ભારતીય
સમાજ અને પારિવારિક વ્યવસ્થામાં પુત્રીઓને ઓછાં મહત્ત્વનો મુદ્દો આજે આધુનિક સમયમાં
પણ હળવો બની શક્યો નથી. પુત્રીઓ અને મહિલાઓને તેમના અધિકાર આપવાના સરકારના સંખ્યાબંધ
નિયમો, છતાં આ ભેદભાવ અને અવગણના દૂર થઇ શક્યાં ન હોવાની હકીકત ખરા અર્થમાં ચિંતા જગાવતી
રહી છે. એક મહત્ત્વની બાબતમાં સર્વોચ્ચ અદાલતે ચાવીરૂપ સ્પષ્ટતા કરીને પોતાની જવાબદારીનું
પાલન કર્યું છે. અદાલતે પુત્રીઓને તેમનાં શિક્ષણ માટેનો ખર્ચ વાલીઓ એટલે કે, મા કે
બાપ પાસેથી માગવાનો અધિકાર હોવાનું કહ્યંy છે.
ગયા
સપ્તાહે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી બાદ આ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. 26 વર્ષથી અલગ
રહેતાં દંપતીના મામલામાં અદાલતે કહ્યંy કે, પુત્રીઓને તેમના વાલીઓ પાસેથી શિક્ષણ માટેનો
ખર્ચ માગવાનો અધિકાર છે. આ માટે જરૂર જણાયે માતા-િપતાને કાયદાકીય રીતે બાધ્ય પણ કરી
શકાય છે. પુત્રીનાં શિક્ષણ માટેના જરૂરી ખર્ચની વ્યવસ્થા કરવાની જવાબદારી તેના વાલીઓની
બની રહે છે. વળી, પુત્રીઓ આ નાણાં પોતાની પાસે રાખવાનો અધિકાર ધરાવે છે અને તે રકમ
તેણે માતા કે પિતાને પરત કરવાની કોઇ જરૂરત રહેશે નહીં.
સર્વોચ્ચ
અદાલતનાં આ વલણથી પરિવારની પુત્રીઓના અધિકારની વધુ એક પરિભાષા સ્પષ્ટ થઇ છે. આમ તો
હાલે દેશ અને સમાજ આધુનિક યુગમાં હોવાનો દાવો થઇ રહ્યો છે, પણ મહિલા સમાનતા અને અધિકારોની
વાત આવે છે, ત્યારે આ દાવા પોકળ હોવાની પ્રતીતિ થવા લાગે છે. પરિવારમાં પુત્રીઓને તમામ
બાબતોમાં પુત્રોથી ઊતરતા અધિકાર અને સુવિધા મળતાં હોવાનું ચિત્ર હજી જોઇએ એવું સુધરી
શક્યું નથી. પુત્રીઓને કુટુંબની સંપત્તિમાં ભાગ આપવાનું ભાગ્યે જ વિચારી શકાય છે અને
જો થોડો ઘણો હિસ્સો પુત્રીઓને અપાય છે, તો તે ઉપકાર સમાન કે સુધારા સમાન ગણી લેવાય
છે. આવામાં પુત્રીઓની પાછળના ખર્ચમાં પણ પુત્રોની
સરખામણીએ ઓછું ધ્યાન અપાય છે. શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણમાં પણ સુવિધા કે ખર્ચ આપવાની વાત
આવે છે, ત્યારે પુત્રીઓને તેની જરૂરત ન હોવાની વાતો પરિવારમાં સામાન્ય બની ગઇ છે. હવે
જ્યારે સર્વોચ્ચ અદાલતે શિક્ષણના મામલે માતા-િપતા પાસેથી ખર્ચ લેવાનો અધિકાર પુત્રીઓને
આપવાની સ્પષ્ટતા કરી છે, ત્યારે આગળ જતાં પુત્રીઓના આ અધિકારનો વ્યાપ વધશે એવી આશા
જાગી છે. હાલમાં તો અદાલતના આ નિર્દેશનો પરિવારો અમલ કરતા થાય તેવી વ્યવસ્થા ગોઠવાય
તો જ તેનો ફાયદો પુત્રીઓને મળી શકશે.