-શાંતિચરિત સ્વામીનો 16 કલાકે મૃતદેહ મળ્યો : મંદિર પરિસરમાં અંતિમ સંસ્કાર
બોટાદ,
તા.14: બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત
સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર જઈ રહેલી કાર કોઝવે પરથી પસાર
થતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી
સાધુ સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ચારનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને
પગલે ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ પોલીસ અને વહીવટી વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો.
બોટાદ
જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા પાસે બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ
જતા હતાં ત્યારે મોડી રાત્રીના કોઝવેનાં પ્રવાહમાં કાર તણાઈ ગઈ હતી જેમાં સાળંગપુર
બીએપીએસ મંદિરેથી મંદિરના સંત અપૂર્વ પુરુષ સ્વામી, શાંતિ ચરીત સ્વામી, મંદિરના હરિભક્તો
વિવેક કાપડીયા, નિકુંજ સોજીતરા, દિવ્યેશ પટેલ (ડ્રાઈવર) પ્રબુદ્ધ કાછિયા, કૃષનકાતભાઈ
આ તમામ કાર લઈને બોચાસણ ગયા હતા અને ગઈકાલે સાળંગપુર આવવા નિકળ્યા હતા ત્યારે રાત્રીના
1ર કલાક આસપાસ ગોધાવટા પાસે આવેલ કોઝવેમાં વરસાદનું પાણી વધારે હોવા છતાં ડ્રાઈવરે
કાર પાણીના પ્રવાહમાં ચલાવતા કાર પાણીમાં તણાઈ ગઈ હતી ત્યારે અપૂર્વ પુરુષ સ્વામી,
વિવેક કાપડીયા, નિકુંજ સોજીત્રરા, દિવ્યેશ પટેલ ડ્રાઈવર પાણીમાંથી બહાર નિકળી જતા તેમનો
આબાદ બચાવ થયો હતો. જ્યારે શાંતિ ચરીત સ્વામી, કૃષ્ણકાંતભાઈ પંડયા અને 10 વર્ષનો બાળક
પ્રબુદ્ધ કાછિયા પાણીમાં તણાઈ ગયા હતા. બનાવની જાણ કરતાં ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ
ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ કરતા કૃષ્ણકાંતભાઈ તેમજ પ્રબુદ્ધનો મૃતદેહ
મળી આવ્યા હતાં. જ્યારે શાંતી ચરીત સ્વામીની શોળખોળ માટે એનડીઆરએફની ટીમ કાલે લાગી
હતી અને ડ્રોન દ્વારા એક કિલોમીટરના અંતર સુધી શોધખોળ બાદ કોઝવે પાસેથી સ્વામીના ચંપલ
મળી આવ્યા હતાં આશરે 1પ કલાક બાદ શાંતિચરિત સ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનો
કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ શાત્રોકત વિધિ પ્રમાણે શાંતિચરિત
સ્વામીના અંતિમ સંસ્કાર બીએપીએસ મંદિર સાળંગપુરના પરિસરમાં સાધુ સમાજ શોક મગ્ન જોવા
મળ્યો હતો.
કોઝવે
ઉપર ઊંચો બ્રિજ બનાવવાની માગ
ગોધાવટા
ગામ પાસે આવેલ કોઝવે દર વર્ષે ચોમાસામાં પાણીમાં ગરકાવ થાય છે તેમજ કોઝવે પર પાણીના
તેજ પ્રવાહને કારણે યાત્રાળુઓ કે પછી અન્ય વાહનચાલકો ફસાતા હોય છે. આ રસ્તા પરથી મોટી
સંખ્યામાં અમદાવાદ તરફથી સાળંગપુર જતા યાત્રાળુઓ પસાર થાય છે જેથી આ કોઝવે પર હજ્જારો
વાહનોની અવરજવર થાય છે ત્યારે અહિ કોઝવે પર ઉંચો બ્રિજ બનાવવામાં આવે તેવું સ્થાનિકો
માંગ કરી રહ્યા છે.
શાંતિચરિત
સ્વામીએ બે વર્ષ પૂર્વે દીક્ષા લીધી હતી
શાંતિચરિત
સ્વામીએ બે વર્ષ પહેલા જ દીક્ષા લીધી હતી. તેઓ મુંબઈના રહેવાસી છે અને હાલ સાળંગપુર
બીએપીએસ મંદિર ખાતે રહેતા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર પણ મંદિર પરિસરમાં જ શાત્રોકત
વિધિ પ્રમાણે કરવામાં આવ્યા હતા.
કૃષ્ણકાંતભાઈને
આદર્શ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો
કૃષ્ણકાંતભાઈ
પંડયાને આદર્શ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો
જેવો એ ગોંડલ ખાતે આવેલ વિદ્યામંદિરમાં 3પ વર્ષ સુધી આચાર્ય તરીકે પોતાની ફરજ અદા કરી
હતી.