ભારતીય મહિલા ટીમનો 3-2થી શ્રેણી વિજય
બર્મિંગહામ,
તા.13: ઇંગ્લેન્ડની ધરતી પહેલીવાર ટી-20 શ્રેણી વિજય સુનિશ્ચિત કરનાર ભારતીય મહિલા
ટીમને આખરી મેચમાં અંતિમ દડે હાર સહન કરવી પડી હતી. ભારતીય મહિલા ટીમનો 3-2થી શ્રેણી
વિજય થયો છે. પાંચમા અને અંતિમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમનો પ વિકેટે રોમાંચક
વિજય થયો હતો. ભારતે શેફાલી વર્માના આક્રમક 7પ રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 167 રન
કર્યાં હતા. જવાબમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમે 20 ઓવરમાં પ વિકેટે 168 રન કરી દિલધડક જીત
મેળવી હતી.
શેફાલીએ
તેની અર્ધસદી 23 દડામાં પૂરી કરી હતી. જો ભારત તરફથી સંયુક્તરૂપે બીજી ઝડપી અર્ધસદી
છે. તેણી 41 દડામાં 13 ચોક્કા અને 1 છક્કાથી 7પ રનની ઇનિંગ રમી આઉટ થઇ હતી. સ્મૃતિ
8, જેમિમાહ 1 અને હરલીન 4 રન જ કરી શકી હતી. કપ્તાન હરમનપ્રિતે 1પ રન કર્યાં હતા. વિકેટકીપર
રિચા ઘોષે 24 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ સ્પિનર ચાર્લી ડેને 3 વિકેટ
લીધી
હતી.
બાદમાં
ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગ જોડીની 101 રનની ભાગીદારી થઇ હતી. સોફિયા ડંક્લે 46 રન અને
ડેનિયલ વેટ હોજ પ6 રન બનાવી આઉટ થઇ હતી. આ પછી કપ્તાન ટેમી બ્યૂમોંટએ 30 અને બૂચિયરે
16 રન કરી ઈંગ્લેન્ડને આખરી દડે વિજય અપાવ્યો હતો. દીપ્તિ અને અરૂંધતીએ 2-2 વિકેટ લીધી
હતી.