• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

SIR બાદ જોડાયા 2.37 કરોડ નવા મતદાર

ફોર્મ-6માં નથી થયો કોઈ બદલાવ : ચૂંટણી પંચનો મોટો દાવો

નવી દિલ્હી, તા. 26 : મતદાર યાદીમાં નામ જોડાવવા અંગે નવા મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ-6માં એક ઘોષણાપત્ર જોડવા અને નોંધણીની પ્રક્રિયા મુશ્કેલ બનાવવાના વિવાદ ઉપર ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જૂનમાં બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કર્યા બાદથી દેશભરમાં 18-28 વયના 2.37 કરોડ નવા મતદાતા જોડવામાં આવ્યા છે. વર્તમાન સમયે આ આયુ વર્ગના દેશમાં 17.38 કરોડ મતદાર છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ફોર્મ-6મા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઓનલાઇન ફોર્મમાં બદલાવ બાદ વર્તમાન મતદારોએ મતદાર યાદીમાં રહેવા એસઆઇઆરમાં પોતાનાં માતા-પિતાની જાણકારી આપવી પડશે અને મતદાર યાદીમાં નામ જોડાવનારાઓએ પણ માહિતી આપવી પડશે. ચૂંટણી પંચે નિર્દેશ જાહેર કરીને મતદાર યાદીમાં નામ જોડાવવા માટે ફોર્મ-6 ભરનારા નવા મતદાતા માટે માતા-પિતાની એસઆઇઆર માહિતી અનિવાર્ય કરવામાં આવી છે. ચૂંટણી પંચના એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઘોષણાપત્ર નિર્દેશોનાં માધ્યમથી જોડવામાં આવ્યું હતું અને ફોર્મ-6માં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક