• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

avshan nodh

ચક્ષુદાન

ધોરાજી: મૂળ જામકંડોરણા અને હાલમાં જેતપુર રહેતા વનીતાબેન હેમતલાલ રાદડિયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સરકારી હોસ્પિટલને 410મું ચક્ષુદાન મળ્યું છે.

ચક્ષુદાન

ધોરાજી: મૂળ તોરણિયાના વતની રતીભાઇ હરીભાઇ સાણદિયાનું અવસાન થતા તેમના પરિવારજનોની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સરકારી હોસ્પિટલને 409મું ચક્ષુદાન મળ્યું છે.

ચક્ષુદાન

રાજકોટ: તુલસીભાઇ વિરજીભાઇ ટાકોદરાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 800 ચક્ષુદાન થયેલું છે.

રાજકોટ: સ્વ. અલકાબેન મહેતા તે સ્વ. દિવેશ્વરભાઇ નાનાલાલ પંડયાના દીકરી તથા નવનીતભાઇ મહેતાના પત્ની, પાર્થ મહેતાના માતુશ્રી, પ્રતિભાબેન પંડયા, ચારૂબેન ઠાકર, નિશાબેન યાજ્ઞિક તેમજ કલ્પાબેન પાઠકના બહેનનું તા.30ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.2ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન કલ્પવન કોર્ટયાર્ડ-બી 2, 1107, ગોંડલ રોડ, ખોડિયાર હોટલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: મીરા (પપ્પુ) નરેન્દ્રભાઇ ઠાકર (ઉ.56) તે સ્વ. નરેન્દ્રભાઇ ત્રિભોવનભાઇ ઠાકરના દીકરી, ગૌતમભાઇ  ઠાકર અને નિશાબેન રાજેન્દ્રભાઇ જોષીના બહેનનું  તા.31ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.2ને સોમવારે સાંજે 4-30 થી 6 રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટીની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજુલા: સ્વ. ઠા. શાંતિલાલ નાનાલાલ ત્રિભોવનદાસ સોમૈયા (ખાંભાવાળા)ના પુત્રી, આશાબેન રાજેશકુમાર તન્ના (ઉ.56) તે સ્વ. શોભનાબેન ઉનડકટ, દિલીપભાઇ તેમજ નયનાબેન માધવાણીના નાના બેન, અંજનાબેન દિલીપકુમાર સોમૈયાના નણંદ તેમજ મિલનભાઇ તથા જયદીપભાઇનાં ફઇબાનું તા.30મીએ સુરત મુકામે અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી: તા.2ને સોમવારે સાંજે 4 થી 5-30 શ્રી જલારામ મંદિર, જાફરાબાદ રોડ, રાજુલા સિટી ખાતે રાખેલ છે.

જસદણ: દશા મોઢ માંડલિયા વણિક હસમુખરાય જમનાદાસભાઇ વડોદરિયા (ઉં.83) તે મુકુંદભાઇ તથા રસિકભાઇના મોટાભાઇ તેમજ પરેશભાઇ વડોદરિયા તથા સોનલબેન અતુલકુમાર વોરા (સુરેન્દ્રનગર)ના પિતાનું તા.31ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.1-2ને રવિવારે સાંજે 4થી 5 ગાયત્રી મંદિર, નવા સ્ટેન્ડની સામે, જસદણ ખાતે રાખવામાં આવ્યું છે.

રાજકોટ: સ્વ. હરિલાલ જેઠાલાલ જોબનપુત્રાના પુત્રવધૂ તથા સ્વ. રજનીકાંતભાઇના પત્ની, કલ્પનાબેન (બેબબેન) (ઉં.68) તે સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. કિરીટભાઇ, સ્વ. અતુલભાઇ, યોગેશભાઇ, અરુણાબેન રાજાણી, સ્વ. ભદ્રાબેન કોટેચા, ચંદ્રિકાબેન માનસાતા, નીલાબેન રાજાણી તથા મીનાબેન બગડાઇના ભાભીનું તા.30ના રોજ અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી: તા.2ને સોમવારે સાંજે 4થી 5 શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, દાણાપીઠ, સટ્ટાબજાર ખાતે રાખેલ છે.

