• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

ઇન્ટરનેશનલ આઇડિયાની અધ્યક્ષતા ભારતને

દુનિયામાં લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાનાં હિમાયતી જૂથની 2026ની અધ્યક્ષતા ભારતના હવાલે

નવીદિલ્હી, તા.4 : ભારતનું લોકતંત્ર ખૂબ મજબૂત અને દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. જેનાં હિસાબે પહેલીવાર ભારતને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડેમોક્રસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટંસ (ઇન્ટરનેશનલ આઇડિયા)ના સદસ્ય દેશોની પરિષદમાં અધ્યક્ષતા મળી છે.

આ મંચમાં 3પ દેશ છે જે લોકતંત્રની મજબૂતી માટે કામ કરે છે. ઇન્ટરનેશનલ આઇડિયા પરિષદે ભારતને 2026 માટે અધ્યક્ષ પસંદ કર્યું છે. ભારતે 3 ડિસેમ્બરે સ્વીડનમાં સ્ટોકહોમ ખાતે પરિષદની બેઠકમાં 2025ના અધ્યક્ષ સ્વિત્ઝર્લેન્ડ પાસેથી વાર્ષિક અધ્યક્ષતા ગ્રહણ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ અધ્યક્ષતાનો સ્વીકાર કર્યો હતો જ્યારે મોરેશિયસ અને મેક્સિકોને આમાં ઉપાધ્યક્ષ પદ આપવામાં આવ્યા છે.  આ સંગઠન દુનિયામાં ચૂંટણી પ્રક્રિયાને સમર્થન કરે છે. તેનો કાયદો લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાઓને બહેતર બનાવવા અને મજબૂત બનાવવા માટે સંસ્થાના પ્રયાસોને આવશ્યક બનાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક