હવે લગ્ન-નોંધણીથી વારસાઈ, લિવ ઈન સુધી અનેક જોગવાઈઓ બદલશે
રાજ્ય
સરકાર દ્વારા ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને નક્કી કરાયેલી તારીખથી કાયદો અમલમાં
આવશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.2
: ગુજરાત સરકારે વિધાનસભામાં પાસ કરેલા યુસીસી બિલને આખરે રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિ
દ્રૌપદ્રી મુર્મૂએ મંજૂરી આપી દેતા તેણે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યુ છે. રાજ્યમાં યુસીસીના
કાયદાનો ગેજેટ સાથે જ અમલ શરૂ થઈ જશે. આ સાથે જ હવે સંપતિ વારસાઈમાં મહિલાઓને સમાન
હક મળશે.
યુસીસી-
કોમન સિવિલ કોડ - સમાન નાગરિક સંહિતાનો સૌથી સીધો પ્રભાવ લગ્ન વ્યવસ્થા પર જોવા મળશે.
આ સંહિતામાં માન્ય લગ્ન માટે કેટલીક મૂળભૂત શરતો નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત લગ્નની
નોંધણીને કાનૂની પ્રક્રિયાનો મહત્વનો ભાગ બનાવવામાં આવ્યો છે એટલે લગ્ન થયા બાદ તેની
સત્તાવાર નોંધણી કરાવવી પડશે. ભવિષ્યમાં મિલકત, વારસાઈ, છૂટાછેડા, ભરણપોષણ અથવા સંતાનના
હકો અંગે વિવાદ ઊભો થાય ત્યારે લગ્નની નોંધણી મહત્વનો દસ્તાવેજ બની શકે છે. આ સંહિતાનો
સૌથી મહત્વપૂર્ણ ભાગ વારસાઈ સાથે સંકળાયેલો છે. કોઈ વ્યક્તિ વસીયત કર્યા વિના મૃત્યુ
પામે ત્યારે તેની મિલકત કોને મળશે તે માટે વારસદારોનો ક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય
છે કે, ગુજરાત સમાન નાગરિક સંહિતાને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી અને રાજપત્રમાં પ્રકાશિત
થવું એ કાયદાકીય રીતે મહત્વપૂર્ણ તબક્કો છે. પરંતુ મૂળ કાયદાની કલમ 1(2)ને જોતા તેની
તમામ જોગવાઈઓ રાજ્ય સરકાર દ્વારા રાજપત્રમાં જાહેરનામાથી નક્કી કરાયેલી અમલ તારીખથી
લાગુ થવાની છે એટલે હાલની સ્થિતિને સૌથી ચોક્કસ રીતે એવી રીતે સમજાવી શકાય કે, ગુજરાતને
સમાન નાગરિક સંહિતાનું કાનૂની માળખું મળી ગયું છે. હવે તેની અમલ તારીખ અને નિયમોની
જાહેરાત સાથે તેનો વ્યવહારુ અમલ શરૂ થશે.
લિવ-ઇન
સંબંધો પણ કાયદાની નજર હેઠળ
ગુજરાતની
સમાન નાગરિક સંહિતાની સૌથી વિશિષ્ટ જોગવાઈઓમાં લિવ-ઇન સંબંધો માટેનું અલગ કાનૂની માળખું
છે. સંહિતાના ભાગ-3માં લિવ-ઇન સંબંધ અંગે નિવેદન, નોંધણી, સંબંધ સમાપ્ત કરવાની પ્રક્રિયા,
અધિકારીની ભૂમિકા, દંડાત્મક જોગવાઈઓ તથા ભરણપોષણ સંબંધિત બાબતો આવરી લેવામાં આવી છે.
લગ્નસંબંધની બહારના સહજીવનને પણ સંપૂર્ણપણે કાનૂની શૂન્યાવકાશમાં રાખવાને બદલે ચોક્કસ
નાગરિક પ્રક્રિયા હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઞઈઈની
કેટલીક મહત્ત્વની જોગવાઈઓ વારસાઈમાં કોનો સમાવેશ ?
વસીયત
વિના મૃત્યુના કિસ્સામાં વર્ગ-1ના વારસદારોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે
જીવનસાથી, સંતાનો અને માતા-પિતા સહિતના વારસદારોનો સમાવેશ થાય છે.