દુનિયાનું
11 ટકા સોનું ભારતીય મહિલાઓ પાસે
એક
તુ હી ધનવાન હૈ ગોરી... : પાંચ ટોચનાં દેશનાં સુવર્ણ ભંડારથી પણ અધિક 24 હજાર ટન સોનું
ભારતીય પરિવારો પાસે
નવી
દિલ્હી, તા.30: સોનું દુનિયા માટે સુરક્ષિત રોકાણ હોવા ઉપરાંત ભારતમાં પરંપરા અને સંસ્કૃતિનો
એક ભાગ પણ છે. ભારતમાં વિશેષ કરીને મહિલાઓમાં સોનાનાં આભૂષણો માટે બેહદ આકર્ષણ જોવા
મળે છે. આનાં હિસાબે જ ભારતીય મહિલાઓ માટે આખી દુનિયામાં ચળકે તેટલો મોટો સુવર્ણ ભંડાર
સર્જાઈ ગયો છે!
વર્લ્ડ
ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ અનુસાર ભારતીય મહિલાઓ પાસે કુલ મળીને આશરે 24 હજાર ટન જેટલું
સોનુ છે. જે ઝવેરાતનાં રૂપમાં દુનિયાનાં કુલ સોનાનો આશરે 11 ટકા જેટલો હિસ્સો થાય છે
અને દુનિયામાં સૌથી વધુ પણ છે.
ભારતીય
મહિલાઓ પાસે જેટલું સોનું છે તે દુનિયાનાં શીર્ષ પાંચ દેશોનાં સંયુક્ત સુવર્ણ ભંડાર
કરતા પણ અધિક છે. જો તુલના કરવામાં આવે તો અમેરિકા પાસે 8 હજાર ટન સોન છે. જર્મની પાસે
3300 ટન, ઈટાલી પાસે 24પ0 ટન, ફ્રાન્સ પાસે 2400 ટન અને રશિયા પાસે 1900 ટન સોનું છે.
જો આ દેશોનાં સુવર્ણ ભંડારનો સરવાળો કરી નાખવામાં આવે તો પણ ભારતીય મહિલાઓ પાસે તેનાથી વધુ સોનું છે.
ઓક્સફોર્ડ
ગોલ્ડ ગ્રુપનાં એક અહેવાલ અનુસાર ભારતીય પરિવારો પાસે દુનિયાનાં સોનાનો કુલ 11 ટકા
જેટલો હિસ્સો છે. ભારતમાં પણ દક્ષિણ ભારતીય મહિલાઓ પાસે વધુ સોનું છે. ભારતનાં કુલ
સોનાનો અંદાજે 40 ટકા જેટલો હિસ્સો દક્ષિણ ભારતમાં છે. આમાં પણ એકલા તામિલનાડુની હિસ્સેદારી
28 ટકા જેટલી છે.
રિઝર્વ
બેન્ક પાસે કેટલું સોનું છે?
રિઝર્વ
બેન્ક છેલ્લા ઘણા મહિનાથી સતત સોનાની ખરીદી કરી રહી છે. આરબીઆઈનાં કુલ વિદેશી મુદ્રા
ભંડારમાં સોનાનો હિસ્સો વધીને 10.2 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય બેન્કનાં તાજા આંકડા અનુસાર
નવેમ્બરનાં અંત સુધીમાં દેશનો સુવર્ણ ભંડાર વધીને 876.18 ટન થઈ ગયો હતો. જે ગત વર્ષની
તુલનામાં 9 ટકા જેટલો વધુ છે. ડિસેમ્બર 2023નાં અંતે ભારતનું ગોલ્ડ રિઝર્વ 803.પ8 ટન
હતું.