• રવિવાર, 15 માર્ચ, 2026

avshan nodh

તાલાલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મોતીબેન ભરડાનું અવસાન

તાલુકા પંચાયતની મુદત પૂરી થવાને ચાર દિવસ બાકી હતા

તાલાલા, ગિર: તાલાલા તાલુકાના પીખોર ગિરના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કોળી સમાજના મહિલા વરીષ્ઠ અગ્રણી મોતીબેન કાનાભાઈ ભરડા (ઉં.70)નું અવસાન થયું છે. અવસાનના સમાચાર વાયુવેગે તાલાલા વિસ્તારમાં પ્રસરતા પીખોર ગીર ગામ તથા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મોતીબેન સામાજિક તેમજ જાહેર જીવનમાં સક્રિય રહી લોકોની સેવા માટે સતત કાયમી પ્રયત્નશીલ હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાલાલા વિસ્તારના વિકાસકાર્યો તથા જનસેવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મોતીબેનના નિધનથી પરિવારજનો, સ્નેહીજનો તથા તાલાલા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયતની વર્તમાન બોડીની મુદત તા.16મીએ પૂરી થતી હતી. સ્વર્ગસ્થનું બેસણું તા.16મીને સોમવારે પીખોર ગિર ગામે તેમના નિવાસ સ્થાને, વાડીએ છે.

 

ચક્ષુદાન

રાજકોટ: ભરતભાઈ અમૃતલાલ છાટબારનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 823મું ચક્ષુદાન થયેલ છે.

જામનગર: બેડી ગેઈટ પાસે હર્ષદ એન્જિનિયરીંગવાળા શૈલેષકુમાર રમણીકલાલ શુક્લ (ઉં.70) તે કલ્પનાબેનના પતિ, સ્વ.પ્રતીકભાઈ અને મિથુન શુક્લના પિતા, હેતલબહેન અને મૃગાબહેનના સસરા, વંશિકા, ધ્યાંશ અને હૃદાના દાદા, ડો.ભૂપેન્દ્રભાઈ, સ્વ.હર્ષદરાય, જગદીશભાઈ, મનોજભાઈ અને પ્રદીપભાઈના નાનાભાઈનું તા.11મીએ અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 5-30 થી 6, પંચવટી સોસાયટી, નર્મદેશ્વર મહાદેવ મંદિરે રાખ્યું છે.

વાંકાનેર: વર્ધા નિવાસી પ્રતાપરાય મણિલાલ માંડવીયાના પત્ની ઉર્મિલાબેન (ઉં.85) તે વાંકાનેર નિવાસી સોલાણી મગનલાલ ધરમશીના પુત્રી, સોલાણી પ્રફુલચંદ્રના મોટા બહેન, શૈલેષભાઈ, અજયભાઈ, નિર્મલભાઈના ફૈબાનું તા.12ના અવસાન થયું છે.

અમરેલી: તાહેરભાઈ મહમદ હુસેનભાઈ ભારમલ (ઉં.69) તે ખોજેમાભાઈ, યુસુફભાઈ, મુનીરાબેન, ફરીદાબેનના ભાઈ, મુસ્તફાભાઈ હુસેનભાઈના બાવાજીનું તા.12ના વફાત થયેલ છે. જિયારત તથા સિયુમના સિપારા તા.13ના મગરીબ ઈશાની નમાઝ બાદ મોહમદી મસ્જીદ અમરેલી છે.

અમરેલી: મોઢ વણિક સ્વ.મનસુખલાલ રતિલાલ ગાંગડીયાના પુત્ર શૈલેષભાઈ (ઉં.62)(િનવૃત્ત કોર્ટ રજીસ્ટાર) તે ધ્રુવીલના પિતા, રાજેશભાઈ (િનવૃત્ત નગરપાલિકા), દીપકભાઈના ભાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4-30 થી 6-30, મોઢ મહાજન વાડી, રાજકમલ ચોક, અમરેલી છે.

અમરેલી: ઔ.સ.સાડા ચા.બ્રાહ્મણ સ્વ.દુર્ગાશંકર જયશંકર ત્રિવેદીના પત્ની વિદ્યાબેન (ઉં.100) તે કિરણભાઈ, હરીશભાઈ, પ્રદીપભાઈના માતાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6, શશાંક મહાજન પાર્ટી પ્લોટ, રેલવે સ્ટેશન પાસે, અમરેલી છે.

