જામનગરના
પૂર્વ નગર સેવકને વોકિંગ દરમિયાન હૃદય રોગનો હુમલો આવતાં મૃત્યુ
જામનગર,
તા.30 : જામનગરના માજી નગર સેવક અને રણજીત નગર વિસ્તારમાં જ જનરલ પ્રેક્ટિસ કરતા ડો.
રામજીભાઇ એચ. સાવલિયા (ઉં.વ.76) આજે સાંજે લાખોટા તળાવની પાળે વોકિંગ માટે નીકળ્યા
હતા. જ્યાં તેઓનું એકાએક હૃદય બંધ પડી જતાં મૃત્યુ નીપજ્યું છે. 108ની ટુકડી આ બનાવની
જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તેઓએ તબીબ રામજીભાઈને મૃત ઘોષિત કર્યા હતા. ત્યાર
બાદ તેમના પુત્ર જય ઉપરાંત અન્ય પરિવારજનો, મિત્ર વર્તુળ વગેરે ઘટનાસ્થળે આવી પહોંચ્યા
હતા. બનાવની જાણ થવાથી દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીનો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો
હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
ચક્ષુદાન
રાજકોટ:
અનુપમભાઇ ચુનિલાલ પારેખનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું
છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગ્રૃતિ અભિયાનમાં
કુલ 597 મું ચક્ષુદાન થયેલું છે. નવેમ્બર મહિનામાં દસમું ચક્ષુદાન વિજયભાઇ ડોબરિયાના
સહયોગથી થયેલું છે.
ચક્ષુદાન
ધોરાજી:
તોરણિયાના હરનીતાબેન જીવનલાલ ડાભીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન
કરેલું છે. માનવ સેવા યુવક મંડળી પ્રેરણાથી સિવિલ હોસ્પિટલને 322મું ચક્ષુદાન મળેલું
છે.
ચક્ષુદાન
ધોરાજી:
તોરણિયાના જીજ્ઞેશભાઇ ટીટાભાઇ મકવાણાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન
કરેલું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલને 321મું ચક્ષુદાન મળેલું
છે.
વાંકાનેર:
રમેન્દ્ર ફૂલચંદ શાહ (ઉં.વ.80) તે જીજ્ઞા ઉમેશભાઈ દોશીના પિતા, કાર્તિકેય અને મેઘાવીના
નાના, બાબુભાઈ ખીમચંદ શેઠના જમાઈ, સ્વ.ધરમદાસ, સ્વ.લલિતભાઈ, મધુકરભાઈ, બિપિનભાઈના ભાઈ,
સ્વ.તારામતી, સ્વ.ભાનુબેન, સ્વ.ચંદ્રકળાબેન, કુંદનબેનના ભાઈનું તા.ર9ને શુક્રવારે અવસાન
થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
લીલાવંતીબેન જોશી (ઉં.96) તે સ્વ.મણીલાલ હીરાલાલ જોશના પત્ની, સ્વ.પ્રવીણભાઈ મણીલાલ
જોશી તથા જીતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ તથા સ્વ.સુશીલાબેન પ્રવિણચંદ્ર ઠાકર તથા અરુણાબેન
વિનોદરાય જાની, નિર્મળાબેન દિલીપકુમાર મહેતાના માતાનું તા.ર9ને શુક્રવારે ગાંધીનગર
ખાતે અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે સાંજે પથી 6 ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક-4,
રૈયા ચોકડી પાસે, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
રંજનબેન વ્યાસ (ઉં.70) તે સ્વ.નવીનચંદ્ર દયાશંકરભાઈ વ્યાસનાં પત્ની, દેવેન્દ્રભાઈ,
તુષારભાઈ, ગૌતમભાઈ, નયનાબેન, ભાર્ગવકુમાર જોષી (જામનગર)ના માતાનું સ્વ.જમનાદાસભાઈ જીવરામભાઈ
જોષી (દેવકી ગાલોળ)નાં દીકરી, ઈન્દુબેન ગુણવંતરાય જોષી, અરુણાબેન અનંતરાય ઠાકર, અંજનાબેન
કમલેશકુમાર રાજ્યગુરુ જનકભાઈ, જીતેન્દ્રભાઈના
બહેન અદિતી, વત્સલ, રિદ્ધિ, કિર્તન, આર્યા, દેવાંશી, મિતનાં દાદી, દ્વારકેશના નાનીનું
તા.30ને શનિવારે અવસાન થયું છે. બેસણું નર્મદેશ્વર મહાદેવ મંદિર, કડિયા સોસાયટી, અંકુર
વિદ્યાલય પાછળ, ગોકુલધામની બાજુમાં, રાજકોટ ખાતે તા.રને સોમવારે સાંજે 3.30થી
પ.30
છે.
