અંજારનાં
વિમળાબેન અમૃતલાલ પંડયાનું અવસાન
ગાંધીધામ:
મૂળ અંજારના વિમળાબેન અમૃતલાલ પંડયા (ઉં.87) તે સ્વ.અમૃતલાલ હીરજી પંડયાનાં પત્ની,
સ્વ.સાવિત્રીબેન, સ્વ.હીરજીભાઈ રામજીભાઈ પંડયાનાં પુત્રવધૂ, જયશ્રી હરીશ જોષી (મુંબઈ),
ચંદ્રિકા ગૌતમ પાંધી (અમેરિકા), માલતી બીમલ પાંધી (અમેરિકા), જગદીશભાઈ, રશ્મિનભાઈ,
જયેશભાઈનાં માતુશ્રી, તે કાશ્મીરા, મીના, બીના, હરીશ પ્રભાશંકર જોષી, સ્વ.ડો.ગૌતમ મનુભાઈ
પાંધી, બીમલ મનુભાઈ પાંધીનાં સાસુ, કુશ, વિવેક, વિશાલ, બિંદ્રા નિલેશ પંડયા, શ્રદ્ધા
હિરેન જોષી, અંકિતા પંડયા, મિતાલી કુનાલ જોષીનાં દાદી, તે ડો.િનખિલ પાંધી, યોગેશ જોષી,
ડો.િમથિલ પાંધી, ડો.ફાલ્ગુની નીક્કી જોષીનાં નાની, સ્વ.લક્ષ્મીશંકર જાદવજી પંડયા, ગીતાબેન
શાંતિલાલ જોષીનાં ભાભી, સ્વ.ડાઈબેન, તથા સ્વ.મૂળશંકર રામચંદ્ર ધતુરિયાનાં પુત્રી, સ્વ.અનુબેન,
સ્વ.જયંતિલાલ, સ્વ.સુરેશભાઈ, હંસાબેન ભવાનીશંકર જોષી (લંડન)ના બેનનું તા.4ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.7ના સાંજે 4-30થી 5-30, અંબાજી મંદિર હોલ, સેક્ટર 4, ઓસ્લો
ગાંધીધામ છે.
ધોરાજી:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.ચંદ્રકાંત નવલશંકર જોષી (િદનુભાઈ)ના પત્ની દેવ્યાનીબેન
(ઉં.84) તે ભાવેશ તથા હિતેશ (રામ હોસ્પિટલ)ના માતુશ્રી, તે સ્વ.ઘનશ્યામભાઈ, સ્વ.ધીરૂભાઈ,
સ્વ.પ્રફુલ્લભાઈ, સ્વ.સતીશભાઈ, સ્વ.ડોલરબેન, સ્વ.મંજુલાબેનના બેનનું તા.5ના અવસાન થયું
છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, ગાયત્રી મંદિરે રાખેલ છે.
ડોળાસા:
પાંચ પીપળવા તા.કોડીનારના ઉદયસિંહ રાણાભાઈ ડોડીયા (ઉં.7ર) તે વિપુલભાઈ, વિજયભાઈના પિતાશ્રી,
સ્વ.મનુભાઈના નાના ભાઈ, ભુપતભાઈ, દીપુભાઈના મોટાભાઈ, શૈલેષભાઈ, રઘુભાઈના કાકા, હાર્દિકસિંહ
ડોડીયા (યુવા પ્રદેશ પ્રમુખ બીજેપી ગુજરાત), જગદીશભાઈના મોટા બાપુજીનું તા.4નાં અવસાન
થયુ છે. બેસણુ તા.6નાં કોમ્યુનિટી હોલ, પાંચ પીપળવા, તા.કોડીનાર છે.
