જ્ઞાનેશનાં રાજીનામાની માગ વચ્ચે બીએલઓને ફરી ઘરોઘર જવાનો આદેશ
નવી
દિલ્હી, તા. 2 : ચૂંટણીપંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને
એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. જે રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા
પૂર્ણ થઈ ગઈ છે અથવા ચાલી રહી છે, ત્યાંના અધિકારીઓને પૂર્વ-એસઆઈઆર મતદારયાદીઓની વર્તમાન
યાદી સાથે સરખામણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે, જે યોગ્ય
મતદારોનાં નામ યાદીમાંથી છૂટી ગયાં છે, તેમને આગામી એક મહિનાની અંદર ફરીથી યાદીમાં
સામેલ કરવામાં આવે.
આ અભિયાન
હેઠળ તમામ બૂથ લેવલ ઓફિસર્સ એવા મતદારોની યાદી તૈયાર કરશે જેનાં નામ યાદીમાંથી રહી
ગયાં છે. આ યાદી તૈયાર કર્યા બાદ બીએલઓ ઘર-ઘર જઈને સંબંધિત નાગરિકોની વર્તમાન સ્થિતિની
ચકાસણી કરશે. જો સંબંધિત વ્યક્તિ મતદાર બનવા માટે પાત્ર જણાશે, તો ફોર્મ 6 ભરાવીને
તેમનું નામ મતદારયાદીમાં જોડવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે.
ચૂંટણીપંચના
પત્ર અનુસાર, બીએલઓ દર અઠવાડિયે ઓછામાં ઓછા 20થી 25 મતદારોના ઘરોને આવરી લેશે, જેથી
આ સમગ્ર પ્રક્રિયા એક મહિનાની અંદર સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે. આ સાથે જ નાગરિકો સરળતાથી
અરજી કરી શકે તે માટે બૂથ લેવલ કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, નાઈટ શેલ્ટર, મજૂર વસાહતો તેમજ બેઘર અને
હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે પણ વિશેષ શિબિરો યોજવામાં આવશે જેથી કોઈ પાત્ર મતદાર
વંચિત ન રહે. ઉલ્લેખનીય છે કે, જે રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાં
અત્યાર સુધીમાં મતદાર યાદીમાંથી આશરે 13.3 કરોડ નામો કમી કરવામાં આવ્યાં છે. 26 સપ્ટેમ્બરના
રોજ મળેલી બેઠકમાં ચૂંટણીપંચે નવા મતદારોની નોંધણી માટે વિશેષ અભિયાનની પહેલેથી જ જાહેરાત
કરી દીધી છે. પંચના જણાવ્યા મુજબ મતદાર નોંધણી
એ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જે વ્યક્તિનું નામ યાદીમાં નથી કે કમી થઈ ગયું છે
તે ગમે ત્યારે અરજી કરી શકે છે. આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આવા યોગ્ય મતદારોને
શોધીને તેમને યાદીમાં જોડવાનો છે.
જ્ઞાનેશ
વિરુદ્ધ સોમવારે સુપ્રીમ સુનાવણી
બે
અરજીમાં ચૂંટણીપંચ, પંચની કામગીરી અને અધિકારીઓની ભૂમિકા સામે અનેક સવાલ
નવી
દિલ્હી, તા.2: મતદાર યાદીનાં વિશેષ ગહન સુધારણા (સર) કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનરે
(સીઈસી) મનસ્વી ઢબે નિર્ણયો લીધાનાં દાવા સાથેનાં ઘટસ્ફોટ પછી સીઈસી જ્ઞાનેશ કુમાર
વિરુદ્ધ દાખલ થયેલી બે મહત્વની અરજી ઉપર પ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની
છે. આ અરજીઓમાં સર, ઈસીઆઈ-નેટ અને ઈઆરઓનેટ પ્લેટફોર્મ ઉપર કથિત ટેકનિકલ બદલાવ, ચૂંટણીપંચની
સામૂહિક નિર્ણય પ્રક્રિયા તથા મતદાર યાદી સંબંધિત નિર્ણયો અને મુદ્દાઓને પડકારવામાં
આવેલા છે.
મહારાષ્ટ્રમાં
ચોથી ઓક્ટોબરે ઠાકરે બંધુઓનો મોરચો
મહારાષ્ટ્રમાં
એસઆઈઆર અને ચૂંટણી પંચની ભૂમિકાને લઈને ચોથી ઓક્ટોબરે મુંબઈમાં મોટો રાજકીય કાર્યક્રમ
પ્રસ્તાવિત છે. શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના
(એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરે સંયુક્ત મોરચો કાઢશે. આ કૂચ ભાયખલાથી શરૂ થઈને છત્રપતિ શિવાજી
મહારાજ ટર્મિનસ સુધી કાઢવામાં આવશે. બન્ને પક્ષોએ તેને મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા
સાથે સંકળાયેલા સવાલોને લઈને યોજાનાર કાર્યક્રમ ગણાવ્યો છે.
એક
દેશ, એક ચૂંટણી પર પણ ગતિવિધિ
‘એક
દેશ, એક ચૂંટણી’ સાથે સંકળાયેલા બંધારણ સુધારા વિધેયકોની સમીક્ષા કરી રહેલી સંયુક્ત
સંસદીય સમિતિ (જેપીસી) ની છઠ્ઠી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ જવાની દરખાસ્ત રદ કરવામાં આવી
છે. પ્રસ્તાવિત કાર્યક્રમમાં ન્યાયતંત્રના વરિષ્ઠ સભ્યો સાથે વાતચીત કરવાની યોજના હતી.
જો કે, સુપ્રીમ કોર્ટ અને બંધારણીય સુધારાઓ ભવિષ્યમાં ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવવાની
શક્યતાઓને જોતાં, આ પ્રકારની વાતચીત સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમ
આગળ ન વધારવાનો નિર્ણય લેવાયો હતો.
જ્ઞાનેશ
કુમારની મુશ્કેલી વધી : 20 વર્ષ જૂની ફાઈલ ખુલી
2006ના
એક આપઘાત કેસમાં કેરળના ગૃહ મંત્રાલયે શરૂઆતી તપાસની ફાઈલો મગાવી
નવી
દિલ્હી, તા. 2 : મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારની મુશ્કેલી ઓછી થવાનું
નામ લઈ રહી નથી. ચૂંટણી પંચમાં જ્ઞાનેશ કુમારના નિર્ણયો ઉપર ઉઠી રહેલા સવાલના કારણે
વિપક્ષી દળ અને સીજેપી રાજીનામાની માગણી કરી રહ્યા છે. આ દરમિયાન કેરળમાં જ્ઞાનેશ કુમાર
સામેનો બે દશક પહેલાની એક ફરિયાદ ફરી ખુલી છે. કેરળના ગૃહ મંત્રાલયે 2006મા વર્ક્સ
સેક્રેટરી તરીકે કામ કરી રહેલા જ્ઞાનેશ કુમાર સામે વિજિલન્સ બ્યુરોની શરૂઆતી તપાસ સંબંધિત
ફાઈલો મગાવી છે.
હકીકતમાં
વિજિલન્સ અને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 વર્ષ પહેલા એક મલેશિયન સિવિલ એન્જીનિયરની આત્મહત્યા
બાદ જ્ઞાનેશ કુમાર સામે શરૂઆતી તપાસ કરી હતી. હવે કેરળના ગૃહ મંત્રાલયે લી સી બીનની
આત્મહત્યા સંબંધિત ફાઈલો મગાવી છે. લી સી બીન પેટી-બેલ કંપનીના ચીફ પ્રોજેક્ટ મેનેજર
હતા. જે એક મલેશિયન કંસોર્ટિયમ છે. લીએ કુઆલાલંપુરમાં આપઘાત કર્યો હતો. કહેવાય છે કે
સરકારી અધિકારીઓએ બિલ પસાર કરાવવાની લીની કોશિશોને રોકી હતી. બાદમાં જ્ઞાનેશ કુમારના
નામ સાથેની એક સુસાઈડ નોટ સામે આવી હતી. જેમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.