• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

કેપ્ટન લાથમ અને રચિનની સદીથી વિન્ડિઝ વિરુદ્ધ કિવિઝનો દબદબો પ્રથમ ટેસ્ટમાં 481 રને આગળ

ક્રાઇસ્ટચર્ચ, તા.4: કપ્તાન ટોમ લાથમ (14પ) અને યુવા બેટર રચિન રવીન્દ્ર (176) રનની આક્રમક સદીની મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામેના પહેલા ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે દબદબા સાથે વિજય તરફ આગેકૂચ કરી છે. રમતના ત્રીજા દિવસના અંતે ન્યુઝીલેન્ડના 4 વિકેટે 417 રન થયા હતા. આથી તે વિન્ડિઝથી 481 રને આગળ થયું છે.

રચિન રવીન્દ્રે 18પ દડામાં 27 ચોક્કા અને 1 છક્કાથી 176 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન ટોમ લાથમે 2પ0 દડામાં 12 ચોક્કાથી 14પ રન કર્યાં હતા. લાથમે કેરિયરની 14મી અને રચિને ચોથી સદી કરી હતી. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 279 રનની ભાગીદારી થઇ હતી. કેન વિલિયમ્સન 9, ડવેન કોન્વે 37 અને વિલ યંગ 21 રને આઉટ થયા હતા. માઇકલ બ્રેસવેલ 6 રને નોટઆઉટ રહ્યો હતો. રચિન દિવસની આખરી ઓવરમાં આઉટ થયો હતો. વિન્ડિઝ તરફથી રોચ અને શિલ્ડને 2-2 વિકેટ મળી હતી.

ન્યુઝીલેન્ડના પહેલા દાવમાં 231 અને વેસ્ટ ઇન્ડિઝના 167 રન થયા હતા.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક