• ગુરુવાર, 19 માર્ચ, 2026

avshan nodh

દેહદાન

રાજકોટ: ચંદ્રિકાબેન જયંતિલાલ શાહનું અવસાન થતા દીપકભાઇ વડોદરિયાના પ્રયાસથી સદગતના પુત્રી રીટાબેન અને પરેશાબેન તેમજ પરિવારજનોએ તબીબી ક્ષેત્રના ભાવિ વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધનમાં ઉપયોગી થાય તેવા આશય દેહદાનનો નિર્ણય કરી મેડીકલ કોલેજ રાજકોટને મૃતદેહ સોંપી સમાજને નવો રાહ ચિંધ્યો છે. મેડીકલ કોલેજના ડો.પંડયા અને ડો. સરવૈયાએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. ચંદ્રિકાબેનનો દેહદાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશ દોશી, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

ચક્ષુદાન

ધોરાજી: મુકુંદભાઇ અંબાશંકરભાઇ ભટ્ટનું અવસાન થતા પરિવારજનોની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી ધોરાજીની સરકારી હોસ્પિટલને 408મું ચક્ષુદાન મળ્યું છે.

ચક્ષુદાન

ધોરાજી: રતીભાઇ હરીભાઇ સાણદીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સરકારી હોસ્પિટલને 409મું ચક્ષુદાન મળ્યું છે.

રાજકોટ: જેન્તીલાલ મોહનલાલ પરમાર (ઉ.વ.73) તે કલ્પેશભાઈના પિતા અને મનહરભાઈના મોટાભાઈનું તા.ર9ના અવસાન થયુ છે. બેસણુ તા.31ને શનિવારે ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે બપારે 4 થી 6 છે.

ખંભાળીયા: નવલબેન (ઉ.વ.86) તે સ્વ.વિઠ્ઠલદાસ વલ્લભદાસ કાનાણીના પત્ની, કિશોરભાઈ, મનોજભાઈ તથા ચીનુબેન મનિષકુમાર ચોટાઈના માતા તેમજ સાગર, રાજ અને કિશનના દાદી, પ્રેમ, કેશ્વીનાં પરદાદાનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા શનિવાર તા.31નાં સાંજે 4 થી 4.30 જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

પોરબંદર: રાજેન્દ્રકુમાર ભગવાનજીભાઈ દત્તાણી (એડવોકેટ) (ઉં.વ.73) તે મીનાબેનના પતિ, હિમાંશુભાઈ તથા શિવાનીબેનના પિતા, સ્વ.કેશવલાલ લાખાણીના જમાઈ તથા કિશનકુમાર પી. ઠક્કરના સસરાનું તા.30ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.31ને શનીવારે 4.1પ થી 4.4પ પોરબંદરથી લોહાણા મહાજન વંડી પાસે પ્રાર્થના હોલ ખાતે છે.

રાજકોટ: અજયભાઈ ડોડીયા (ઉ.વ.39) તે હરગોવિંદભાઈ ડાયાલાલ ડોડીયાના પુત્ર, સ્વ.નવીનભાઈના ભત્રીજા, દિનેશભાઈ આંબાભાઈ સિદ્ધપુરાના જમાઈનું તા.ર9ને ગુરૂવારે અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.31ને શનિવારે બપોરે 4 થી 6, શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે છે.

ખરેડી: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગીતાબેન પંડયા (ઉ.વ.7પ) તે સ્વ.ભાનુશંકર જગન્નાથ પંડયાના પત્ની, સ્વ.ચંદ્રકાંતભાઈના ભાભી તથા સ્વ.કીર્તીભાઈ, પ્રફુલભાઈ, અશ્વિનભાઈ, ગીરીશભાઈ, સ્વ.કમલેશભાઈના માતાનું તા.ર9ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે બપોરે ર થી 4 ખરડેશ્વર મહાદેવ મંદિર, મુ. ખરેડી, તા.કાલાવડ ખાતે છે.