મોરબી:
પડધરી નિવાસી હાલ મોરબી સ્વ.વૃજલાલ રવજીભાઈ પટેલના પુત્ર લલીતકુમાર (ઉ.79) તે ધિરજલાલ
વિરપાળ ગાંધીના જમાઈ, દિપીકાબેન કિરીટકુમાર શેઠના મોટાભાઈ, વૈશાલીબેન, કલ્પેશભાઈના
પિતાશ્રી, ચેતનકુમાર, પ્રિતીબેનના સસરા, નવ્યાના દાદાનું તા.પનાં અવસાન થયું છે. ઉઠમણુ
તા.7નાં સવારે 10 કલાકે ત્યારબાદ પ્રાર્થનાસભા દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર
રોડ, મોરબી છે.
રાજકોટ:
રામચંદ્રસિંહ જીવુભા રાયજાદા (સોંદરડા) હાલ વાંકાનેર તે માધવીબા, દિગ્વિજયસિંહ ભરતસિંહ
જાડેજા (ધ્રોલ)નાં પિતાશ્રી, સ્વ.રણજીતસિંહ જીવુભા રાયજાદા, સ્વ.િદલિપસિંહજી, સ્વ.મહિપતસિંહના
લઘુબંધુ, પ્રદ્યુમ્નસિંહ જીવુભા રાયજાદાનાં મોટાભાઈનું તા.પનાં અવસાન થયું છે.
પોરબંદર:
નરેન્દ્રભાઈ જે. અમલાણી (ઉ.78) તે જગદીશભાઈ, ગોરધનભાઈ, વાસંતીબેનના ભાઈ, ધનજીભાઈ પી.
નથવાણીના જમાઈનું તા.પના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6નાં સાંજે 4.1પ થી 4.4પ લોહાણા
મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.
રાજકોટ:
મનસુખભાઈ પોપટભાઈ કારેલિયા (ઉ.90) તે ગોંિવંદભાઈના પિતાશ્રી, સંજયભાઈ, વિજયભાઈના દાદાનું
તા.4નાં અવસાન થયું છે. બેસણુ તા.6નાં શુક્રવારે સાંજે 4 થી 6 અમરનાથ મહાદેવ મંદિર,
બોલબાલા રોડ, રાજકોટ ખાતે છે.
મોરબી:
સુશીલાબેન મગનદાસ નિમાવત (ઉ.97) તે સ્વ.ભાનુપ્રસાદભાઈ, જીતેન્દ્રભાઈ (બકાભાઈ), જયેશભાઈ
નિમાવતના માતુશ્રીનું તા.4નાં અવસાન થયું છે.
બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 રામ મહેલ મંદિર, દરબારગઢ મોરબી છે.
વાંકાનેર:
સ્વ.નવલચંદ ભાઈચંદ દોશીનાં પત્ની રસીલાબેન (ઉ.83) તે યોગેશભાઈ, પ્રજ્ઞાબેનના માતુશ્રી,
જીનાબેન, સ્વ.કમલકુમારના સાસુ, જીનયના દાદી, કિંજલ, આરોહી, જીનાલીના નાની, વ્રજલાલ
સંઘરાજ સોલાનીની દિકરીનું તા.4ના અવસાન થયું છે. બેસણુ તા.6નાં સવારે 10 કલાકે જૈન
ઉપાશ્રય, મેઈન બજાર, વાંકાનેર છે.
સાવરકુંડલા:
દરજી મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિના રવીન્દ્રભાઈ મનસુખભાઈ યાદવ (રવાણી), તે પિયુષભાઈના
પિતાશ્રીનું તા.રનાં અવસાન થયું છે. બેસણુ તા.6નાં સવારે 8 થી પ શ્રમજીવી નગર શેરી
નં.3, સાવરકુંડલા છે.
રાજકોટ:
હરેશભાઈ શાંતિલાલ બાટવીયા (ઉ.77) તે શાંતિલાલ નાનજી બાટવીયાનાં પુત્ર, પુષ્પાબેનના
પતિ, સોનલબેન પોપટ, જતીનભાઈ બાટવીયા, રૂપેશભાઈ બાટવીયાનાં પિતાશ્રી, વિજયકુમાર રામભાઈ
પોપટનાં સસરા, મોરબી નિવાસી સ્વ.જયંતીલાલ જેઠાલાલ સોમૈયાના જમાઈ, ભારતીબેન સુરેશભાઈ
માણેક, સુરેશભાઈ બાટવીયા, ગીરીશભાઈ બાટવીયાના મોટાભાઈનું તા.4નાં અવસાન થયું છે. જૂનાગઢ:
ચોલિયાણા નિવાસી પથુભાઈ જમનાદાસ ઘેડીયા (ઉ.84) તે શિવલાલભાઈના લઘુબંધુ, જસવંતભાઈ, ઉષાબેન
અને હીરાબેનના ભાઈ, દિલીપભાઈ (લાલો), વિજયભાઈ ઘેડીયા, નીમુબેન સિંધવા અને સંધ્યાબેન
લખલાણીના પિતાશ્રી, રાજ, યુવરાજના દાદાનું તા.4ના અવસાન થયું છે. બેસણુ તા.7નાં સાંજે
3 થી પ તેમના નિવાસ સ્થાન, ચોલીયાણા છે.
ગેંડલ:
હરેશભાઈ કાનજીભાઈ બોરીસાગર (ગોંડલ નગરપાલિકા કરવેરા અધિકારી) તે ધર્મેન્દ્રભાઈના મોટાભાઈ,
વિરાજભાઈ, વૈદિકભાઈના પિતાશ્રી, જયશ્રીબેન પ્રફુલભાઈ મહેતા (જૂનાગઢ)ના મોટાભાઈ, જટાશંકરભાઈ
પ્રભાશંકરભાઈ પંડયા (િવસાવદર)ના જમાઈનું અવસાન થયું છે. બેસણુ તા.9ના 4 થી 6 કાશી વિશ્વનાથ
મહાદેવ મંદિર, ગોંડલ તેમજ વિસાવદર મુકામે તા.12નાં 4 થી 6 જે.પી.પંડયાના નિવાસ સ્થાન
વોરા મસ્જિદ બસ સ્ટેન્ડ રોડ, વિસાવદર છે.
ઉપલેટા:
ઉપલેટા નિવાસી હાલ જૂનાગઢ સ્વ.પોપટભાઈ કાનજીભાઈ આચાર્ય (િરટાયર્ડ એસટી કર્મચારી) તે
નીલીમાં જોશીના પિતાશ્રી, જયેશકુમાર જોશીના સસરા, કૌશિકભાઈ આચાર્ય (એડવોકેટ, અમદાવાદ)
અને અશ્વિનભાઈ આચાર્ય (ઉપલેટા રીટાયર્ડ એસટી)ના કાકાનું તા.4નાં અવસાન થયું છે. બેસણુ
તા.6નાં 4 થી પ કલ્યાણ નગર સોસાયટી, કોમ્યુનિટી હોલ, બહાઉદ્દીન કોલેજની સામે, જૂનાગઢ
છે.
જામનગર:
મોહનલાલ મોરજરિયા (ઉં.82) તે લક્ષ્મીદાસ ઓધવજી મોરજરિયાના પુત્ર તેમજ હીરજીભાઈના ભત્રીજા
અને સ્વ.મગનભાઈ, સ્વ.મોરારજીભાઈ અને સ્વ.હરિદાસભાઈના ભાઈ તથા વિજયભાઈ, અજયભાઈ, રમેશભાઈ
અને ગીતાબેન અભયકુમાર રાયઠઠ્ઠાના પિતા તેમજ સ્વ.ગગુભાઈ સુંદરજીભાઈ પાઉં (ભાણવડ)ના જમાઈ
અને મીત, વિશ્વા, ધૃવિલ, તૃષિત, સૌમ્ય, પુર્વીશ અને ધ્યાનના દાદા તથા કામાક્ષીના નાનાનું
તા.5ને ગુરુવારે અવસાન થયું છે. ઉઠમણું અને શ્વસુર પક્ષની સાદડી તા.6ને શુક્રવારે સાંજે
4-30 થી 5, તેમના નિવાસ સ્થાન, શ્રી યમુના કુંજ, રઘુવીર સોસાયટી, અટલ ભવન પાછળ, જનતા
ફાટક, ફાયર બ્રિગેડ પાસે, જામનગર ખાતે છે.