી છે.
ખ્યાતિ
હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે કહ્યું કે, કયાં કારણે મૃત્યુ થયાં તે હું ન કહી શકું.
હું એ વિષયનો નિષ્ણાત નથી. પેશન્ટની સહમતી લીધી હતી. ખેદ છે કે તેઓ હવે આપણી વચ્ચે
નથી. કેમ્પમાં આવવા માટે કોઈને દબાણ કર્યું નથી.
ઙખઉંઅઢ
હેલ્થ મિશનના ડિરેક્ટર ડૉ. યુ.ટી. ગાંધીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે
ડૉક્ટરની બેદરકારીથી બે દર્દીનાં મૃત્યુના સમાચાર અમને મળતાં જ અમારી તબીબોની ટીમને
અમે ખ્યાતિ હોસ્પિટલ મોકલી છે. જેમાં યુ.એન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે. તપાસ દરમિયાન જે દર્દીઓ તબીબો વિના રઝળી રહ્યા
છે, તેમની સારવાર કરવામાં આવશે અને જે દર્દીઓની જરૂર જણાશે તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં
શિફ્ટ પણ કરવામાં આવશે. આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે. જે ખ્યાતિ
હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ
કરશે. જેમાંથી કેટલાંને ખરેખર તેની જરૂર હતી કે કેમ તે વિશે પણ તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત
તેમણે જણાવ્યું કે, ઙખઉંઅઢનાં નામે કરવામાં આવેલી છેતરાપિંડીના દાવા વિશે હાલ ખ્યાતિ
હોસ્પિટલના તમામ પેમેન્ટ રોકવામાં આવ્યા છે. આ સિવાય તપાસ દરમિયાન જો કોઈ નક્કર પુરાવા
સામે આ કૌભાંડ સાચું હોવાની જાણ થશે તો પેનલ્ટી સહિતની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં
આવશે.
પ્રાપ્ત
માહિતી અનુસાર રાજકોટથી વિશાલ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા નરશીભાઈ કાનજીભાઈ
પટેલને ગત તા. 16 જૂનના હાર્ટમાં સમસ્યા થતાં ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એ
બાદ તેમણે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી
હતી. 17મીએ પિતાને ખૂબ જ તાવ આવતો હોવા છતાં રજા આપી દેવામાં આવી જ્યારે એડમિટ કરવામાં
આવ્યા ત્યારે અમારી પાસેથી રૂ. 25,000 રોકડ લેવામાં આવ્યા. એ બાદ 18મી જૂને તેમનું
મૃત્યુ થઈ ગયું હતું. ઉપરાંત બાલાસિનોરના એક યુવકને કડવો અનુભવ થયો છે. જાણ વિના જ
ખ્યાતિ હોસ્પિટલે યુવકના પિતાનું અમૃતમ કાર્ડ કાઢયું હતું. પરિવારને જાણ કર્યા વિના
જ 16 જૂને યુવકના પિતાની એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી.
આ વિશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ડ પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલે
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું છે કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના
ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. ઙખઉંઅઢમા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (જઅઞિ)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય
છે કે સોમવારે બે દર્દીનાં મૃત્યુ બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ જવાબ ન મળતાં આરોગ્ય
વિભાગના અધિકારીઓ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા
હતા.
અમદાવાદની
ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. જે અંગે આજે અમદાવાદ પોલીસે
એક પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉઈઙ નીતા દેસાઈએ માહિતી આપતા
જણાવ્યું હતું કે, આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે પ્રાથમિક તપાસમાં અમે
જવાબદાર લોકો સાથે વાતચીત કરી છે. મૃતક દર્દીઓના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. આ તપાસમાં
એક્સપર્ટની ટીમની પણ મદદ લેવામાં આવી છે. આ સાથે જ આ પહેલા પણ જેટલા આ પ્રકારના કેસ
બનેલ છે તેવી હોસ્પિટલોમાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.