• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

રાજ્યમાં રાજકીય દાનના નામે 1,143 કરોડની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ

ઇગઉંઉ સામે ઈઈંઉ ક્રાઇમમાં ફરિયાદ ઃ 56 હજારથી વધુ દાતાઓના નામે દાન બતાવી ટેક્સમાં રાહત અપાવ્યાનો આક્ષેપ

 

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.26 ઃ ગુજરાતમાં રાજકીય દાનના નામે મોટા પાયે નાણાકીય હેરાફેરી થયાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર ડૉ.રાજેન્દ્ર રાજ જેહરા રામે 23 સપ્ટેમ્બરે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ભારતીય નેશનલ જનતા દળ (ઇગઉંઉ) અને તેના હોદ્દેદારો સામે કાગળ પર રાજકીય દાન દર્શાવી રૂ.1,143.85 કરોડની હેરાફેરી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઇન્કમટેક્સ વિભાગે 12 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત પક્ષની કચેરી તથા હોદ્દેદારોના નિવાસસ્થાને દરોડા પાડÎા હતા. તપાસમાં દાતાઓ પાસેથી બાંકિંગ માધ્યમથી નાણાં મેળવી તેમને રાજકીય દાન તરીકે દર્શાવાતા અને બદલામાં કલમ 80ઋઋઇ તથા 80ઋઋઈ હેઠળ કરમાં રાહત મેળવવા બોગસ રસીદો અપાતી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ દાનની રકમ કાજલ એન્ટરપ્રાઇઝિસ અને પરમાર એસોસિએટ્સ જેવી કથિત શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરાતી હતી. ત્યારબાદ અનાજ અને કઠોળની ખરીદીના બનાવટી ઇન્વોઇસ તૈયાર કરવામાં આવતા હતા. 2થી 10 ટકા કમિશન કાપ્યા બાદ બાકીની રકમ આંગડિયા અથવા હવાલા મારફતે મૂળ દાતાઓને રોકડમાં પરત કરાતી હોવાનો આક્ષેપ છે.

ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા મુજબ 2019-20થી 2024-25 દરમિયાન આશરે 56,238 દાતાઓ પાસેથી રૂ. 1,143.85 કરોડ મેળવવામાં આવ્યા હતા. આથી સરકારને આશરે રૂ. 343 કરોડનું ટેક્સ નુકસાન થયાનો અંદાજ છે. ફરિયાદમાં ઇગઉંઉ પ્રમુખ સુરેન્દ્રકુમાર વિઠ્ઠલભાઈ ગજેરા, જનરલ સેક્રેટરી વિપુલ સોલંકી, ટ્રેઝરર રોનકાસિંહ ચાવડા અને ઈઅ-ઓડિટર આદિલ સૈયદ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક