• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

avshan nodh

ફૂલછાબના કર્મચારી હરેશભાઈ પરમારના ધર્મપત્નીનું અવસાન : આજે બેસણું

રાજકોટ: મચ્છુ કઠિયા જ્ઞાતિ રાજકોટ નિવાસી હરેશભાઈ કેશવલાલ પરમાર (ફૂલછાબના કર્મચારી)ના ધર્મપત્ની જ્યોત્સનાબેન હરેશભાઈ પરમાર (ઉં.68) તે ટપુભાઈ વશરામભાઈ વાઘેલાના પુત્રી, મેહુલભાઈ, રાજેશભાઈ તથા નીતાબેન મયુરકુમાર પરમારના માતુશ્રી તથા યુગ, કાવ્યા અને યશના દાદી તથા ડોલીબેન, સેજલબેનના સાસુનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના શુક્રવારે સાંજે 4થી 5, નંદેશ્વર મહાદેવ મંદિર, નાણાવટી ચોક પાસે, નંદનવન હવેલીવાળી શેરી, રાજકોટ ખાતે છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. હરેશભાઈ-94274 97551, મેહુલભાઈ-70467 60123, રાજેશભાઈ-98792 00850.

 

દેહદાન

જેતપુર: જેતપુરના બાવાવાળા પરા ઉસદડિયા પરિવારે જેતપુરના 83 વર્ષીય વૃદ્ધા શાંતાબેન ઉસદડિયાના અવસાન બાદ તેમના પરિવારે શોકમગ્ન અવસ્થામાં પણ જાગૃતતા દાખવી તેમનું દેહદાન કરી સમાજને એક નવી રાહ ચીંધી છે. શાંતાબેન ઉસદડિયા અને તેમના પતિએ વર્ષ 2007માં લાયન્સ ક્લબ દ્વારા આયોજીત એક કેમ્પ દરમિયાન સ્વેચ્છાએ દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો. શાંતાબેનના અવસાન બાદ તેમના પરિવારજનો, દિયર છગનભાઈ ઉસદડિયા અને અન્ય સભ્યોએ દુ:ખની ઘડીમાં પણ સ્વસ્થતા જાળવીને શાંતાબેનની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારે જેતપુર લાયન્સ ક્લબનો સંપર્ક કર્યો હતો અને લાયન્સ ક્લબની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને શાંતાબેનનો પાર્થિવ દેહ જૂનાગઢ મેડીકલ કોલેજને અર્પણ કરવાની વ્યવસ્થા કરી હતી.

ચક્ષુદાન

ધોરાજી: ધોરાજીના નિમીતભાઈ વીરેન્દ્રભાઈ ધ્રુવનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.નિમીતભાઈના ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડો.કૃપાબેન કરથગરા અને મેડિકલ ટીમના દિપકભાઈ ભાસ્કર, નિતીન ચુડાસમા વગેરેએ સેવાઓ બજાવી હતી. આ તકે તિલકભાઈ ધ્રુવ, ભવ્યભાઈ ધ્રુવ, પરાગભાઈ શાહ, કાર્તિકેયભાઈ પારેખ, ધુપ્પલ બાલના, કેલ્વીન રાદડીયા વગેરે સ્વજનો હાજર હતા.

રાજકોટ: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મોટા ભાડુકિયાના નિવાસી નીખિલભાઈ દલપતરાય જોષી તે સ્વ.દલપતરાય તથા દિલીપભાઈ, સ્વ.યોગેશભાઈ જોષીના નાનાભાઈ, મિહિરભાઈ, જયભાઈના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.8ના 3થી પ તેમના નિવાસ સ્થાને મોટાભાડુકિયા, તાલુકો કાલાવડ, જી.જામનગર છે.

રાજકોટ: ખીમજીભાઈ (ઉર્ફે ભીખાભાઈ) વાલજીભાઈ ચોટલિયા (ઉં.69) તે સતીષભાઈ, ઘનશ્યામભાઈના પિતાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.પના સાંજે 4થી 6 1/ગુરુકૃપા સોસાયટી, 80 ફૂટ રોડ, આહિર ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: દિલીપભાઈ હિરાચંદભાઈ મસરાણી (ઉં.69) તે સ્વ.પ્રવિણભાઈ, સ્વ.ચિમનભાઈ, હસમુખભાઈ અને રાજુભાઈના ભાઈ, કૌશલભાઈ અને મેઘનાબેન સાકેતકુમાર અનડકટના પિતાશ્રી, સ્વ.ઝવેરચંદ જાદવજીભાઈ કોટકના જમાઈનું તા.4ના અવસાન થયુ છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.પના સાંજે 4થી પ.30 ધારેશશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે છે.

રાજકોટ: હસમુખભાઈ ખોડિદાસભાઈ સોઢા (ઉં.87) તે શોભનાબેનના પતિ, નંદિનીબેન થોભાણી, હર્ષાબેન ખંધડિયા, ભામતિબેન ચંદારાણા, માધુરીબેન પાબારી, હિમાંશુભાઈ તથા યજ્ઞેશભાઈના પિતાનું તા.4ના અવસાન થયુ છે. ઉઠમણું/પ્રાર્થનાસભા તા.6ના બપોરે 3.30થી પ.30 અવધેશ્વર મહાદેવ મંદિર, અયોધ્યા સોસાયટી, નેત્રદીપ હોસ્પિટલની બાજુની શેરી, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભરતભાઈ નટવરલાલ જોશી (પાતળદુના વાળા) (ઉં.69) તે તૃપ્તીબેનના પતિ, પાર્થ (મહાદેવ), કાર્તિકના પિતાશ્રી, ભાલચંદ્રભાઈ, નંદલાલભાઈના ભત્રીજા, નરેન્દ્રભાઈ, ઈન્દિરાબેન જેન્તિલાલ રાવલના નાનાભાઈ, તે સ્વ.પ્રભાશંકર અમૃતલાલ વ્યાસ (ગોંડલ)ના જમાઈનું તા.3ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.પના સાંજે 4.30થી 6 મહાકાલેશ્વર મંદિર માલવિયા ચોક, ગોંડલ રોડ, રાજકોટ છે.

ફલ્લા: મૂળ ગામ મોટા થાવરિયા હાલ મોટા થાવરીયાના રહીશ ધીરજલાલ કાનજીભાઈ સંચાણીયા (ઉં.પ4) તે પરસોતમભાઈના નાનાભાઈ, દૃષ્ટિ અને વિકાસના પિતા, યશના કાકાનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.પના બપોરે 3થી પ તેમના નિવાસ સ્થાન મોટા થાવરિયા (જી.જામનગર) છે.

કોડિનાર: છારિયા ઉનેવાળ બ્રાહ્મણ મહેશભાઈ છગનલાલ પુરોહિત (ઉં.73) તે જશવંતીબેનના નાનાભાઈ નવીનભાઈ, અશ્વિનભાઈના મોટાભાઈ, પરેશભાઈ, હિતેશભાઈ, જીગુબેનના પિતાશ્રી, પાર્થભાઈ, ગ્રેસીબેનના દાદાનું તા.3ના અવસાન થયું છે.

પોરબંદર: જગદીશ અબોટી બ્રાહ્મણ જાદવજીભાઈ મનજીભાઈ પાઠક (ઉ.8ર) તે જનકભાઈ તથા પ્રફુલભાઈના પિતાશ્રી, કિશન અને જયના દાદાનું તા.3ના અવસાન થયુ છે.

જામનગર: સ્વ.જાદવજીભાઈ આણંદજીભાઈ પાલાના પુત્ર જેન્તીલાલ (ઉં.77) તે વનિતાબેન ગિરધરભાઈ રાણીંગાના નાનાભાઈ, કિશોરભાઈના મોટાભાઈ, કૌશિકભાઈ, રાધા પીયૂષકુમાર રાણીંગા (વેરાવળ)ના પિતા, છોટાલાલ ધરમશી રાણીંગાના જમાઈનું તા.3ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.પના 4થી 4.30 પાબારી હોલમાં નીચે સેલરમાં જામનગર છે.

તાલાલા: ઓધવજીભાઈ ભુરાભાઈ વિઠ્ઠલાણી (ઉં.90) તે સ્વ.લક્ષ્મીદાસભાઈના નાનાભાઈ, કેશવજીભાઈના મોટાભાઈ, જડીબેન જીવાણી, પ્રભાબેન પંજવાની, શારદાબેન ખીમાણીના ભાઈ, છગનલાલ લાલજીભાઈ ચાંદ્રાણી (રઘુવંશી ફરસાણ, કોડીનાર)ના જમાઈ, પ્રકાશભાઈ, ભાવેશભાઈ, ગીતાબેન રૂપારેલિયા (જૂનાગઢ), ઈલાબેન ચિતલિયા તથા સ્વ.ચેતનાબેન જીવાણી (વિસાવદર)ના પિતાનું તા.1ના અવસાન થયું છે.

રાજકોટ: ભાણવડ નિવાસી હાલ રાજકોટ સ્વ.રજનીકાંત ગાંડાલાલ મહેતાના પત્ની મંજુલાબેન (ઉં.81) તે ખીમચંદ મનજી વોરા (ધોરાજી)ના દીકરી, પરેશભાઈ, કેતનભાઈ, આશાબેન, સેજલબેનના માતા, મહેશભાઈ, કેતનભાઈ અને કાજલબેનના સાસુ, રાજના દાદી, સાક્ષીના નાનીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સવારે 11 વાગ્યે નાગેશ્વર દેરાસર ઉપાશ્રય નાગેશ્વર જામનગર હાઈવે રાજકોટ છે.

તળાજા: તુર્કી મર્હુમ દિલાવરભાઈ મહમદભાઈના પત્ની મેરૂનબેન (ઉ.6પ) નો અશરફભાઈ (તુર્કી ગ્રાફિક્સ), અફજલભાઈ (પીન્ટુભાઈ) શીહોરના વાલીદા, રસુલભાઈ મમદભાઈ, હાફીઝ હાજી ઉમરભાઈ મમદભાઈ (ભાવનગર)વાળાના ભાભી, હનીફભાઈ, રહીમભાઈ (મહુવા), ફારૂકભાઈ (ભાવનગર)ના કાકી, શેખ વહાબભાઈ અબ્દુલભાઈ, હબીબાણી સમીરભાઈ દિલાવરભાઈ બોટાદના સાસુ, હબીબાણી હારૂનભાઈ, મ.દિલાવરભાઈ, ગફારભાઈ (બોટાદ)ના બેનનું તા.4ના અવસાન થયું છે. જીયારત તા.6ના સવારે 9 કલાકે ભાઈઓ માટે જુમ્મા મસ્જિદ બહેનો માટે મદીનાબાગ ઘાંચી જમાત હોલ વાવ ચોક તળાજા છે. હિન્દુ ભાઈઓ માટે બેસણું તા.6ના સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાને ખોજાવાડ તળાજા છે.

ભાવનગર: મર્હુમ હાજીદાદનભાઈ ભિખુભાઈના દીકરા અબ્દુલમજીદભાઈ (ઉં.76) તે મુસ્તુફાભાઈ, ફારૂકભાઈ, મહંમદ હનીફભાઈ (એમ.કે.મોટર ગેરેજ)ના વાલીદ, ઈસ્લીમખા જમાલખા (પેન્ટર)ના સસરા, મર્હુમ અ.સમદભાઈના નાનાભાઈ, મર્હુમ મહેબુબભાઈ, મર્હુમ યુનુસભાઈ, મર્હુમ કાદરભાઈ, રસીદભાઈ, મહંમદભાઈ (કુરેશી ગેરેજવાળા)ના મોટાભાઈ, મર્હુમ ઈસ્લીમખાન અ.રજાકખાન, ઐયુબખાન, મર્હુમ યુનુસખાન, મહેબુબખાન (ઘંટીવાળા)ના બનેવીનું તા.4ના અવસાન થયું છે. જીયારત ભાઈઓ માટે તા.6ના સવારે 8.30 કલાકે આઈશા મસ્જિદ રાણીકા, બહેનો માટેની જીયારત સવારે 10 કલાકે કુરેશી મોટર ગેરેજ પ્લોટમાં રૂવાપરી રોડ, સંચીત નિવાસ ભાવનગર છે.

ઇ-પેપરના નવા શુલ્ક