પોપટ
પરિવારના મોભીનું નિધન થતા અપાયું ત્રિદાન
પોરબંદર:
પોરબંદરમાં લોહાણા સમાજના પોપટ પરિવારના મોભીનું અવસાન થતાં તેનું દેહદાન, સ્કીનદાન,
ચક્ષુદાન એમ ત્રણ ત્રણ અમૂલ્યદાન દ્વારા માનવતાની મિશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી.
આ તકે ‘સર્જન’ પરિવારે સ્વર્ગસ્થના પરિવારજનોને બિરદાવ્યા હતા. શિલ્પાબેન વૃજલાલ પોપટના પતિ, સંજય, કેતન અને દીપાબેન
વૃજલાલ પોપટના પિતા વૃજલાલ મનજીભાઈ પોપટ (ઉં.72)નું અવસાન થતા પોપટ પરિવારે સ્વર્ગસ્થના
ચક્ષુદાન, ચામડીનું દાન અને દેહદાન આપી દાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
નૂતન
પ્રભાત અખબારના તંત્રી જયેશભાઈ ઉપાધ્યાયના પિતાનું અવસાન
રાજકોટ
: નંદવાણા બ્રહ્મસમાજના રામેશ્વરભાઈ હરદેવભાઈ ઉપાધ્યાય (ઉં.વ.92) તે નૂતન પ્રભાત અખબારના
તંત્રી જયેશભાઈ ઉપાધ્યાય(એલીગન્ટ હાઉસિંગ ફાઇનાન્સ), માધવભાઈ ઉપાધ્યાયના પિતા, સારા જયેશભાઈ, વિઆન જયેશભાઈ અને જશ માધવભાઈના દાદાનું
તા.13ના રોજ અવસાન થયું છે.
ચક્ષુદાન
મોરબી:
મોરબી નિવાસી રમણીકલાલ જેઠાલાલ વારા (ઉં.80) તે મયુરભાઈ, સમીરભાઈના પિતા, દર્શીતભાઈ,
ડેનીશભાઈના દાદાનું તા.1રના અવસાન થયું છે. ચક્ષુઓનું ચક્ષુદાન કરેલ છે. ટેલિફોનીક
બેસણુ તા.14ના સાંજે 4થી 6 કલાકે ટેલિફોન મેસેજ દ્વારા રાખેલ છે.
રાજકોટ:
સ્વ.પ્રફુલ્લકુમાર દયાળજીભાઈ ધોળકિયાનું અવસાન થતા સેવાભાવી સ્વજન હિમાંશુભાઈ ધોળકિયાના
પ્રયાસથી સદગતના પુત્ર નરેન્દ્રભાઈ, દીકરીઓ હર્ષાબેન, ડોલીબેન, પ્રજ્ઞાબેન તેમજ પરિવારજનોએ
ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. આ ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક
મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા
કરવામાં આવેલ. ડો.ધર્મેશ શાહએ સહકાર આપેલ.
અમદાવાદ:
જસ્મીનભાઇ ગજેન્દ્રભાઇ બુચ (ઉં.60) તે (નિવૃત્ત જીઇબી ટીપીએસ સિક્કા, જામનગર) તે મનિષાબેનના
પતિ, હંસાબેન ગજેન્દ્રભાઇ બુચના પુત્ર, ધૈર્ય તથા વૃંદાના પિતા, આનંદ તથા પારુલ હિરેનભાઇ
હાથી રાજકોટના મોટા ભાઇ, માનસીના તેમજ હર્ષલ મહેતાના સસરાનું તા.13ના અમદાવાદ ખાતે
અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.14ના સવારે
9 વાગે, 203/ સુધા કલસ ફલેટ, આલોક એપાર્ટમેન્ટની સામે, રાજશ્રી ટાવરની પાસે, સેટેલાઇટ,
અમદાવાદથી થલતેજ સ્મશાને જોશ.
રાજકોટ:
રમણીકલાલ દામોદરદાસ રાણપરા (ઉ.80) વવાણીયાવાળા તે અશોકભાઈ, રાજુભાઈ, મનીષભાઈના પિતા,
હેમાક્ષી, નિરાલી, ડોલી, પ્રમેય, કેવલ, મૈત્રીના દાદા, સ્વ.સોની હીરાલાલ ગોવિંદજીભાઈ
ફીચડીયા (હડાળાવાળા)ના જમાઈનું તા.14મીએ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.14ના
સાંજે 3-30 થી 5, વાઘેશ્વરી વાડી, યુનિટ નં.4, રામનાથપરા, રાજકોટ છે.
જામનગર:
કિશોરચંદ્ર ગિરધરલાલ મજીઠીયા (ઉ.67) તે ભાવિનભાઈ, કૌશીકભાઈના પિતા, બીના, ઈશીતાના સસરા,
ધવિતના દાદા, રમેશભાઈ મજીઠીયાના નાનાભાઈ, કાંતિભાઈ ગિરધરલાલ તન્નાના જમાઈનું તા.13ના
અવસાન થયું છે. બેસણું/સાદડી તા.14ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર
છે.
રાજકોટ:
નૈષધભાઈ ગણાત્રા (રીટાયર્ડ બેંક ઓફ ઈન્ડીયા)(ઉં.73) તે સ્વ.અમુભાઈ શામજીભાઈ ગણાત્રાના
પુત્ર, ભારતીબેનના પતિ, હરિતભાઈ (આજકાલ), જયભાઈ (શ્રીરામ ફાયનાન્સ)ના પિતા, સ્વ.વ્રજલાલ
રામજીભાઈ પાબારી (જામજોધપુર)ના જમાઈ, સ્વ.શૈલેષભાઈ (દેના બેંક), સુનીલભાઈ (સર્વેયર),
સ્વ.જતીનભાઈ (આજકાલ), સ્વ.દર્શનભાઈ, ધર્મિષ્ઠાબેન ચંદ્રેશકુમાર ઠકરાર, ચેતનાબેન રોહીતકુમાર
કોટેચાના મોટાભાઈ, હિતાર્થ, હીરના દાદાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે
5 થી 6, ચંદ્રમૌલેશ્વર મંદિર, સાધુવાસવાણી રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી, રાજકોટ છે.
રાજકોટ:
વાંઝા દરજી વ્રજલાલ જેઠાલાલ ભદ્રેશા (ઉં.64) (પારસ ઈલેક્ટ્રોનિક્સ) તે નીરજભાઈ, સંદીપભાઈના
પિતા, નંદલાલ જેઠાલાલ ભદ્રેશા, હસમુખભાઈ, સ્વ.પ્રવિણભાઈના ભાઈ મુળ વતન જામ રાવલનું
તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના 4-30 થી 5-30, શરણેશ્વર મહાદેવ મંદિર, ગુનાતીત
નગર, શિવનગર, માલવીયાનગર, રાજકોટ છે.
રાજકોટ:
જગજીવનભાઈ ફુલચંદભાઈ ફીચડીયા (ઉ.80)(કાગદડીવાળા) તે ગોપાલભાઈ, યોગેશભાઈ, જલ્પાબેન,
ભાવનાબેનના પિતા, નીકિતા, ક્રિમ્પલના દાદા, લલીતભાઈ, પ્રવિણભાઈના કાકા, પીઠડવાળા સ્વ.ધીરજલાલ
મગનલાલ પારેખના જમાઈ, મણીભાઈ, વિજયભાઈના બનેવીનું તા.13ના અવસાન થયું છે. બંને પક્ષનું
બેસણું તા.14ના બપોરે 3 થી 5, વાઘેશ્વરી વાડી, યુનિટ-3, રામનાથપરા, રાજકોટ છે.
રાજકોટ:
ઉદ્યોગપતિ મનીષભાઇ મહેતાના પત્ની શ્રી આરતીબેન (ઉ.54) તે મુળ માળિયા મીયાણાવાળા હાલ
રાજકોટ સ્વ. નલિનીબેન સેવંતીલાલ મહેતાના પુત્રવધુ, મીત, શ્રેયા, શ્રદ્ધાના માતા, સલોનીના
સાસુ, સ્વ. વર્ષાબેન, ભાવનાબેન કમલેશભાઇ મહેતાના ભાભી, સુધાબેન ભરતભાઇ વોરા (સુરેન્દ્રનગર
વાળા)ના દીકરીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના 4-30 કલાકે વર્ધમાનનગર ઉપાશ્રય,
પેલેસ રોડ, રાજકોટ છે.
સાવરકુંડલા:
લાભુબેન આજુગીયા (ઉ.78) તે દેવશીભાઇ કાનજીભાઇ આજુગીયાના પત્ની, ભીખુભાઇના માતાનું તા.13ના
અવસાન થયું છે. બેસણું તા.14ના બપોરે 4 થી 6 ખોડીયારનગર, નેસડી રોડ, પાણીના ટાંકાની
પાછળ, સાવરકુંડલા છે.
અમરેલી:
ગોંડલ નિવાસી મીનાબેન હસમુખભાઇ કાચા તે અમરેલી નિવાસી પોપટભાઇ અરજણભાઇ ગેડીયાના દીકરી,
મહેશભાઇ, કૃષ્ણકાંતભાઇ, ઉતમભાઇના બહેન, હસમુખભાઇ કાચા (ગોંડલ)ના પત્નીનું અવસાન થયું
છે. બેસણું તા.14નાં સાંજે 4 થી 6 અમરેલીની પટેલ વાડી, હીરા મોતી ચોક, અમરેલી છે.
જૂનાગઢ:
લીલાવંતીબેન અનંતરાય વ્યાસ (ઉ.77) તે અશ્વિનભાઇ હસમુખભાઇ, ઉષાબેનના માતાનું તા.11ના
અવસાન થયું છે. બેસણું તા.14ના 4 થી 6 સાંતેશ્વર મંદિર, જોષીપરા જૂનાગઢ છે.