રાજકોટ: વિનોદભાઈ અઢિયા (ઉં.વ.47) તે રતિલાલ ચત્રભુજભાઈ અઢિયાના પુત્ર, વંદનાબેનના પતિ, ગ્રેસીબેન અને સાર્થકના પિતા, સ્વ.હર્ષાબેન, સંધ્યાબેન, કોકીલાબેન, ગીતાબેન (મનવી)ના ભાઈ, લોચનભાઈ, સ્વ.સોનુભાઈના ભાઈનું તા.ર9ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.31ને શનિવારે સાંજે 4 થી પ.30 શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, અંકુરનગર મેઈન રોડ, અંકુરનગર શેરી નં.પ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: લાભુબેન દલસુખભાઈ વિસપરાનું તા.ર9ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે બપોરે 3 થી પ તેમના નિવાસ સ્થાન ખોડલધામ રેસીડેન્સી-1, પ્લોટ નં.101, જય સરદાર ગૌશાળા રોડ, ખોખડદળ ખાતે છે.

રાજકોટ: રણછોડભાઈ પોપટભાઈ કાછડિયા મૂળ દાળિયા હાલ રાજકોટ (ઉ.9ર) તે રમેશભાઈ, મનસુખભાઈ, રસિકભાઈના પિતા તેમજ કેતનભાઈ, દર્શનભાઈ, જયભાઈના દાદાનું તા.ર9ને ગુરૂવારે અવસાન થયુ છે. બેસણુ તા.રને સોમવારે તેમના નિવાસ સ્થાન, શિવધારા પાર્ક, લિજ્જત પાપડની પાછળ, નેશનલ હાઈવે, રાજકોટ ખાતે છે.

કાલાવડ: ભૂપતકુમાર વોરા (ઉ.વ.68) તે સ્વ.બાબુલાલ રાયચંદ વોરાના પુત્ર, ગોંડલ સંઘાણી સંપ્રદાયના ભારતીબેન મહાસતીના સંસારીભાઈ અને સ્વ.ભરતભાઈ, વીણાબેન તુરખીયા, હસમુખભાઈ, નીલેશભાઈ તથા કિર્તીભાઈના મોટાભાઈ તેમજ મિલનભાઈ અને ચિંતનભાઈના પિતા તથા ભાવિકભાઈ, ભવ્યભાઈ અને ધૈર્યના ભાઈજી તથા નૈવિક અને સાન્વીના દાદાનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણુ તા.રને સોમવારે સવારે 10 કલાકે તેમજ પ્રાર્થનાસભા સવારે 11 કલાકે જૈન ભોજનશાળા, એસ.બી.આઈ. પાસે, કાલાવડ મુકામે છે.

રાજકોટ: મંગળાબેન તે સ્વ.હરસુખલાલ ગાંડાલાલ ભટ્ટીના પત્ની, ચંદ્રેશભાઈ, ઉમેશભાઈ, સુશીલાબેન, અરવિંદકુમાર ચૌહાણ તથા પ્રફુલાબેન રાજેશકુમાર કારેલીયાના માતા તેમજ સ્વ.મોહનલાલ તથા સ્વ.નટવરલાલના ભાભીનું તા.ર9ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે 1, વૃંદાવન સોસાયટી, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર, રાજકોટ ખાતે છે.

જસદણ: મૂળ ચોરવાડના વતની હાલ જસદણ લાલજીભાઈ રામજીભાઈ ખોડા (ઉં.વ.90) તે મીનાબેન (જસદણ), વિજયભાઈ ખોડા, મનીષભાઈ ખોડા (મુંબઈ)ના પિતા, ચોરવાડના સ્વ.કમરશીભાઈ, દિનેશભાઈ કાનજીભાઈ નથવાણીના બનેવી, જીતુભાઈ ઠક્કર (લાયબ્રેરીવાળા)ના સસરાનું તા.30ના રોજ અવસાન થયું છે. બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.31ને શનિવારે સાંજે 4થી 6, ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, જસદણ ખાતે રાખેલ છે.

