દેહદાન
- ચક્ષુદાન
રાજકોટ:
મધુભાઇ નારણભાઇ માવદિયા (ઉ.84) તે ધર્મિષ્ઠા, કાજલના પિતા, રસીકભાઇના મોટાભાઇનું તા.17ના
અવસાન થયું છે. સદગતનું દેહદાન, ચક્ષુદાન કરેલ છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
રણછોડભાઇ પોપટભાઇ સગપરીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન
કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 824મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ:
નવીનચંદ્ર મહેતા (પતિરા) (ઉ.80) તે શૈલાબેનના પતિ, સ્વ.ધીરજલાલ રામજીના પુત્ર, ભાવેશ
ને સેજલના પિતા, સંગીતા, રિતેશ ચોકસીના સસરા, વૃષ્ટિ, દર્શના દાદા, સ્વ.કિશોરભાઈ, સ્વ.પ્રવીણભાઈ,
સ્વ.અનિલભાઈ, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.જીતુભાઈ, સ્વ.પદમાબેન, સ્વ.ભારતીબેન તથા પ્રદીપભાઈના
ભાઈ, સ્વ.રમણીકલાલ ભગવાનદાસ પારેખના જમાઈનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણુ તા.19ના
સવારે 10.30 કલાકે સદર ઉપાશ્રયે છે.
રાજકોટ:
મુળ ગામ ખરેડી નિવાસી હાલ રાજકોટ દિલીપભાઈ મગનલાલ રાયચુરા (ઉ.75) તે મગનલાલ માવજીભાઈના
પુત્ર, સ્વ.લલીતભાઈ, સ્વ.નલીનભાઈ, સ્વ.દિનેશભાઈ, જગદીશભાઈ, જીતુભાઈ, બિપીનભાઈના ભાઈ,
કુંજનભાઈ, સુરભીબેન, ધારાબેનના પિતા, મનિષકુમાર નટવરલાલ મહેતાના સસરા, સ્વ.રામજીભાઈ
કરસનભાઈ તન્નાના જમાઈનું તા.1પના અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.19ના પ
થી 6 સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, સરીતા વિહાર સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે. લૌકિક
પ્રથા બંધ છે.
ચલાલા:
દાઉદી વ્હોરા હુસૈનઅલી રજબ અલી હથિયારી (ઉ.88) તે જુબેદાબેન એહમદઅલી કપાસીના પતિ, રૂબાબબેન
(બોમ્બે) મ.બાનુબેન (પાલીતાણા), સુગરાબેન (અમદાવાદ), શીરીનબેન (ઈન્દોર), શરીફાબેન (બગસરા),
ઈસ્માઈલભાઈ, સેફુદીનભાઈના ભાઈ, અકબરભાઈ (અમરેલી), શબ્બીરભાઈ, મુસ્તુફાભાઈ, હોજેફાભાઈ,
મુરતુજાભાઈ (રાજકોટ), અમીનાબેન (રાજકોટ)ના બાવાજી, જાકીરભાઈ (રાજકોટ)ના સસરાનું તા.17ના
વફાત થયુ છે. જિયારતના સીપારા તા.19ના ગુરુવારે 1ર.30 વાગે ચલાલા મુકામે મહમદી મસ્જિદમાં
છે.
વિરમગામ:
વિરમગામના જુની પેઢીના કર્મઠ અગ્રણી, સામાજીક કાર્યકર અને સ્વાતંત્ર્ય સેનાની છબીલદાસ
મોહનલાલ પટેલ (ઉ.100)નું તા.1પના અવસાન થયું છે. સદગતનાં નિધનથી વિરમગામ શહેરે પીઢ
સામાજીક અગ્રણી ગુમાવ્યા છે.
જામનગર:
ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ યોગેશ લલિતચંદ્ર વ્યાસ (ઉ.56) તે સ્વ.લલિતચંદ્ર નવલશંકર વ્યાસના
પુત્ર, રીટાબેનના પતિ, વત્સલ, ભાર્ગવીના પિતા, જીજ્ઞેશભાઈ (લલિતચંદ્ર એન્ડ બ્રધર્સ)નાં
નાનાભાઈ, નિલેશભાઈ (ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય)ના મોટાભાઈ, કંદર્પ, ધ્યેય, રામ, દેવાંશીના
કાકાનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે પ થી પ.30 પાબારી હોલ,
તળાવપાળ, જામનગર છે.
મેંદરડા:
અરણીયાળા નિવાસી સાધુ કાનદાસજી ગોવિંદરામજી ગોંડલીયા (ઉ.78) તે હિતેન્દ્રકુમાર, ઉપેનકુમારના
પિતા, ભગવાનદાસજી ગોવિંદરામજી ગોંડલીયાના મોટાભાઈનું તા.17ના અવસાન થયું છે.
વેરાવળ:
મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિનાં કિશોરભાઇ (કુંદનભાઇ)તે ગુલાબશંકર મનુલાલ જોશીનાં
પુત્ર, નંદકિશોરભાઇ (જૂનાગઢ), મહેશભાઇ (રાજકોટ)ના ભાઇ, દિપક, રાજેશ, ભાવનાના પિતાનું
તા.17નાં અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, હરિસિદ્ધિ
સોસાયટી વેરાવળ છે.
ગોંડલ:
સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ. જયંતિલાલ લક્ષ્મીશંકર ત્રિવેદીના પુત્ર, અતુલભાઇ (ઉં.59)
તે સ્વ. અશ્વિનભાઇ, જીતેન્દ્રભાઇ, સ્વ. મુકેશભાઇના ભાઇ, મિતેષભાઇ, કૌશલભાઇ, કિશનભાઇ,
જયભાઇ, જીલભાઇના કાકાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના રોજ 4થી 6 બેનાણીવાડી,
વચલી શેરી, નાની બજાર, ગોંડલ છે.
ભાવનગર
જિલ્લા શાખા દ્વારા 1094મું દેહદાન
ભાવનગર:
ભાવનગર નિવાસી સ્વ. મણીબેન કાળુભાઇ વાલેરા (ઉ.80)નું અવસાન થતા સદ્ગતની ઇચ્છા અનુસાર
તેમના કુટુંબીજનોએ 1094મું દેહદાનનું પુણ્ય કાર્ય કર્યુ હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના
ચક્ષુદાન દેહદાન વિભાગ દ્વારા અનમોલ દેહદાનનો સ્વિકાર કરવામાં આવ્યો તેમજ આ પાર્થિવ
દેહને ડેન્ટલ, સાયન્સ કોલેજ, અમરગઢ, જીથરી ખાતે તબીબ વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓના મહાવરા, સંશોધન લાભાર્થે પહોંચાડવામાં આવેલ હતા. ચક્ષુદાન અને દેહદાન
માટે ફોન નંબર (0278) 2424761/ 2430700, તેમજ (મો.નં. 94294 060202) પર સંપર્ક કરી
શકાય છે.