• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

avsan nondh

પૂર્વ સંયુક્ત માહિતી નિયામક દીપકભાઈ ભટ્ટની કાલે અમદાવાદમાં પ્રાર્થના સભા

રાજકોટ: પૂર્વ સંયુક્ત માહિતી નિયામક દિપકભાઈ નિર્ભયભાઈ ભટ્ટ (ઉ.76) તે રેખાબેન (નિવૃત્ત અધિકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના પતિ, ભાર્ગવભાઈ (સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ એક્સિસ બેંક અમદાવાદ), મૈત્રીબેન હસીતભાઈ મહેતા (રાજકોટ)ના પિતા, ઉષાબેન ચીમનભાઈ પાઠક (રાજકોટ), તરૂબેન હરીશભાઈ પાઠક (ઈંદોર), દત્તાબેન મહેન્દ્રભાઈ દવે (રાજકોટ), ભારતીબેન ભરતભાઈ દવે (રાજકોટ), પત્રકાર બંધુ હેમેનભાઈ ભટ્ટ (નિવૃત્ત ફૂલછાબ), નૈષધ ભટ્ટ (નિકુ ભટ્ટ પત્રકાર - આઝાદ સંદેશ)ના મોટાભાઈ, યુવરાજના દાદા, અદિતી, મહેકના નાનાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા અમદાવાદ ખાતે તા.23ને ગુરૂવારે સાંજે 4 થી 6, ંિસંધુભવન, એસ.જી.હાઈવે, અમદાવાદ ખાતે છે.

 

 

રાજકોટ: ધારી નિવાસી હાલ રાજકોટ ગુણવંતભાઇ મનસુખભાઇ ભાયાણી (ઉ.78) તે સ્વ. ભાવનાબેનના પતિ, ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. પૂર્ણાબાઇ મહાસતીજીનાં સંસારી ભાઇ, નીતા સંજયકુમાર દામાણી, નીપા મનીષકુમાર મહેતા, મનીષા ભૌતિકભાઇ સંઘવી, પારસ ગુણવંતભાઇ ભાયાણીના પિતાશ્રી, પૂજા પારસભાઇ ભાયાણીના સસરા, જૈનમ અને મિત્રમના દાદા, બાબુલાલ ભુરાભાઇ ઉદાણીના જમાઇનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.24ના સવારના 10 થી 11, પ્રાર્થના સભા 11 થી12 શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુમાં, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

ધોરાજી: ચોરેરા પરિવારનાં સ્વ. નટવરલાલ હરિદાસ ચોરેરાનાં પત્ની નિર્મલાબેન તે આનંદભાઇ, કશ્યપભાઇ, નિતીનભાઇ, પુજાબેન હિમાંશુકુમાર રાડીયાનાં માતુશ્રી,  સ્વ. નગીનદાસ રણછોડદાસ અભાણી, સ્વ. વિનોદચંદ્રના બહેનનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના મોસાળ પક્ષની સાદડી સાથે સાંજે 4 થી 6 માતુશ્રી ધામેચા લોહાણા મહાજનવાડી, જૂનાગઢ રોડ, ધોરાજી છે.

મોરબી: રણછોડભાઇ મલ્લુભાઇ દસાડીયા (ઉ.83)નું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6 વાણંદ જ્ઞાતિની વાડી, ઝવેરી શેરીના નાકે મોરબી ખાતે છે. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે.

કોડીનાર: છારીયા ઉનેવાળ બ્રાહ્મણ હંસાબેન નવલશંકર જાની (ઉ.81) તે નવલશંકર જાનીના પત્ની, ભરતભાઇ જાની (કોડીનાર), ચેતનભાઇ જાની (રાજુલા), આશાબેન ઓઝા (અમદાવાદ)ના માતુશ્રી, વિરેનભાઇ (ભરૂચ), દેવેનભાઇ (અમદાવાદ) તથા આશુતોષભાઇના દાદીનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના 4 થી 6 મન મંદિર રેસીડેન્સી-1, છતડીયા રોડ, મહાકાલેશ્વરના મંદિરે રાજુલા ખાતે તથા  કોડીનાર બ્રહ્મપુરી ખાતે તા.27ના સાંજે 4 થી 6 બેસણું છે.

રાજુલા: રેવાશંકર શિવશંકર પંડયા (ઓથા વાળા)શાત્રીનાં પત્ની, યશોમતીબેન (ઉ.80)  તે હરદતભાઇ, સ્વ. અરવિંદભાઇ, રમેશભાઇ શિવશંકરભાઇ પંડયા, સ્વ. કમળાબેન બી. પુરોહિતના મોટા ભાભી, પંડયા જાગૃતિબેન તથા ભાવિકાબેન સુધીરભાઇ રાજ્યગુરૂ, સ્વ. પરાશરભાઇના માતુશ્રી, સુધીરભાઇના સાસુ, સ્વ. અંબાશંકરભાઇ વિરેશ્વર ભટ્ટ (ભાવનગર)ના દીકરી, સ્વ. રેવાશંકરભાઇ, સ્વ. ભાનુશંકરભાઇ, સ્વ. જેન્તીભાઇના ભત્રીજી, સ્વ. જીતેન્દ્રભાઇ નરેન્દ્રભાઇ ભટ્ટ, સ્વ. ઉષાબેન જગદીશભાઇ પંડયા, વર્ષાબેન દિવ્યાંગભાઇ ત્રિવેદી તેમજ દક્ષાબેન જીગ્નેશભાઇના મોટા બેનનું અવસાન થયું છે. સાસરી પક્ષ, પિયર પક્ષની સંયુકત સાદડી, તા.23ના સાંજે  3 થી 5-30 ગુરૂબાગ, ગાયત્રીનગર રોડ, મહુવા છે.

જૂનાગઢ: સોનલબેન બકુલભાઈ તૈલી (ઉ.52) તે બકુલભાઈ દ્વારકાદાસભાઈ તૈલીના પત્ની, તે સ્વ.દ્વારકાદાસ દેવચંદભાઈ તૈલીના પુત્રવધુ, તે જેતપુર નિવાસી હાલ જૂનાગઢ ભૂમિત તૈલી અને બંસી તૈલીના માતુશ્રી, હેમાંશી તૈલીના સાસુ, બિપીનભાઈ, ગીરીશભાઈના નાનાભાઈના પત્ની,

અુશ્વનભાઇ, જીતુભાઇના ભાભી, તે કોડિનાર નિવાસી વૃંદાવનદાસ મોહનલાલ જીમુલીયાના દીકરી, સ્વ.વિનોદભાઈ તથા સુધીરભાઈ, મુકેશભાઈના બેનનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4 થી 5, ભૂતનાથ મંદિર સત્સંગ હોલ, બહાઉદીન કોલેજ સામે, જૂનાગઢ છે.

જેતપુર: બ્રહ્મક્ષત્રિય સ્વ.જયેન્દ્રભાઈ હેમરાજભાઈ કકૈયાના પત્ની પુષ્પાબેન (ઉ.75) તે બ્રિજેશભાઈ જયેન્દ્રભાઈ કકૈયા, વર્ષાબેન, હીનાબેન, જયશ્રીબેન, નીપાબેન, વિમલબેન, અંકિતાબેનના માતુશ્રી, મીનાક્ષીબેનના સાસુ, વત્સલના દાદીનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4 થી 6, બ્રહ્મક્ષત્રિય વાડી, ફુલવાડી વિભાગ નં.4 ખાતે છે.

રાજકોટ: ગોદાવરીબેન અમૃતલાલ દતાણી (ઉ.86) તે દ્વારકા નિવાસી સ્વ.પરષોત્તમ રામજી મજીઠીયાના દીકરી, સ્વ.અમૃતલાલ હરીદાસ દતાણીના પત્ની, સ્વ.ઈન્દુબેન મંજુબેન, કિશોરભાઈ, ભરતભાઈના માતુશ્રીનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4-30 થી 5-30, કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

મેંદરડા: અરણીયાળા નિવાસી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.કાનજીભાઈ હરીશંકરભાઈ પુરોહીતના પુત્ર જયસુખભાઈ (ઉ.75) તે દક્ષાબેનના પતિ, સ્વ.કેશવલાલભાઈ, સ્વ.જયંતિભાઈ, સ્વ.વાસુદેવભાઈના નાનાભાઈ, શરદભાઈ, ભાર્ગવભાઈ, જીજ્ઞાસાબેન પારસભાઈ ભટ્ટના પિતાશ્રી, સ્વ.મનસુખભાઈ કાનજીભાઈ ભટ્ટ (મજેઠી)ના જમાઈ, સ્વ.રમેશભાઈ, અશોકભાઈ, સ્વ.કિશોરભાઈ તથા મહેશભાઈ તથા શૈલેષભાઈના બનેવીનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સંયુક્ત સાદડી તા.23ના સાંજે 4 થી 5, યોગેશ્વર વિદ્યામંદિર, અરણીયાળા છે.

પોરબંદર: હેમલતાબેન સુંદરજીભાઈ કારીયા (ઉ.88) તે કિશોરભાઈ, નીરૂભાઈ, સ્વ.કિરીટભાઈ અને ભરતભાઈના માતુશ્રીનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ના 3-30 થી 4, લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમા ભાઈ-બહેનોની સંયુક્ત છે.

પોરબંદર: કંચનબેન કાંતિલાલ જોષી (ઉ.86) તે સ્વ.કાંતિલાલ ગોકળદાસ જોષીના પત્ની, સ્વ.પ્રવીણભાઈ, કમલેશભાઈ, કીર્તિદાબેન, પ્રજ્ઞાબેન, મીનાબેનના માતુશ્રીનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.24ના 4 થી 5, મહેર બોર્ડીંગ રોડ પર પાટા ઉતાર ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને છે.

પોરબંદર: રશીદાબેન બદરૂદીન સાદીકોટ (ઉ.80) તે ફખરૂદીનભાઈ, મુસ્તફાભાઈ, નિસરીનબેન (ધોરાજી), તશનીમબેન (રાજકોટ)ના ફઈનું તા.20ના અવસાન થયું છે. જીયારતના સીપારા તા.23ના બુરહાની મસ્જીદ ખાતે રાખેલ છે.

ગોંડલ: ગુજરાતી મચ્છુ કઠીયા દરજી ચમનલાલ તુલસીદાસ રાઠોડ તે ઉર્મીલાબેન ચમનલાલ રાઠોડના પતિ, દિવ્યેશભાઈ, ભારતીબેન દિનેશકુમાર પરમાર (ઉપલેટા), આરતીબેન અમીતકુમાર ચાવડા, જલ્પાબેનના પિતાશ્રી, સ્વ.ગોવિંદભાઈ પ્રાગજીભાઈ સોલંકી (રાજકોટ)ના જમાઈનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, ગુજરાતી મચ્છુ કઠીયા વાડી (દરજીની વાડી), ભોજરાજપરા શેરી નં.9/2નો ખુણો, આર.ડી.સી. બેંકની બાજુમાં, ગોંડલ છે.

રાજકોટ: મુળ બગસરા વડિયાના વતની હાલ રાજકોટ વખારીયા ચંદ્રકાંતભાઈ ગોકળદાસ (ચંદુભાઈ મેતાજી)(ઉ.73) તે હીરેન (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.) તથા ક્રિષ્ના વત્સલભાઈ જનાણીના પિતાશ્રીનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 5-30, જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ છે.

મોરબી: શિવકુમારભાઈ લેખરાજભાઈ જોષી (ઉ.74) તે સ્વ.લેખરાજભાઈ જોષી (જોષી સોલ્ટ-માળિયા)ના પુત્ર, વિનોદભાઈ તથા પ્રમોદભાઈના પિતાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4 થી 6, કાયાજી પ્લોટ-3, ભવાની સોડાની સામેની શેરીમાં, રવાપર રોડ, મોરબી છે.

ભાડલા: ચંદ્રકાંત પિતાંબરદાસ કુબાવતનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સવારે 10 થી સાંજે 5 સુધી છે.

રાજકોટ: શ્રી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન રાજકોટ નિવાસી હાલ અંધેરી-મુંબઈ નલીનીબેન (ઉ.75) તે સુરેશભાઈ અમીચંદભાઈ ભીમાણીના પત્ની, કલ્પેશ, તુષારના માતુશ્રી, જેની કલ્પેશના સાસુ, હર્ષ-ખુશીના દાદી, રાજકોટ નિવાસી સ્વ.હરસુખલાલ પ્રાણજીવન મડીયાના પુત્રી તા.20ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાજકોટ: ઈન્દીરાબેન જયસુખલાલ દેશાઈ (ઉ.92) તે મુકેશભાઈ, કેતનભાઈ, પારસભાઈના માતૃશ્રીનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સવારે 10 થી 11, પ્રાર્થનાસભા સવારે 11 થી 12, પારસધામ દેરાસર, ફાયર બ્રિગેડ સ્ટેશનની પાછળ, ઓફ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ, ઓફ યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

રાજકોટ: રૈયા નિવાસી વાઘજીભી હરિસિંગજી ચાવડા (ઉ.67) તે ગંભીરસિંહ, લખધીરસિંહના પિતાશ્રીનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.22ના સાંજે 4 થી 6, ખોડિયાર મંદિર, રૈયા ગામે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025