રાજકોટ: રમેશભાઈ નાનજીભાઈ વાગડીયા (ઉ.62) (પંજાબ નેશનલ બેંક નિવૃત્ત) તે ભરતભાઈ, ઉર્મિબેન, ભારતીબેન, જશુમતીબેન, મંગુબેન, બીનાબેન, કલ્પનાબેનના ભાઈ, રિષભભાઈ ભરતભાઈ વાગડીયાના કાકાનું તા.1રના અવસાન થયું છે. બેસણુ તા.13નાં સાંજે પ થી 6, 9/મનહર પ્લોટ, મંગળા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: નરેન્દ્રભાઈ દેવસીભાઈ ચાવડાના પત્ની સુશીલાબેન નરેન્દ્રભાઈ ચાવડા (ઉ.67) તે સુકેતુભાઈ, ગૌરવભાઈના માતાનું તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.13નાં સાંજે પ થી 7 ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, રાજ બેંકવાળી શેરી, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

બોટાદ: પાળીયાદ નિવાસી પ્રવિણચંદ્ર (બટુકભાઈ) રતીલાલ વડોદરીયા (ઉં.90) તે નિશીથભાઈ, કમલેશભાઈ, શૈલેષભાઈ, જતીનભાઈ, ધર્મેન્દ્રભાઈના પિતા, અલ્કાબેન, રેખાબેન, રીટાબેન, ગીતાબેન, ધ્વનિબેનના સસરા, હાર્દિક, કૌશલ, અ.િન.કાર્તિક, સંકેત, પાર્થ, તિર્થ, નિયતી, વૃંદા, યશના દાદા, રાણપુરવાળા મનસુખલાલ, લઘરચંદ શેઠના જમાઈનું તા.11ના અવસાન થયું છે. બેસણુ બોટાદ મુકામે તા.13નાં સાંજે 4 થી 6 પટેલ સમાજની વાડી, જવાહરનગર, પાળીયાદ રોડ, બોટાદ છે.

રાજકોટ: ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિના નિર્મળાબેન જેઠાભાઈ પીઠડિયા (ઉ.9ર) તે (મુળ આણંદપુર) હાલ રાજકોટના માતા ગીરીશભાઈના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણુ તા.14નાં 4 થી 6 નહેરૂનગર કો.ઓ. સોસાયટી કોમ્યુનિટી હોલ, નાનામવા રોડ, રાજકોટ છે.

ગઢડા (સ્વામીના): રતિલાલ ઝવેરચંદ દોશી વાવડીવાળા (ઉં.95) તે બાવચંદભાઈ કાનજીભાઈ શાહના જમાઈ, હિરાબેનના પતિ, સ્વ.રમણીકલાલના મોટાભાઈ, સ્વ.કાન્તાબેન ગુલાચંદભાઈ ડેલીવાળા, સ્વ.શાંતાબેન નંદલાલ શાહ, સ્વ.કંચનબેન ચંપકલાલ ભમરા, સ્વ.સમતાબેન ચંદુલાલ બોટાદરા, ગં.સ્વ.મધુબેન પ્રેમચંદભાઈ મોદી, સ્વ.શારદાબેન વ્રજલાલ મેટલીયાના ભાઈ, સુરેશભાઈ, રાજેશભાઈ, હરેશભાઈ, ગીતાબેન નવીનભાઈ વિરાણી, કપીલાબેન દિલીપભાઈ ચોટલીયા, પ્રવિણાબેન શૈલેષભાઈ ભીમાણી, પારૂલબેન ધર્મેન્દ્રભાઈ મોદી, હેતલબેન મિતલભાઈ અજમેરાના પિતા, સ્વ.પ્રફુલાબેન, પ્રિતીબેન, ચેતનાબેનના સસરાનું તા.1રના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14નાં સવારે 10 થી 1ર દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી, રામજી મંદિરની બાજુમાં, ગઢડા (સ્વામીના) છે.

રાજકોટ: ભાણવડવાળા હાલ રાજકોટ સોની સ્વ.મનસુખલાલ ચુનીલાલ પાટડીયાના પત્ની ચંપાબેન (ઉ.83) તે પંકજભાઈ, રેણુકાબેનના માતા જેન્તીભાઈ, સ્વ.સુરેશભાઈ તથા કિરીટભાઈના ભાભી, જોડીયાવાળા ઓધવજીભાઈ ખેતશીભાઈ માંડલીયાના દીકરીનું તા.12નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.13નાં બપોરે 3.30 થી પ વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથપરા, રાજકોટ છે. લૌકિક વ્યવહાર

બંધ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક