-સંબંધોમાં ખટાશ વચ્ચે મીઠાશ મોકલી મોહમ્મદ યુનુસે જૂની પરંપરા પાળી
ઢાકા,
તા. 14 : બાંગલાદેશની રખેવાળ સરકારના વડા મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
હરિભંગા જાતની એક હજાર કિલો કેરી મોકલી છે, જે મોદી ઉપરાંત ભારતીય રાજદ્વારીઓને ભેટ
અપાશે.
ભારત
સાથે સંબંધો સારા બનાવવાની કોશિશ હેઠળ બાંગલાદેશની આ પહેલ ‘મેંગો ડિપ્લોમસી’ તરીકે
ઓળખાય છે.
આ પહેલ
હેઠળ યુનુસ સરકારે માત્ર મોદી સરકાર જ નહીં પરંતુ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
અને ત્રિપુરાના મુખ્યમંત્રી મણિક સાહાને પણ ‘હરિભંગા’ કેરી મોકલી હતી.
ઉલ્લેખનીય
છે કે, બાંગલાદેશમાં ‘હરિભંગા’ ‘પ્રીમિયમ’ એટલે કે સર્વશ્રેષ્ઠ કેરી લેખાય છે. ભારતમાં
કેરી ખૂબ લોકપ્રિય છે. અગાઉની બાંગલાદેશી સરકારો પણ ભારતને કેરી મોકલતી રહી છે. હરિભંગા
કેરી સોમવારે દિલ્હી પહોંચી હતી.
આ વખતે
યુનુસે પણ પરંપરા પાળી છે જે ખાસ મહત્ત્વનું પગલું એ મનાય છે કે બે દેશોના સંબંધોમાં
ખટાશ વચ્ચે આ મીઠાશ મોકલાઇ છે.
સત્તા
પરથી હટયા બાદ શેખ હસીનાને ભારતે આશ્રય આપતાં પાડોશી દેશમાં વિરોધી સૂર વચ્ચે કેરી
ભારત આવી છે.