ચક્ષુદાન
રાજકોટ:
ધારેશ્વર ડેરી ફાર્મવાળા ગોવિંદભાઇ, નાથાભાઇ, સંજયભાઇના માતા દિવાળીબેન નાનજીભાઇ સગપરિયાનું
અવસાન થતા પરિવારજનોની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. ચક્ષુદાન વિવેકાનંદ યુથ કલબના
માર્ગદર્શન મુકેશ દોશી, ચક્ષુદાન જાગૃતિ અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેન
મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રાચી:
મૂળ સેમળિયા હાલ પ્રાંચી નિવાસી મનસુખભાઈ રણછોડદાસ તન્નાના પત્ની નર્મદાબેન (ઉં.વ.70)
તે શ્યામભાઈના માતુશ્રી તેમજ નિખિલ અને પાર્થવના દાદીમા તેમજ ઉના નિવાસી રમણીકભાઈ તથા
જેન્તીભાઈ, રતિભાઈના બહેનનું તા.2ના રોજ અવસાન થયું છે. બેસણું તેમજ પિયર પક્ષની સાદડી
તા.5ને ગુરુવારે સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી, પ્રાચી ખાતે રાખેલ છે.
રાજકોટ:
ચંપાબેન હરીગિરિ ગોસ્વામી (ઉં.વ.97) તે બીપીનગિરિ અને મહેશગિરિના માતાનું તા.1ના અવસાન
થયું છે. બેસણું તા.5ના પ્રગ્ટેશ્વર મહાદેવ મંદિર, નાનામૌવા સમાધી સ્થાન, નાનામૌવા,
રાજકોટ ખાતે છે.
વાવડી
રોડ: ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ગૌતમભાઈ વિનોદરાય જાની (ઉં.વ.67) તે વિશ્વજીતભાઈ,
સર્વજીતભાઈ તથા કૃપાલીબેન જીજ્ઞેશભાઈ વ્યાસના પિતા તેમજ જનકભાઈ વ્રજલાલ ત્રિવેદી (હનુ.ખારચિયા)ના
બનેવીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તેમજ બન્ને પક્ષની સાદડી તા.5ને ગુરુવારે સવારે
9થી સાંજે 5-30, ઠુંમર સમાજની વાડી, મુ.વાવડી રોડ, તા.કુંકાવાવ, જિ.અમરેલી ખાતે છે.