• મંગળવાર, 15 જુલાઈ, 2025

બંગાળમાં ફરી બબાલ : ભાજપનું બંધનું એલાન

બે વ્યક્તિના અસ્વાભાવિક મૃત્યુ મામલે પ્રદર્શન : પોલીસ સાથે થયું ઘર્ષણ

કોલકાતા, તા. 14 : પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં આવેલા ખેજૂરી વિસ્તારમાં બે વ્યક્તિના અસ્વાભાવિક મૃત્યુનો મુદ્દો ગરમાયો છે. આ ઘટનાના વિરોધમાં ભાજપ તરફથી સોમવારે 12 કલાકનું બંધનું એલાન કરાયું હતું. વિરોધ સમયે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને સડકો જામ કરવામાં આવી હતી.

23 વર્ષિય સુજલ દાસ અને 65 વર્ષિય સુધીર ચંદ્ર પાઈક શુક્રવારે ખેજૂરીના જનકા વિસ્તારમાં મોહરમના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન બન્નેના મૃત્યુ થયા હતા. રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ટીએમસીના સ્થાનિક નેતા અને અન્ય સાત લોકોએ બન્નેને બેફામ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા છે. બીજી તરફ પોલીસે કહ્યું છે કે એક થાંભલા ઉપરથી હેલોજન લાઈટ બન્ને ઉપર પડવાથી મૃત્યુ થયું છે.તેવામાં ઘટનાના વિરોધમાં સોમવારે 12કલાકના બંધનું એલાન ભાજપે કર્યું હતું. એલાન દરમિયાન રસ્તા જામ કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક