નવી દિલ્હી, તા. 1 : યુપીએસસીનાં 100 વર્ષ પૂરા થવાના ખાસ મોકે પીએમ મોદીએ કહ્યું હતું કે એક સદીથી યુપીએસસી પ્રશાસન અને લોકોની સેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની સામે આઝાદી બાદથી દેશને એકજૂથ કરવાની સાથે એક રાષ્ટ્ર ચલાવવાનો પડકાર પણ હતો. જે પ્રેમની જરૂરિયાત રાષ્ટ્ર નિર્માણ માટે હતી તે સરદાર પટેલે આપ્યો હતો. તેમણે સંસ્થાને આઝાદ ભારતનો પ્રમુખ સ્તંભ બનાવ્યો છે અને તેને સશક્ત કરી છે. 1926માં જ્યારે સ્થાપના થઈ ત્યારે પ્રાથમિકતા અલગ હતી. હવે આઝાદ ભારતમાં પ્રાથમિકતા બદલાઈ છે. યુપીએસસીએ પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવી છે. વર્તમાન સમયે જે લોકોની ભરતી થઈ રહી છે તે વિકસીત ભારતમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.