પોરબંદર: મૂળ ધુનડા હાલ પોરબંદરના નરભેરામ નરસીભાઇ સીલુ (ઉં.56) તે જયભાઇ, ઉષાબેન, મનીષાબેન, દક્ષાબેન, શાંતિબેનના પિતા તથા ત્રિકમભાઈ નરશીભાઇ શીલુ અને પુંજાભાઇના ભાઇનું તા.29/1ના અવસાન થયું છે. કાયમી બેસણું : ઇનિરાનગર ખાતેનાં નિવાસસ્થાને રાખેલ છે.

પોરબંદર: મૂળ છાયા હાલ પોરબંદરના મધુસુદન જયંતીલાલ થાનકી (ઉં.77) તે સીમાબેનના પતિ તથા સૌમિલભાઇ અને દેવાંગીબેન નમનભાઇ ત્રિવેદીના પિતા તથા નમનભાઇ ત્રિવેદી અને હિરલબેન થાનકીના સસરા, ગિરીશભાઇ, અરૂણાબેન કનૈયાલાલ જોષીના મોટાભાઇ તેમજ સાન્વી અને આરનાના દાદા અને કાશ્વીના નાનાનું તા.29/1ના અવસાન થયું છે. ઉઠમણું: તા.2ને સોમવારે 4થી 5 તેમના ખાખ ચોક ખાતેનાં નિવાસસ્થાને રાખેલ છે.

અમરેલી: અમરેલી તાલુકાનાં વાંકિયા ગામના વતની અને વિદ્યાસભા સંકુલના કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણીના પિતા, નનુભાઇ જીવરાજભાઇ પેથાણીનું તા.29ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.31ને શનિવારે સવારથી સાંજના 5 કલાક સુધી તેમના નિવાસસ્થાન વાંકિયા (તા. અમરેલી) ગામ મેઇન બજાર ખાતે રાખેલ છે.

ખરેડી: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગીતાબેન પંડયા (ઉં.75) તે સ્વ. ભાનુશંકર જગન્નાથ પંડયાનાં પત્ની તેમજ સ્વ. ચંદ્રકાંત પંડયાનાં ભાભી તથા સ્વ. કીર્તિભાઈ, પ્રફુલ્લભાઈ, અશ્વિનભાઇ, ગિરીશભાઇ, સ્વ. કમલેશભાઇનાં માતુશ્રીનું તા.29ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.2ને સોમવારે બપોરે 2થી 4 ખરડેશ્વર મહાદેવ મંદિર, મુ. ખરેડી, તા. કાલાવડ ખાતે રાખેલ છે.

ખંભાળિયા: પુષ્પાબેન ગોકાણી (ઉં.86) તે સ્વ. મોહનલાલ ઓધવજી ગોકાણી (કલ્યાણપુરવાળા) હાલ ખંભાળિયાનાં પત્ની, તે વનુભાઇ, માધવદાસ, ગોકુલભાઇ, બંસીભાઇ ગોકાણી, ઉષાબેન સુરેશકુમાર પાબારી, સ્વ. હંસાબેન હરેશભાઇ પાબારી, તરૂણાબેન જીતેન્દ્રભાઇ રાચાણી, માલતીબેન જીતેન્દ્રકુમાર મજીથીયા, વીણાબેન અનિલભાઇ સાયાની, વૈશાલીબેન અતુલકુમાર દાવડા તથા વનીતાબેન પ્રકાશકુમાર બદીયાનીનાં માતુશ્રી, મંગલદાસ વિઠ્ઠલદાસ તન્નાનાં બહેનનું તા.30ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી: તા.31ના રોજ સાંજે 5થી 5-30 શ્રી જલારામ મંદિરે રાખવામાં આવી છે.

રાજકોટ: ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય ઇજનેર સ્વ. એ.પી.મહેતાના જ્યેષ્ઠ પુત્ર, ડો. કિશોરભાઇ મહેતા તે સ્વ. દીપકભાઇ, રોહિતભાઇ મહેતા અને સ્વ. હંસાબેન સુરેશભાઇ સંઘવીના વડીલ બંધુનું બોસ્ટન, અમેરિકામાં અવસાન થયું છે. પ્રાર્થના સભા: તા.2ને સોમવારે સવારે 10-30થી 11-30 મેસોનિક હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક