• મંગળવાર, 15 જુલાઈ, 2025

પાણી ભરતા બાળકો ઉપર ઈઝરાયલે દાગી દીધી મિસાઈલ

ટેકનિકલ ભૂલનાં કારણે હુમલો થયાનું કહીને ઈઝરાયલે આ રક્તપાતની માફી માગી

નવીદિલ્હી, તા.13: ઇઝરાયેલી સૈન્ય ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.  અત્યાર સુધીમાં 58,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ અને બાળકો છે.  છેલ્લા 24 કલાકમાં જ 139 મૃત્યુ નોંધાયા છે.  આજે ગાઝામાં એક શરણાર્થી શિબિરમાં પાણી ભરતા બાળકો પર થયેલા મિસાઇલ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા.  મૃતકોમાં મોટાભાગના બાળકો હતા.  જો કે, ઇઝરાયેલી સેનાએ આ હુમલાને ‘માનવીય દુર્ઘટના‘ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે નિશાન બીજે હતું પણ ટેકનિકલ ભૂલનાં કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઈઝરાયલી દળોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, નિર્દોષ નાગરિકોનાં મૃત્યુ બદલ તે દિલગીર છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા.

આ હુમલો નુસરત શરણાર્થી શિબિરમાં પાણી વિતરણ કેન્દ્રમાં થયો હતો, જ્યાં સ્થાનિક લોકો પાણી ભરવા માટે એકઠા થયા હતા.  અલ-અવદા હોસ્પિટલના ઇમરજન્સી ડૉક્ટર અહમદ અબુ સૈફાને જણાવ્યું હતું કે હુમલામાં 6 બાળકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક