ભાટીયા:
સતિષકુમાર શંકરલાલ પાબારી (ઉ.34) તે સ્વ.શંકરલાલ જમનાદાસ પાબારીના પુત્ર, સ્વ.મણીલાલ,
ગોપાલદાસ (જલુભાઈ)ના ભત્રીજા, રાહુલભાઈના નાનાભાઈનું તા.16ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા,
મોસાળ પક્ષની સાદડી તા.18નાં બપોરે 4.30 થી પ સુધી ભાઈઓ તથા બહેનો માટે દુધેશ્વર મહાદેવ
મંદિર (જુના ગામ વિસ્તાર) ભાટિયા ખાતે છે.
જામનગર:
હાલારી ભાનુશાળી સ્વ.ભીખુભાઈ રમેશભાઈ મંગી (ઉં.33)નું તા.16ના અવસાન થયુ છે. બેસણુ
તા.17ના બહેનો માટે 4.30 થી પ તથા ભાઈઓ માટે પ.30 થી 6 હવાઈ ચોક, હાલારી ભાનુશાળીની
જૂની વાડી, જામનગર છે.
ભાવનગર:
અનિલકુમાર વિનોદરાય પંડયા (ઉ.58) (હિંગવાળા) તે રક્ષાબેન અનિલભાઈ પંડયાના પતિ, તે સ્વ.વિનોદરાય
કેશવલાલ પંડયા, સ્વ.પ્રેમિલાબેન વિનોદરાય પંડયાના મોટા પુત્ર, રાજેશભાઈ (દામુભાઈ)ના
મોટાભાઈ, કિશનભાઈ, જયભાઈ પંડયાના પિતા, ડો.પાર્થભાઈ રાજુભાઈ પંડયાના મોટાબાપુ, દીપકભાઈ
પંડયા (સુરેન્દ્રનગર)ના મોટાભાઈ, સ્વ.મુકુંદભાઈ, સ્વ.ડો.બળવંતભાઈના ભત્રીજા, દક્ષાબેન
વસંતભાઈ ભટ્ટ (મોરબી), નયનાબેન ચેતનભાઈ પંડયા (રાજકોટ), ગીતાબેન સુરેશભાઈ ધારક (માંગરોળ),
રેખાબેન કાર્તિકભાઈ પંડયા (ભાવનગર)ના ભાઈ,
સ્વ.ઉમિયાશંકર દવે (જોડીયા)ના જમાઈ, સ્વ.વિનુભાઈ દવે (જોડીયા), ધીરુભાઈ દવે (જોડીયા)ના
બનેવીનું તા.1પના અવસાન થયું છે. સાદડી તા.19નાં સાંજે 4 થી 6, ઓમ પ્લાઝા, ડોન ચોક,
નાગરીક બેંકની બાજુમાં, ભાવનગર બન્ને પક્ષની સાદડી સંયુક્ત છે.
જામનગર:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સ્વ.લલિતચંદ્ર નવલશંકર વ્યાસના પુત્ર યોગેશ લલિતચંદ્ર વ્યાસ
(ઉ.56), તે રીટાબેનના પતિ, વત્સલ અને ભાર્ગવીના
પિતાશ્રી, જિજ્ઞેશભાઈના નાનાભાઈ, નિલેશભાઈ (ભાર્ગવ જ્યોતિષ)ના મોટાભાઈનું તા.16મીએ
અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.17મીએ મંગળવારે સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાન
હાથીભાઈ શાત્રીની શેરી, મોટી હવેલી પાસેથી નિકળશે.
રાજકોટ:
મૂળ ખંભાળિયા હાલ રાજકોટ રહેતા રૂપેશભાઈ હેમંતલાલ દત્તાણી (આર.ડી.) (ઉ.પ1) તે સ્વ.હેમંતલાલ
રૂગનાથ દત્તાણીના પુત્ર, સ્વ.તુલસીદાસ બદીયાણી ખંભાળીયાના જમાઈ, નિશાબેનના પતિ, નિરાલી,
હર્ષિલના પિતા, બીનાબેન ગણાત્રા, હીનાબેન દાવડા, નિલાબેન ઠકરાર, મનોજભાઈના ભાઈ, સ્વ.તુલસીદાસ
રામજી જટણીયા (ઓખા)ના ભાણેજનું તા.1પના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.17ના સવારે
તેમના નિવાસ સ્થાન રાજકોટ રૈયા ગામથી નિકળશે.