પોરબંદર:
જયશ્રીબેન રાજેશભાઈ મોનાણી (ઉ.વ.પપ) તે મૌલિકભાઈ (વંદના ટ્રેડર્સ) તથા દ્રષ્ટિબેન કિષિતભાઈ
તન્નાના માતાનું તા.30ના અવસાન થયું છે.
પોરબંદર:
વર્ષાબેન રાઠોડ (ઉં.વ.40) તે હિરેનભાઈ સુરેશભાઈ રાઠોડના પત્ની તથા હૃદયના માતાનું તા.ર9ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રને સોમવારે 4થી પ એમ.ઈ.એમ. સ્કૂલ પાછળ પંચેશ્વર મહાદેવ
મંદિર છે.
ભાટિયા:
જમનાબેન દાવડા (ઉં.87) તે સ્વ.કરશનભાઈ મોરારજીભાઈ દાવડાના પત્ની, મહેન્દ્રભાઈ, રાજેશભાઈ
તથા અનિલભાઈ (જામ ખંભાળિયા), શીતલબેન સુરેશભાઈ પાબારી તથા રીટાબેન મહેન્દ્રકુમાર સૂચકના
માતાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રને સોમવારે 3.30થી 4 શ્રી કોટેશ્વર મહાદેવ
મંદિર, દરબારગઢ ખાતે છે. પિયર પક્ષની સાદડી પણ સાથે છે.
મેંદરડા:
ચંદ્રેશભાઈ વિઠ્ઠલાણી (ઉં.વ.પ1) તે સુરેશભાઈ બાલુભાઈ વિઠ્ઠલાણીના પુત્ર (મેંદરડા) હાલ
રાજકોટ, કિશનના પિતા જીતુભાઈ, મહેશભાઈ, અતુલભાઈ, પરેશભાઈ વિઠ્ઠલાણીના ભત્રિજા તેમજ
મિત્તલબેન વિપુલભાઈ બલદેવ, ભાવિકા નિલેશકુમાર ચોટાઈના ભાઈ અને અરવિંદભાઈ એ. અનડકટ
(ટેલિફોન એક્સચેન્જવાળા)ના જમાઈનું તા.ર9ને શુક્રવારે અવસાન થયું છે. બેસણુ તથા પિયર
પક્ષની સાદડી તા.રને શનિવારે સાંજે 4થી 6 જસ્મીન હોલ, પાણીના ટાંકા સામે, મેંદરડા ખાતે
છે.
રાજકોટ:
સરલાબેન શુકલ તે સ્વ.જગદીશચંદ્ર હરીલાલ શુકલના પત્ની જ્યોતિન્દ્રભાઈ, રાજેશભાઈ, દુષ્યંતભાઈ,
કલ્પેશભાઈ, સ્વ.પ્રશાંતભાઈના માતા અને પ્રદ્યુમ્નભાઈના ભાભીનું તા.30ને શનિવારે અવસાન
થયું છે. બેસણુ તા.રને સોમવારે ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીધામ એસ.કે.ચોક રાજકોટ ખાતે
બપોરે 4થી પ.30 છે.
રાજકોટ:
પ્રેમલતાબા ધ્યાનેશનાથજી (ગોરખમઢી) તે મહંત મહેશનાથજીના માતાનું તા.30ને શનિવારે અવસાન
થયું છે. બેસણુ તા.રને સોમવારે 3થી પ તેમના નિવાસ સ્થાન શ્રી ગોરક્ષનાથજીની જગ્યા ગોરખમઢી
ખાતે છે.
રાજકોટ:
નલિનીબેન પાલેજા (ઉં.વ.80) તે ચંદ્રકાંતભાઈ પાલેજાના પત્ની તેમજ હિરેનભાઈ, મનિષાબેન
તેજસભાઈ છિછિયા અને રૂપલબેન જયેશભાઈ વેદના માતા, માધવીબેનનાં સાસુ તેમજ ખુશીલના દાદી
તથા સ્વ.જમનાદાસ ભગવાનદાસ આશરાના પુત્રીનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.રને સોમવારે
સવારે 10.30 વાગ્યે કાઠિયાવાડ ભાટિયા વિદ્યાર્થી ભવન, જંકશન સામે, રાજકોટ ખાતે છે.
વિસાવદર:
વર્ષાબેન હિંમતભાઈ ચીતલિયા (ઉં.વ.83) તે કિરણભાઈ, ભાવેશભાઈ, પારૂલબેન પ્રકાશભાઈ કોટક
(વેરાવળ)ના માતા તેમજ માધવભાઈ (દ્વારકેશ ડાયગ્નોસીસ, જૂનાગઢ)ના દાદીમાં તેમજ માધવપુર
ઘેડ નિવાસી પરમાણંદ ટીડાભાઈ નથવાણીની પુત્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તેમજ
પિયર પક્ષની સાદડી તા.1ના સાંજે 4થી પ.30 ગાયત્રીમંદીર ડોબરિયા પ્લોટ, મુકામે છે.