2027ની 2 ઓક્ટોબરથી પ્રારંભ, 21 નવેમ્બરે રમાશે સેમીફાઇનલ, 14 ટીમો, 12 વેન્યૂ અને 3 તબક્કાની નવી નોકઆઉટ સિસ્ટમ
કેપ
ટાઉન, તા.1: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વર્ષ 2027માં યોજાનારા વન-ડે વર્લ્ડ
કપના શેડ્યૂલ અને ગ્રુપ ડિવિઝનની કેપ ટાઉન ખાતેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
મેગા ટૂર્નામેન્ટના પ્રારંભને બરાબર એક વર્ષનો સમય બાકી રહ્યો છે. ક્રિકેટની વૈશ્વિક
સંસ્થાએ આ 14 ટીમોના મહાકુંભ માટેનું સત્તાવાર માળખું જાહેર કર્યું છે. જે મુજબ આ મેગા
ટૂર્નામેન્ટની શરૂઆત 2 ઓક્ટોબર 2027ના રોજ થશે, જ્યારે ટાઇટલ માટેનો મહામુકાબલો 21
નવેમ્બરે રમાશે.
2027નો વન-ડે વિશ્વકપ આફ્રિકન ઉપખંડના ત્રણ દેશ
દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાના સંયુક્ત યજમાનપદે યોજાશે. સમગ્ર ટૂર્નામેન્ટ
12 વિવિધ વેન્યૂ પર રમાશે. 14 ટીમો અને નવા ફોર્મેટ સાથે આયોજિત થનારો આ વર્લ્ડ કપ
વન-ડે ક્રિકેટમાં ફરી એક નવો રોમાંચ લાવશે તે નિશ્ચિત મનાય છે.
વર્લ્ડ
કપનો શંખનાદ 2 ઓક્ટોબરે નામિબિયાના વિન્ડહોક ખાતે યોજાનારી ’સુપર સીરિઝ’ સાથે થશે.
વર્લ્ડ કપમાં વધુ રોમાંચ લાવવા માટે 57 મેચો સાથે ત્રણ તબક્કાનું નવું માળખું અપનાવાયું
છે. સ્પર્ધાની શરૂઆત રેન્કિગમાં 12થી 14મા ક્રમની ત્રણ ટીમો વચ્ચેની રાઉન્ડ-રોબિન ’સુપર
સીરિઝ’થી થશે, જેની વિજેતા મુખ્ય રાઉન્ડમાં પહોંચશે. ત્યારબાદ 12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં
વહેંચીને 30 લીગ મેચ રમાશે, જેમાંથી બંને ગ્રુપની ટોચની ત્રણ-ત્રણ ટીમો અને ચોથા ક્રમે
રહેલી ટીમો પૈકી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એક ટીમ એમ કુલ સાત ટીમો ’સુપર-7’માં પ્રવેશ
મેળવશે. આ ચરણમાં 21 રાઉન્ડ-રોબિન મુકાબલા બાદ પોઇન્ટ્સ ટેબલની ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં
ટકરાશે, જેમાં પહેલા ક્રમની ટીમ ચોથા સામે અને બીજા ક્રમની ટીમ ત્રીજા સ્થાને રહેલી
ટીમ સામે ફાઇનલમાં પહોંચવા ટક્કર ઝીલશે.
ગ્રુપ અ
: ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને ક્વોલિફાયર અ
ગ્રુપ
ઇ : બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર
ઇ