• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

અર્નબથી 14 રાજ્યમાં હાહાકાર ઃ યુપીમાં 13નાં મૃત્યુ

છત્તીસગઢમાં સતત પડી રહેલા વરસાદથી નદીઓ ઉફાણે ઃ બિહારમાં એલર્ટ

નવી દિલ્હી, તા. 26 ઃ અર્નબ ચક્રવાતથી ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલી વરસાદની સિસ્ટમ હવે દક્ષિણ છત્તીસગઢથી  ઉત્તર પૂર્વ તરફ વધી રહી છે. જેના કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત 14 રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં 48 કલાકથી સતત વરસાદ થયો હતો. 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો તેમજ અલગ અલગ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હજી પણ 32 જીલ્લામાં પૂરનું જોખમ છે. જ્યારે બિહારના 19 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છત્તીસગઢના બસ્તરમાં શહેરથી લઈને ગામ સુધી તસવીર બદલાય છે. પાંચ દિવસથી સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓ ઉફાણે આવી છે. સડકો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રાયપુર, ગરિયાબંદ, સુકમા વગેરે વિસ્તારમાં પણ વરસાદના કારણે જળસ્તર વધતા પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં ઉઠેલું અર્નબ ચક્રવાત કમજોર પડÎું છે પણ તેના કારણે પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં જોરદાર વરસાદ પડÎો હતો. ચક્રવાતના કારણે ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લામાં વરસાદ થયો હતો. ભારે હવા સાથે વરસાદના કારણે પાક ખરાબ થયો હતો. છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને તેલંગણમાં હજી પણ વરસાદનું એલર્ટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક