• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

જાફરાબાદ: શશીકાંતભાઈ મોહનભાઈ ચૌહાણ તે પ્રશાંતભાઈ અને ધવલભાઈના પિતા, તે રજનીકાંતભાઈ (પીપાવાવ) અને ઉમેશભાઈ (પીજીવીસીએલ)ના મોટાભાઈ, તે નટવરલાલ વિસાણી, ચંદુભાઈ નાથાણી, સ્વ.મનસુખભાઈ સોલંકી, મગનભાઈ વિસાણી, દિનેશભાઈ સચાનિયાના સાળા તથા દિનેશભાઈ, ભરતભાઈ, નિલેશભાઈ, પરેશભાઈ રાઠોડ (મહુવા)ના બનેવી, તે હિરેનભાઈ ભટ્ટી (ભાવનગર)ના સસરા, તે લલ્લુભાઈ, વલ્લભભાઈ, મનજીભાઈ તથા રવજીભાઈના ભાણેજનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.28ને ગુરુવારે તેમના નિવાસ સ્થાને છે.

જૂનાગઢ: સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જયશ્રીબેન ભટ્ટ (ઉં.76) તે સ્વ.જગદીશચંદ્ર (જગુભાઈ) દલપતરામ ભટ્ટના પત્ની તથા સ્વ.નરભેશંકર કેશવજી ત્રિવેદીના પુત્રી તેમજ પ્રજ્ઞેશભાઈ, દીપેશભાઈ, સંદીપભાઈના માતા તથા સ્વ.રતિભાઈ ગોરધનદાસ ભટ્ટના નાનાભાઈના પત્ની તેમજ સ્વ.ચંદ્રકાંતભાઈ તથા દિનેશચંદ્ર જેઠાલાલ ભટ્ટના ભાભીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું અને સંયુક્ત સાદડી તા.28ના સાંજે 4થી 5, અશોક કોમ્યુનીટી હોલ, અશોકનગર, બસ સ્ટેન્ડ પાસે છે.

ઉપલેટા: રમાબેન (ઉં.72) તે સ્વ.મનસુખલાલ મૂળશંકરભાઈ પંડયાના પત્ની, તે દિલીપભાઈ, મીનાક્ષીબેન, પારૂલબેન (ઉપલેટા), ચેતનાબેન (કેશોદ), મનીષાબેન (જૂનાગઢ)ના માતાનું તા.23ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.28ને ગુરુવારે સાંજે 3થી 5, સમસ્ત બ્રહ્મ સમાજ બડા બજરંગ રોડ, ઉપલેટા મુકામે છે.

પોરબંદર: મોહનભાઈ લીલાધર કિશોર (ઉં.76)(પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી અને એડવોકેટ)નું તા.24ના અવસાન થયું છે.

રાજકોટ: રજનીકાંત પાનાચંદ વોરા (ઉં.84) તે પ્રફુલ્લાબેનના પતિ, તે મનસુખલાલ જેઠાલાલ મહેતાના જમાઈ, સોનલ બિનેશ પટેલ, રાજશ્રી કેતન કોઠારી, ધનિષા રાજેશ શાહ (વેરાવળ), ભાવના જીનેશ ગાંધી, તેજલ (ચેતના) સંજય ભરવડા, મોક્ષા દેવેન વોરાના પિતા, ફેરસ એન્જિનિયરિંગ-ઈકોનોમી ટ્રેડર્સવાળાનું તા.25ના અવસાન થયું છે. ઉઠમણું તા.28ના સવારે 10 કલાકે રોયલ પાર્ક ઉપાશ્રય, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે છે. પ્રાર્થનાસભા 10-30થી 11-30 છે.

અમરેલી: પ્રવીણચંદ્ર ભાનુશંકરભાઈ ઠાકર તે ભરતભાઈ, કાંતિભાઈ, વિનુભાઈના ભાઈ તેમજ હર્ષિતભાઈના પિતાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 3થી 6, સંઘવી ધર્મશાળા સ્ટેશન રોડ, અમરેલી ખાતે છે.

રાજકોટ: મહારાજ ઘેલારામજી જ્ઞાતિના ઔદિચ્ય બ્રાહ્મણ નરેન્દ્રભાઈ જોષી (શ્રી હરિ ટ્રાવેલ્સ-ભાણવડવાળા) તે સ્વ.બચુભાઈ વાલજીભાઈ જોષીના પુત્ર, તે ગં.સ્વ.ગીતાબેન જોષીના પતિ, રાજેન્દ્ર જોષી (એડવોકેટ) તથા સીમાબેન હિતેષકુમારના પિતા, હિરલબેન રાજેન્દ્રભાઈ જોષીના સસરાનું તા.24ના રવિવારે અવસાન થયું છે. બેસણું-પ્રાર્થનાસભા તા.28ને ગુરુવારે સાંજે 4થી 6, અનુપમ સોસાયટી કોમ્યુનિટી હોલ, અનુપમ સોસાયટી, નાનામવા મેઈન રોડ, રાજકોટ ખાતે છે.

ખંભાળિયા: જયેશભાઈ વંદ્રાવનભાઈ વીંછી (ઉં.57)(ભાડથરવાળા)નું તા.25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28ને ગુરુવારે સાંજે 4-30થી 5, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારકા ગેઈટ રોડ, ખંભાળિયા ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક