• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

દાવાનળમાં અમેરિકાનાં 12.89 લાખ કરોડ ભસ્મીભૂત

લોસ એન્જલસની આગથી અમેરિકી અર્થતંત્ર ગંભીર રીતે દાઝ્યું : 150 અબજ ડોલરના નુકસાનની ભીતિ, મૃત્યુઆંક 10, હજારો મકાનો નાશ : ઈતિહાસની સૌથી મોટી આફત

વોશિંગ્ટન, તા.10 : અમેરિકાના કેલિફોર્નિયામાં લોસ એન્જલસ ખાતે લાગેલી ઈતિહાસની સૌથી ભયાનક આગમાં અત્યાર સુધીમાં 10 નાગરિકના મૃત્યુ થયા છે અને સેંકડો મકાનો, આલિશાન બંગલા, વિલા ખાક થયા છે. ચારેબાજુ આગની હાલત વચ્ચે એક અંદાજ મુજબ આ આગથી અમેરિકાને 13પથી 1પ0 અબજ ડોલરથી વધુ નુકસાન થયું છે. પહેલાથી જ દેણાંના ડુંગર નીચે રહેલા અમેરિકી અર્થતંત્રને લોસ એન્જિલિસની આગથી ગંભીર ફટકો પડશે. પોલીસે આગ માટે શંકાને આધારે વેસ્ટ હિલ્સમાંથી એક બેઘરને પકડયો છે તેણે કરેલા ભડકાંથી આગ ભભૂક્યાનું માનવામાં આવે છે.

ભારતીય રૂપિયામાં અમેરિકાની 1,ર8,91,36,00,00,000ની સંપત્તિનો ધુમાડો થઈ ગયો છે. અમેરિકામાં હવામાનને લગતી માહિતી આપતી ખાનગી કંપની એક્યુવેધર અનુસાર લોસ એન્જલસની આગને કારણે અમેરિકાને 13પ અબજ  ડોલરથી 1પ0 અબજ ડોલર સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે. જો જલ્દી આગ કાબૂમાં ન આવી તો નુકસાન હજુ વધી શકે છે. હવામાન વિજ્ઞાનિક જોનાથન પોર્ટરે કહ્યું કે આ આગ પર જલ્દી કાબૂ મેળવવો જરૂરી છે નહીં તો તે કેલિફોર્નિયાના ઈતિહાસની સૌથી ભયાનક આગ સાબિત થઈ શકે છે. ર0ર3માં માઉના જંગલોમાં લાગેલી આગમાં 16 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

જે.પી.મોર્ગન અનુસાર લોસ એન્જિલિસમાં લાગેલી આગને કારણે 10 અબજ ડોલરનું ઈન્સ્યોર્ડ નુકસાન થયું હોઈ શકે છે. તેમાં વધુ નુકસાન મકાન માલિકોનું હશે. તેની તુલનાએ કોમર્શિયલ નુકસાન વધુ નહીં હોય. આગને કારણે 10 હજારથી વધુ મકાનોને નુકસાન થયું છે.  પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કોરલોજિકનું અનુમાન છે કે આ આગને કારણે લોસ એન્જિલિસ અને રિવરસાઈડ મેટ્રો એરિયામાં 4પ6000થી વધુ મકાનોને નુકસાન થયું હોઈ શકે છે. આ મકાનોને બનાવવામાં 300 અબજ ડોલરનો ખર્ચ થઈ શકે છે.

દેણું 36 ટ્રિલિયન ડોલર, રોજનું ર અબજ વ્યાજ !

દેણાંમાં ડૂબેલા અમેરિકાની આર્થિક હાલત આમેય સારી નથી. અમેરિકાનું દેણું 36 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગયું છે જે જીડીપીના આશરે 1રપ ટકા છે. હાલત એવી છે કે અમેરિકાને રોજ આશરે ર અબજ ડોલર વ્યાજ તરીકે ચૂકવવા પડે છે. આગામી દાયકા સુધીમાં દેશનું કુલ દેણું પ4 ટ્રિલિયન ડોલરને આંબી જવાની સંભાવના છે.

ચાડના વૃક્ષોથી ફેલાઈ આગ, પ્રદૂષણ ગંભીર

કેલિફોર્નિયામાં લોસ એન્જિલિસ શહેર પહાડોની વચ્ચે વસેલું છે અને અહીં મોટાપાયે ચાડના વૃક્ષ છે. ચાડના એક સુકાયેલા વૃક્ષમાં આગ લાગ્યા બાદ તે ફેલાઈ હોવાનું મનાય છે. શહેરની હવામાં પ્રદૂષણનો આંક 3પ0ને પાર કરી ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં 13 વર્ષના ભાઈના હાથે એક વર્ષની બહેનની હત્યા રડતી બહેન શાંત નહીં થતાં ગળું દબાવી દીધું January 24, Fri, 2025