• મંગળવાર, 25 જૂન, 2024

  મેડિકલ સ્ટોરની મનમાની ઉપર લાગશે લગામ    

એક-બે ટેબલેટને બદલે પુરી સ્ટ્રીપ ધાબડવાની પ્રવૃત્તિ રોકવા મંત્રાલય દ્વારા વિચાર

નવી દિલ્હી, તા. 25 : મેડિકલ સ્ટોરમાં સામાન્ય રીતથે એક અથવા બે ટેબલેટ ખરીદવી હોય તો પણ પુરી સ્ટ્રીપ ખરીદવી પડે છે. જો કે આગામી સમયમાં ગ્રાહકોને રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારના ઉપભોક્તા મામલાના મંત્રાલયે એક યોજના ઉપર કામ શરૂ કર્યું છે. જેના મુજબ દવાની અલગ પ્રકારની પટ્ટી તૈયાર કરવામાં આવશે. જેના દરેક ભાગમાં નિર્માણ અને એક્સપાયરીની તારીખ લખેલી હશે. જેનાથી લોકો જરૂરીયાત પ્રમાણે ટેબલેટ ખરીદી શકશે અને ફરજીયાતપણે વધારે ખરીદવી પડશે નહી. આ ઉપરાંત વધુ એક વિકલ્પ પણ શોધવામાં આવી રહ્યો છે. જેમાં દવાની પટ્ટી ઉપર ક્યુઆર કોડ લગાડવામાં આવશે.

સૂત્રોના કહેવા પ્રમાણે ઉપભોક્તા મામલાના મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઈન (એનસીએચ) ઉપર ફરજીયાત દવાની પુરી પટ્ટી ખરીદવા કહેવામાં આવતું હોવાથી ફરિયાદો વધી રહી છે. ત્યાર બાદ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી હતી. તેવામાં આગામી સમયમાં ગ્રાહકોને ધ્યાને લઈને વ્યવસ્થા કરવામાં આવે તેવી સંભાવના છે અને નક્કી કરેલા વિકલ્પોને અંતિમ રૂપ આપવામાં આવશે.

મંત્રાલયે થોડા સમય પહેલા જ ફાર્મા ઉદ્યોગના દિગ્ગજો સાથે આ મામલે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના શીર્ષ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે આ મુદ્દે ચર્ચા થઈ હતી અને મંત્રાલયે સૂચન આપ્યું હતું કે દવાઓના પેકેજિંગ માટે નવી ટેક્નીકની શોધ થવી જોઈએ. અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે દવાની પુરી સ્ટ્રીપ બળજબરીપૂર્વક વેચવામાં આવતી હોવાથી તેની બરબાદી થાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ June 24, Mon, 2024