• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

જઈંછના નિર્ણયો સહમતિથી ઃ ચૂંટણી પંચ

-જઈંછમાં નામ કમી થયું તો અધિકારી ઘરેથી દસ્તાવેજ લઈ જશે ઃ ઈઊઘ જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સંધૂ-િવવેક જોશીએ બેઠક કરી

-ફોર્મ-6 ઉપરના વિવાદમાં કહ્યું, સુપ્રીમ કોર્ટે ડિક્લેરેશનને યોગ્ય ઠેરવ્યું છે

 

નવી દિલ્હી, તા. 26 ઃ એસઆઈઆર સંબંધિત વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ઈલેક્શન કમિશનર સુખબીર સિંહ સંધૂ તેમજ વિવેક જોશીએ શનિવારે દિલ્હીમાં એક બેઠક કરી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે એસઆઈઆરમાં જેઓના નામ કમી થયા છે તેઓ નામ ઉમેરવા અરજી કરી શકશે. બીએલઓ ઘરે ઘરે જઈને તેમના દસ્તાવેજો એકત્રિત કરશે અને વેબસાઈટ ઉપર અપલોડ કરશે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે સંધૂ અને જોશીએ મતદાર  યાદીના એસઆઈઆર સંબંધિત નિર્ણયો અને આદેશો ઉપર વારંવાર વાંધો નોંધાવ્યો હતો. બેઠક બાદ ચૂંટણી પંચે એસઆઈઆર અને આંતરિક કામકાજને લઈને થયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. આયોગે કેબિનેટ સચિવને સંધૂ અને જોશી તરફથી મોકલવામાં આવેલા પત્ર ઉપર પણ પોતાનો પક્ષ રાખ્યો હતો. આ સાથે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી. જેમાં જ્ઞાનેશ કુમાર સાથે સંધૂ અને જોશીની તસવીર લગાડવામાં આવી હતી. આ સાથે સાફ કરવામાં આવ્યું હતું કે બિહાર, બંગાળ સહિત અન્ય રાજ્યોમાં એસઆઈઆરને લઈને જે નિર્ણય થયા છે તે સર્વસહમતિથી થયા છે તેમજ એસઆઈઆર દરમિયાન ફોર્મ છ સાથે સંલગ્ન થનારા ઘોષણા પત્ર (િડક્લેરેશન)ને સુપ્રીમ કોર્ટે વૈધ ઠેરવ્યું છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર માહિતી અનુસાર બેઠકમાં દિલ્હી, મહારાષ્ટ્રમાં દાવા અને વાંધાઓની સમયસીમા  વધારવા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. ચૂંટણી પંચે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ જેનું નામ એસઆઈઆર દરમિયાન કે બાદમાં મતદાર યાદીમાં સામેલ કરવાનું રહી ગયું છે તે સંબંધિત ઈઆરઓ પાસે આવેદન કરીને નામ સામેલ કરાવી શકશે. જેમાં યુવા અને પહેલી વખતના મતદાર સામેલ છે.

દિલ્હી મતદાર યાદીના એસઆઈઆરને લઈને ચૂંટણી પંચે બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો. જેના હેઠળ એસઆઈઆર હેઠળ દાવા અને વાંધા દાખલ કરવા માટેની અંતિમ તારીખ 30 ઓક્ટોબર 2026 સુધીની કરવામાં આવી છે. વધુમાં નોટિસ મેળવનારા મતદાતાઓને દરેક મામલે ચૂંટણી અધિકારી (ઈઆરઓ)ની ઓફિસે જઈને સુનાવણીમાં સામેલ થવું પડશે નહી.

દિલ્હીમાં મતદાર યાદીમાંથી નામ હટાવવાને લઈને થઈ રહેલી ચિંતા મુદ્દે ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ચૂંટણી પંચે દોહરાવ્યું હતું કે, એસઆઈઆર સહિતના મહત્વના  નિર્ણયો સર્વસહમતિથી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ દાવા દાખલ કરવાની તારીખ લંબાવીને 12 ઓક્ટોબર કરવામાં આવી છે. નોટિસ તેમજ દાવાના ઉકેલની અંતિમ તારીખ 10 નવેમ્બર રહેશે.

ચૂંટણી પંચ અનુસાર જે લોકોના મતદાર યાદીમાં નામ જોડાયા નથી અથવા તો તાર્કિક ભૂલના કારણે નોટિસ મળી છે તેમના ઘરે બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) જશે. બીએલઓ મતદાતાના દસ્તાવેજ એકત્રિત કરીને ઈસીઆઈનેટ ઉપર અપલોડ કરશે. ત્યારબાદ ઈઆરઓ નિર્ણય કરશે કે મતદાર યાદીમાં નામ રાખવા સંબંધિત વ્યક્તિ પાત્ર છે કે નહી. આવા લોકોને સામાન્ય રીતે ઈઆરઓ ઓફિસે સુનાવણી માટે બોલાવવામાં આવશે નહી. અમુક વિશેષ કેસમાં જ બોલાવવામાં આવશે.

ચૂંટણી પંચે કહ્યું હતું કે જીલ્લા ચૂંટણી અધિકારી રાત્રે આશ્રય સ્થળોમાં રહેતા લોકો, શ્રમિકો, ગરીબો અને બેઘર લોકોને પર્યાપ્ત મદદ માટે ડેસ્ક બનાવશે અથવા તો વિશેષ શિબિર કરશે. વધુમાં ઓનલાઈન સુવિધા પણ વધારે મજબૂત કરવા કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત સીનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનરની અધ્યક્ષતાની એક કમિટિ, જેમાં આઈઆઈટી, આઈઆઈઆઈટીના એક સ્વતંત્ર વિશેષજ્ઞ સામેલ થશે જે ઈસીઆઈનેટની સમીક્ષા કરશે. આ કમિટિ ફરીથી તપાસ કરશે કે શું સિસ્ટમ કાયદા અને નિયમોની જોગવાઈનું પાલન કરે છે ? ત્યારબાદ પોતાનો રિપોર્ટ સોંપશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક