રાજકોટ: સ્વ.મંજુલાબેન ગોહેલ (ઉ.8ર) તે સ્વ.મનસુખભાઈ શામજીભાઈ ગોહેલના પત્ની, સ્વ.કિરીટભાઈ, પ્રફુલભાઈ, વિજયભાઈ, ચેતનાબેન કિશોરકુમાર અને રાજકોટ મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિના કાર્યકારી મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈના માતુશ્રીનું તા.પના અવસાન થયું છે.
વાંકાનેર: મુળ ચરાડવા નિવાસી હાલ વાંકાનેર રાજપુત સમાજના પ્રમુખ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, જીવન બેંકના પૂર્વ ડીરેક્ટર વજુભા સજુભા ઝાલા (ઉ.81) તે ડૉ.ચંદ્રસિંહ, ભુપતસિંહ તથા પ્રતાપસિંહના ભાઈ, ધર્મેન્દ્રસિંહના પિતાશ્રી, ક્રિપાલસિંહ, અજયસિંહ, શક્તિસિંહ, હરપાલસિંહ, ધ્રુવદેવસિંહ, ચિરાગસિંહ તથા ધર્મરાજસિંહના કાકાનું તા.રના અવસાન થયું છે. બેસણુ તા.7નાં સાંજે 4 થી 6 જડેશ્વર રોડ, સિવીલ હોસ્પીટલ સામે, ડી.વાય.એસ.પી. ઓફીસની બાજુમાં વાંકાનેર છે.
ગઢડા (સ્વામીના): જેન્તીભાઈ નાનુભાઈ બારોટનાં પત્ની દમયંતીબેન (ઉં.પ8) તે યોગેશભાઈ બારોટના માતુશ્રીનું તા.13નાં અવસાન થયું છે.
પોરબંદર: હંસાબેન મગનલાલ માખેચા (ઉ.78) તે મગનલાલ મુળજીભાઈ માખેચાના પત્ની, જીતેશભાઈ, શીતલબેન જે. દત્તાણીના માતુશ્રીનું તા.પના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6નાં 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ: અમતાબેન ઝવજતે હકીમુદ્દીનભાઈ ઈશમાઈલજી જોડીયાવાલા તે આશિકભાઈ, શીરાજભાઈ, ઉમેનાબેન તાહેરભાઈ ત્રવાડી, રેહાનાબેન તાહેરભાઈ કપાસીના માતાનું તા.3નાં અવસાન થયું છે. બેસણુ તા.7ના સાંજે પ થી 6 લાતી પ્લોટ, શેરી નં.8, આશાપુર બિલ્ડીંગ પાસે, અમારા ડેલા, એ.આર.ટીમ્બર માર્ટ ખાતે છે.
તળાજા: વિજયસિંહ કિશોરસિંહ વાળા (ઉ.4ર) તે કિશોરસિંહ અખુભા વાળા (નગરપાલિકા)ના પુત્ર, સ્વ.સમરસિંહ, સ્વ.કુમારસિંહના ભત્રીજા, જયરાજસિંહ (મુંબઈ), રાજેન્દ્રસિંહ (મુંબઈ), વિરભદ્રસિંહ (મુંબઈ), મહેન્દ્રસિંહ (મુંબઈ), અજયસિંહના નાના ભાઈ, હરદિપસિંહ (એચ.કે.વાળા-નાગરીક બેંક તળાજા), સંજયસિંહ (એસ.કે.વાળા), ઈન્દ્રજીતસિંહ (આઈ.કે.વાળા, શહેર પ્રમુખ ભાજપ તળાજા)ના મોટાભાઈ, જયવિરસિંહ વિજયસિંહ વાળાના પિતાશ્રી, પ્રવિણસિંહ, હારીતસિંહ, સહદેવસિંહ, જયદેવસિહ, રામદેવસિંહના ભત્રીજાનું તા.4નાં અવસાન થયુ છે. સાદડી (બેસણુ) તા.6 થી તા.8 વાળા ક્ષત્રિય સમાજની વાડી, દરબારગઢ, તળાજા છે તથા તા.10ના તેમના નિવાસ સ્થાન શાત્રી નગર ખાતે છે.
મોરબી: કાંજીયા રાજેશભાઈ મોહનભાઈ (વાણંદ)ના પુત્ર વિનોદભાઈ (વિનુભાઈ)(ઉ.54) તે જય, યશના પિતાશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષ સાથેનું તા.7ના સાંજે 4 થી 6, ગુ.હા.બોર્ડ કોમ્યુનિટી હોલ, છોટાલાલ પેટ્રોલપંપ વાળી શેરી, શનાળા રોડ, મોરબી છે.
રાજકોટ: વાસુદેવભાઈ હરજીવનભાઈ મહેતા (ઉ.69) તે સ્વ.નટવરભાઈ હરજીવનભાઈ મહેતાના મોટાભાઈ, સંદીપભાઈ અને ભારતીબેન કેતનકુમાર જોષીના પિતાશ્રી, દેવલબેન નટવરભાઈ મહેતા, દિવ્યાબેન જીજ્ઞેશકુમાર ચાઉ, હિરલબેન ધાર્મિકકુમાર જોષીના મોટાબાપુનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6, સોમનાથ મહાદેવ મંદિર, ન્યુ રામેશ્વર સોસાયટી, શેરી નં.6, વિરાટ ચોક, બોલબાલા રોડ, નાલંદા સ્કૂલ પાસે, રાજકોટ છે.
મુંબઈ: સ્વ.રવીન્દ્રભાઈ મનુભાઈ ચાવડાના પત્ની મીનાબેન તે તેજભાઈ ચાવડા, પૂજાના માતુશ્રી, રિયા, કૃષાના દાદી, જીજ્ઞાબેન તથા નિખિલ ચોખાણીના સાસુ, હરિભાઈ સોલંકીના દીકરી, હસમુખ ચાવડા, રાજેન્દ્ર ચાવડા, સુધાબેન નવીનભાઈ તેમજ મંજુબેન ચાવડાના ભાભીનું તા.3ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સાદડી તા.6ના મુંબઈમાં રાખેલ છે.
રાજકોટ: બ્રહ્મક્ષત્રિય રમણીકલાલ કેશવજી છાંટબાર (બાબરાવાળા)(ઉ.90) તે શરદભાઈ અને મહેન્દ્રભાઈ છાંટબાર તેમજ ચંદ્રિકાબેન જાડા, ભૃગુલતાબેન જગડ, ક્રિષ્નાબેન જાજલના પિતાશ્રી, હાર્દિક, દિક્ષીત, આકાશ, તુલસી જસાણીના દાદા, મનુભાઈ, ભુપેન્દ્રભાઈ, સ્વ.વજુભાઈ છાંટબાર (દુલારી)ના કાકાનું તા.31ના સુરત મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા (બેસણું) તા.6ના ગુરૂવારે સાંજે 4 થી 6, રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ ખંડ, મનહર પ્લોટ, રાજકોટ છે.
રાજકોટ: મુળ અલીયાબાડા હાલ રાજકોટ સોની નિર્મળાબેન મનહરલાલ ઘેડિયા (ઉ.71) તે મનહરલાલ નથુભાઈ ઘેડિયાના પત્ની, સ્વ.ઈશ્વરલાલ, અનંતરાય, ઉમેદભાઈના ભાઈના પત્ની, જયેશભાઈ, દિલીપભાઈ તથા રાજેશભાઈના કાકી, સ્વ.જેચંદભાઈ પાનાચંદ ભાયાવદરવાળાની દીકરીનું તા.5ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું તા.6ના સવારે 10 થી 11, ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.
રાજકોટ: મુળ ગામ રીબડાવાળા સ્વ.શિવલાલ ડાયાલાલ પારેખના પુત્ર પ્રવિણચંદ્ર (ઉ.76) તે સ્વ.પ્રાગજીભાઈ રવજીભાઈ પાટડીયાના જમાઈ, સ્વ.રમણીકલાલ, સ્વ.ગીરધરલાલ નાનાભાઈ, દિવ્યેશભાઈ, જયેશભાઈ, રશ્મિ અનીલકુમાર રાણપરા, નમ્રતા પરેશકુમાર આડેસરાના પિતાશ્રી, ધ્રુવીના દાદાનું તા.3ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.6ના સવારે 10 થી 11-30, 6-મનહર પ્લોટ, ઈશાન ગોલ્ડ, રાજકોટ છે.
રાજકોટ: શારદાબેન તારાચંદભાઈ શાહ (ઉ.96) તે મહેન્દ્રભાઈ, ચંદ્રકાન્તભાઈ, હર્ષદભાઈ, લલીતભાઈ તથા મુકેશભાઈના માતુશ્રી, સમૃદ્ધ, ચિરાગ, હર્ષિત, ધૈર્ય, ધાર્મી, શ્રુતિ, પુનમ, વિધિ, પ્રકૃતિ, પંક્તિના દાદીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.6ના સવારે 10 થી 11, નવદુર્ગા હોલ, યુનિવર્સિટી રોડ, ધોળકીયા સ્કૂલ સામે, રાજકોટ છે.
જામનગર: સ્વ.મહેન્દ્રભાઈ (ચકાભાઈ) રતિલાલ રાયઠઠ્ઠા (મુળ સિક્કાના રહેવાસી) તે નીતાબેન જયંતિલાલ માણેક, બેનાબેન (જશુબેન), સુરેશભાઈ બદીયાણી (સલાયાવાળા), અરૂણાબેન પરેશકુમાર, વર્ષાબેન માઈકલભાઈ પોપટના ભાઈ, બેડવારા બાબુલાલ લક્ષ્મીદાસ રાયઠઠ્ઠા, ધીરૂભાઈ લક્ષ્મીદાસ રાયઠઠ્ઠા અને દુર્લભજી લક્ષ્મીદાસ રાયઠઠ્ઠાના ભત્રીજાનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સાંજે 4 થી 4-30, સાધના કોલોની સ્થિત જલારામ મંદિર, જામનગર છે.
જામનગર: ગુજરાતી શ્રીગોડ માળવીય બ્રાહ્મણ ભારદ્વાજ ગૌત્ર મહેતા પરિવાર સમાણા નિવાસી હાલ જામનગર સ્વ.રસિકલાલ મુળશંકર મહેતાના પુત્ર સુધીરભાઈ રસિકલાલ મહેતાનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું, બેસણું બંન્ને પક્ષનું તા.7ના સાંજે 4 થી 5-30, નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, પંચવટી કોલેજ પાસે, જામનગર છે.
રાજકોટ: રાજકોટ નિવાસી ગુર્જર સુથાર સ્વ.માધવજીભાઈ કાનજીભાઈ કથ્રેચાના પુત્રવધુ અને સ્વ.ગુણવંતરાય માધવજીભાઈ કથ્રેચાના પત્ની હંસાબેન તે પિયુષભાઈ (રાજુભાઈ), કમલેશભાઈ, માલતીબેન પ્રશીલકુમાર અઘેરાના માતુશ્રી, પ્રશીલકુમાર રમણીકભાઈ અઘેરાના સાસુ, સ્વ.નટવરભાઈ માધવજીભાઈ કથ્રેચાના નાના ભાઈના પત્ની, સ્વ.મહેન્દ્રભાઈ માધવજીભાઈ કથ્રેચા, સ્વ.ચંદ્રિકાબેન, સ્વ.નીલમબેન, ગં.સ્વ.રસીલાબેન, મેનાબેન, ગુણવંતીબેન, લતાબેનના ભાભી, કુમનદાસ નાગજીભાઈ વિસરોલીયાના દીકરીનું તા.2ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષનું બેસણું તા.7ના સાંજે 4 થી 6, પુનમ સોસાયટી, સરદારનગર મેઈન રોડ, પટેલ બોર્ડીંગ પાસે, હરિ ઓમ જનરલ સ્ટોરની બાજુમાં, રાજકોટ છે.
રાજકોટ: સ્વ.હિતેશભાઈ ગુણવંતરાય પંડયાના પત્ની યુતીબેન હિતેશભાઈ પંડયા, તે કુમારી ધૈર્યાના માતુશ્રી, મહેશભાઈ પંડયા નાના ભાઈના પત્ની, એડવોકેટ સ્વ.કિરીટભાઈ મથુરદાસ જોષીની પુત્રી, એડવોકેટ પ્રશાંતભાઈ જોષીની ભત્રીજી, ભારીત જોષીની બહેનનું અવસાન થયું છે. બેસણું તા.6ના 4 થી 6, અક્ષત, બ્રહ્મ સમાજ સોસાયટી, બ્રહ્મ સમાજ મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ છે.
ધોરાજી: વિશાલભાઈ ધનસુખભાઈ વેડીયા (ઉ.46) તે નીતેશભાઈના નાનાભાઈ, શિલ્પાબેન રાજેશકુમાર સાહોલીયાના ભાઈ, રાજવીના પિતાશ્રી, નિશિતના કાકાનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું, બેસણું તા.6ના સાંજે 4 થી 6, બ્રાહ્મણ વાડી, વઘાસીયા ચોક પાસે, ધોરાજી છે.
ભાવનગર: સ્વ. અરવિંદભાઈ અનંતરાય ભટ્ટનાં પત્ની સુષ્માબેન (લાભુબેન) અરવિંદભાઈ ભટ્ટ (ઉં.68) તે સ્વ.અનંતરાય લક્ષ્મીશંકર ભટ્ટ (ભટ્ટની ખડકી, ભગાતળાવ)નાં પુત્રવધૂ, જયવંતભાઈ ભટ્ટ (પત્રકાર, ભાવનગર)નાં માતા, ડો.પ્રીતિબેન જયવંતભાઈ ભટ્ટ (ડો.બાબાસાહેબ આંબેડકર યુનિ., ભાવનગર)નાં સાસુ, સ્વ.પુષ્પાબેન ગજેન્દ્રકુમાર ત્રિપાઠી (અમદાવાદ), ઉર્મિલાબેન ઈન્દ્રવદન ભટ્ટ (ભાવનગર)નાં ભાભી, સ્વ.હરિનંદભાઈ ભટ્ટ (મહાનગરપાલિકા, ભાવનગર)નાં નાનાભાઈનાં પત્ની, હેમાંશીબેન (અમદાવાદ), છાયાબેન (અમદાવાદ), હેમાલીબેન (ભાવનગર), દીપકભાઈ (મહાનગરપાલિકા, ભાવનગર), જલ્પાબેન (અમદાવાદ)નાં કાકી, હર્ષ, હિત, યથાર્થનાં દાદી, ગજાનંદભાઈ ભાલચંદ્ર રાવલ (પત્રકાર, અમદાવાદ), સ્વ.ભૂપતભાઈ છેલશંકર રાવલ (ખાંભડા), સ્વ.મધુસુદન ભાલચંદ્ર રાવલ (અમદાવાદ)નાં બેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું (સાદડી) તા.7ના સાંજે 4-30થી 6-30, દીપક મેમોરિયલ હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર છે.
ચક્ષુદાન
રાજકોટ: નીરૂબેન ભુપેન્દ્રભાઈ ગાંધીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. તે ખુબ જ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 628મું ચક્ષુદાન થયેલ છે.
ચોટીલાના પત્રકાર જીજ્ઞેશ શાહનાં માતુશ્રીનું અવસાન, કાલે પ્રાર્થનાસભા
ચોટીલા: ચોટીલા દેરાવાસી જૈન સંઘના પૂર્વ પ્રમુખ સ્વ.કિર્તિભાઈ ભીખાલાલ શાહનાં પત્ની કૈલાશબેન (ઉં.વ.75) તે પાયલબેન પુલીનભાઈ શાહ, પત્રકાર જીજ્ઞેશ શાહ, હેમલ શાહનાં માતુશ્રી, ચંદ્રકાંતભાઈ શાહ (માવાણી)નાં ભાભી, પિન્કીબેન કૌશિકકુમાર શાહ, રાકેશભાઈ શાહનાં મોટા મમ્મી, ધૃવિ, આજ્ઞા, ધૈર્ય, ધાર્મી, અર્હમનાં દાદીનું તા.3ના અવસાન થયું છે.
કૈલાશબેનનાં અવસાનથી ગુજરાતની અખબારી જગતમાં ખૂબ જાણીતા જૂની પેઢીના અખબારી એજન્ટ સ્વ.ભીખાલાલ ચતુરદાસ શાહ પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. પ્રાર્થનાસભા તા.7ને શુક્રવારે સવારે 10થી 11-30, દેરાવાસી જૈન ભોજન શાળા, દેરાસર શેરી, ચોટીલા ખાતે છે.
જેડીટીટીએના પ્રમુખ, જીએસટીટીના જો.સેક્રેટરી વિક્રમસિંહ જાડેજાનું અવસાન
જામનગર: જામનગરમાં ખેલાડીઓના પ્રોત્સાહન અને સ્પોર્ટસમેન સ્પીરીટને સતત વધારવા માટે નોન કોમર્શિયલ સંસ્થાજેડીટીટીએ દ્વારા અનેક ટુર્નામેન્ટનું આયોજન, ટેબલ ટેનીસ રમતને જિલ્લામાં ફરી ધબકતી કરી સંસ્થાના પ્રમુખ વિક્રમસિંહ જાડેજાનું અવસાન થયેલ છે. તેઓ જેડીટીટીએ પ્રમુખ તરીકે, ગુજરાત ટેબલ ટેનિસ એસો.માં જોઈન્ટ સેક્રેટરીનું પદ ધરાવતા હતા. તેઓએ ટેબલ ટેનિસ રમતના પ્રચાર-પ્રસાર માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર જેડીટીટીએ કમિટી મેમ્બર તથા જામનગરના ટેબલ ટેનિસ (ટીટી) એથલીટ વિક્રમસિંહ (બાપુ)ની અચાનક વિદાયથી દુ:ખદની લાગણી અનુભવી રહ્યા છે. બેસણું તા.6ના સાંજે 4 થી 6, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ન્યુ આરામ કોલોની, શેરી નં.3 છેડે, ઉમિયા સ્કૂલ સામેના રોડ, જામનગર ખાતે રાખેલ છે.