• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

બોટાદમાં પીકઅપ વાન પલટી જતાં 2નાં મૃત્યુ : 20થી વધુ ઈજાગ્રસ્ત

મિલિટરી રોડ પર બની ગમખ્વાર ઘટના : એક જ પરિવારના 26 જેટલા લોકો સવાર હતા

રાજકોટ, તા.28 : બોટાદના મિલિટરી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન પલટી મારી જતાં પરિવારના 20થી વધુ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમજ 2 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં છે.

મળતી માહિતી મુજબ, બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈને કામ અર્થે બહારગામ જઈ રહ્યો હતો. તેઓ જ્યારે મિલિટરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાનના ચાલકે કાબૂ ગુમાવતા ફોર વ્હીલ વાહન પલટી ગયું હતું. તેમાં આશરે 26થી 28 લોકો સવાર હતા. અકસ્માતની ઘટનામાં  મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા અને 2 વ્યક્તિનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં તેમજ પરિવારના 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.

મૃતકનાં નામ

1.સહનાજબેન મહેબૂબભાઈ માકડ

2.આલિયા ઈરફાનભાઈ મુળિયા

ઇ-પેપરના નવા શુલ્ક