કેન્દ્રમાં ગૃહપ્રધાન અને નાણાપ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમ્ હવે એમના સમયની કૉંગ્રેસ સરકારોની ટીકા કરી રહ્યા છે. મુંબઈ ઉપરના આતંકી આક્રમણનો ‘જવાબ’ આપવા, પાકિસ્તાન ઉપર હુમલો કરીને સજા આપવા ભારતીય સેના તૈયાર હતી પણ (વિદેશી - અમેરિકા?) દબાણના કારણે સરકારે મંજૂરી આપી ન હતી એવું નિવેદન જાહેરમાં કર્યા પછી હવે કહ્યું છે કે પંજાબમાં ઉગ્રવાદીઓ વિરુદ્ધ ‘અૉપરેશન બ્લૂ સ્ટાર’ માટે સેનાને મંજૂરી આપવાનો નિર્ણય ખોટો હતો!
પંજાબમાં
સુવર્ણ મંદિરમાં છુપાયેલા જર્નાઇલસિંઘ ભીંડરણવાલે અને એમના કાફલાને બહાર કાઢવા માટે
વર્ષ 1984ના જૂન મહિનામાં અૉપરેશન બ્લૂ સ્ટાર થયું. ભારતીય સેનાએ સુવર્ણ મંદિર પરિસરમાં
પ્રવેશ કર્યો અને અકાલ તખ્ત ઉપર ‘હુમલો’ કરીને ઉગ્રવાદીઓનો ખાતમો બોલાવ્યો હતો. આ પછી
દેશ-દુનિયામાં શીખ કોમે ઇન્દિરા ગાંધી સામે વિરોધ પ્રદર્શન કર્યાં હતાં અને આખરે
31 અૉક્ટોબર, 1984ના રોજ વડા પ્રધાનના નિવાસસ્થાને બે શીખ અંગરક્ષકોએ ઇન્દિરા ગાંધીની
હત્યા કરી હતી ત્યારે દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં શીખવિરોધી હુલ્લડ - રમખાણ થયાં
અને ત્રણ હજારથી વધુ લોકો - મહિલાઓ અને બાળકો સહિત - માર્યાં ગયાં હતાં.
ભારતીય
રાજકીય ઇતિહાસની આ ઘટના ઉપરથી શીખ પત્રકાર હરિંદર બાવેજીએ લખેલા પુસ્તક ‘ધે વીલ શૂટ
યુ, મેડમ’ ઉપર પંજાબમાં ખુશવંતસિંઘ સાહિત્ય ઉત્સવમાં ચર્ચાસત્ર યોજવામાં આવ્યું હતું
તેમાં બોલતાં ચિદમ્બરમે્ બ્લૂ સ્ટાર અૉપરેશનને મંજૂરી આપવાનો નિર્ણય ખોટો હતો એમ કહ્યું
છે. અલબત્ત, આ નિર્ણય માટે માત્ર ઇન્દિરા ગાંધીને દોષ આપી શકાય નહીં એમ કહીને ઉમેર્યું
છે કે ભારતીય સેના, પોલીસ, ગુપ્તચર વિભાગો તથા શાસકીય અધિકારીઓ પણ જવાબદાર હતા અને
ઇન્દિરાજીનો ‘ભોગ’ - જીવ લેવાયો.
હવે
ચિદમ્બરમ્ કહે છે કે અકાલ તખ્ત ઉપર લશ્કરી પગલાંની જરૂર ન હતી. મંદિર પરિસરમાં પ્રવેશ
કર્યા વિના ઉગ્રવાદીઓ - ‘અૉપરેશન થંડર’ની જેમ ઉગ્રવાદીઓને પકડી શકાયા હોત અને નિર્દોષ
હજ્જારો લોકોના જીવ બચી શક્યા હોત.
ચિદમ્બરમ્
આટલાં વર્ષો પછી કેમ જાહેરમાં આવ્યા? ગૃહપ્રધાન હતા ત્યારે ઇન્દિરાજીને સમજાવીને વારી
શકયા હોત. શક્ય છે, સ્વીકાર્ય છે કે ઇન્દિરાજી પાસે મોઢું ખોલવાની કોઈની હિંમત નહોતી
પણ છેલ્લાં ચાળીસ વર્ષમાં એમને મોકો તો મળ્યો હોત. અલબત્ત, હવે આ વિધાનથી તેઓ શીખ સમાજને
કૉંગ્રેસ વિરોધનો સંદેશ આપી રહ્યા છે? કે પછી ભાજપ સરકાર - વડા પ્રધાન મોદીને આ મુદ્દો
આપીને ખુશ કરવા માગે છે?
આ વિષય
રાજકીય વર્તુળોમાં વિવાદાસ્પદ બન્યો છે પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ‘મૌન’ છે. ચિદમ્બરમ્
‘ઉચ્ચવર્તુળ’થી બહાર છે તેથી અન્ય કોઈ નેતાઓ માથું મારવા આવતા નથી.