• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

મોડાસામાં કતલના ઇરાદે બાંધી રાખેલા 50 ગૌવંશને બચાવાયા

 -વહેલી સવારે કરાયેલી કામગીરીમાં 8 આરોપી ઝડપાયા

મોડાસા, તા.1ઃ મોડાસાના રાણાસૈયદ વિસ્તારમાં કતલ કરવાના ઇરાદે ગેરકાયદે રીતે બાંધી રાખવામાં આવેલા કુલ 50 ગૌવંશને પોલીસે બચાવી લીધા હતા. જ્યારે કુલ 8 આરોપી તેમજ કેટલાક અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. 

રાણાસૈયદ વિસ્તારમાં કેટલાક શખસો દ્વારા ગૌવંશને ઘાસચારા કે પાણી વગર બાંધી રાખી, કતલ માટે અલગ-અલગ જગ્યાએ વેચાણ કરવા તેમજ ગૌવંશની હેરાફેરી કરવામાં આવતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તા.1ના વહેલી સવારે એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ-ફ્લો સ્કોડ તેમજ મોડાસા ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમો બનાવવામાં આવી હતી. એક ટીમ પહાડપુર રોડ તરફથી અને બીજી ટીમ રાણાસૈયદ ચોકડી તરફથી રાણાસૈયદ ગામમાં પ્રવેશી સમગ્ર વિસ્તારને ચારેય તરફથી કોર્ડન કરી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસને 30 ગાય, 4 બળદ અને 16 વાછરડા મળી કુલ 50 ગૌવંશ મળી આવ્યા હતા. પોલીસે તમામ ગૌવંશને કબજામાં લઈ ઇશાક હસન મુલતાની, ઝાકીર કાદર મુલતાની, ભુરિયા રમજાની મુલતાની, શોયેબ હસનભાઇ મુલતાની, અજીત મુલતાની, મોહસીન સાકીર મુલતાની, અનીશ ઉર્ફે ચોર મુલતાની અને ફૈયાઝ મુલતાનીને ઝડપી લીધા હતા જ્યારે અજાણ્યા શખસોની સંડોવણી સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં

આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક