આતંકી મસૂદ અઝહરના ખતરનાક ઈરાદાનો ખુલાસો
ઈસ્લામાબાદ,
તા.4 : આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતાએ તાજેતરમાં જૈશની મહિલા પાંખ વિશે રહસ્યો
ખોલ્યા છે. મસૂદ અઝહરે દાવો કર્યો છે કે આ મહિલા પાંખમાં અત્યાર સુધીમાં 5000 મહિલાની
ભરતી કરવામાં આવી છે. આ મહિલાઓને આત્મઘાતી મિશન માટે તાલીમ આપવામાં આવી રહી છે.
અગાઉ
આતંકવાદી મસૂદ અઝહરે ઓક્ટોબરમાં જૈશની મહિલા બ્રિગેડ, જમાત-ઉલ-મોમિનતની રચનાની જાહેરાત
કરી હતી. અહેવાલો અનુસાર, મસૂદ અઝહરની બહેન, સઈદા, આ ઓપરેશનની ઇન્ચાર્જ છે. મસૂદ અઝહરે
તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે જમાત-ઉલ-મોમિનતનો પ્રભાવ
ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં 5000થી વધુ મહિલાઓ જૂથમાં જોડાઈ છે.
ભરતી અને તાલીમને સરળ બનાવવા માટે આ જૂથ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં
વિસ્તરણ કરી રહ્યું છે.