રાજકોટ: રોહિતભાઇ રમણીકલાલ મહેતા તે કનકબેનના પતિ, આશિતભાઇના પિતા, રવિભાઇના દાદા, મનીષાબેન કૌશિકુમાર પરીખના પિતા, હેત્વી અને બ્રીન્દાના નાનાનું તા.31ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.2ને સોમવારે સાંજે 4થી 6 મોઢવણીક બોર્ડિંગ, રજપુતપરા-5, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: રમણીકભાઇ પરસોતમભાઇ માવદિયા (નાઇરોબી નિવાસી)ના પત્ની, લલીતાબેન માવદિયા (ઉં.61)નું તા.27ના રોજ અવસાન થયું છે.

મોરબી: સુશીલાબેન મહેન્દ્રભાઇ દોશી (ઉ.77) તે જીતેન, પ્રિયાંગ, પ્રીતિ, શિલ્પા, ત્રિશલા, મીતાના માતા, સેજલના સાસુ, ધ્રુવી, ક્રિશી, વંશીના દાદી અને સ્વ.  નવીનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, ભુપતભાઇ, બીપીનભાઇ તથા ભરતભાઇના ભાભી અને સંઘવી હરજીવનદાસ હરખચંદના દીકરીનું તા.31ને શનિવારે અવસાન થયું છે. ઉઠમણું: તા.2ને સોમવારે 10 કલાકે દરબારગઢ ઉપાશ્રય તથા પ્રાર્થના સભા 11 કલાકે વિશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, મોરબી ખાતે છે.

રાજકોટ: રાજેશભાઇ (ઉ.55)તે મનસુખલાલ નાનજીભાઇ કેશરીયાના પુત્ર, અતુલભાઇ તથા કિરણબેન ધીરજલાલ ઠકરારના ભાઇ તેમજ કિશનભાઇના પિતાનું તા.30ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું તા.2 ને સોમવારે સાંજે 4 થી 6 સરીતા વિહાર સોસાયટી, સાંસ્કૃતિક ભવન, રૂડા-2 પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે. શ્વસુરપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ વર્ષાબેન વ્યાસ તે કિરણભાઇ આર. વ્યાસના પત્ની, નેહા મેહુલકુમાર ભટ્ટ તથા આકાશના માતુશ્રી, મેહુલકુમાર બી. ભટ્ટ તથા અવની આકાશ વ્યાસના સાસુ, ડોલનભાઇ આર. વ્યાસ અને નીલમબેન ડી. વ્યાસ તથા સોનલબેન જીતેન્દ્રભાઇ પંડયાના ભાભીનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થના સભા સોમવારે બપોરે 4 થી 6 પંચનાથ પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે છે.

રાજકોટ: સરલાબેન (ઉ .66) તે દિલીપભાઇ વિઠ્ઠલજીભાઇ ગાંગાણીના પત્ની, ધીરેન અને કિંજલ અંકિતકુમાર રાઠોડના માતા તથા રમાબેન વિઠ્ઠલજીભાઇ ગાંગાણીના ભાભીનું તા.30ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું  તા.2ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ‘ગાયત્રી આશિષ’, 3-લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે છે.

રાજકોટ: કલ્પનાબેન રજનીકાંતભાઇ તે સ્વ. હરિલાલ જેઠાલાલ જોબનપુત્રાના પુત્રવધૂ, સ્વ. ઠા. છોટાલાલ મંગળજીભાઇ કુંડલીયાના દીકરી, સ્વ. રાજેન્દ્રભાઇ, સ્વ. કિરીટભાઇ, સ્વ. અતુલભાઇ, યોગેશભાઇ, અરૂણાબેન રાજાણી, ભદ્રાબેન કોટેચા, ચંદ્રીકાબેન માનસાતા, નીલાબેન રાજાણી તથા મીનાબેન બગડાઇના ભાભીનું તા.30ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.2ને સોમવારે સાંજે 4 થી 5 શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, દાણાપીઠ, સટ્ટાબજાર રાજકોટ ખાતે છે.

રાજકોટ: રોહિતભાઈ રમણીકલાલ મહેતા તે ગં.સ્વ.કનકબેનના પતિ, આશિતભાઈનાં પિતા, રવિભાઈના દાદા, અથર્વનાં પરદાદા, મનિષાબેન કૌશિકકુમાર પરીખના પિતા, હેત્વી અને બ્રીન્દાનાં નાનાનું તા.31ને શનિવારે અવસાન થયું છે. બેસણુ તા.રને સોમવારે સાંજે 4 થી 6 મોઢવણીક બોર્ડીગ, રજપુતપરા-પ રાજકોટ ખાતે છે.

વલભીપુર: કૃષ્ણકુમાર કાંતિલાલ ભટ્ટ (નિવૃત્ત-તાલુકા પંચાયત) (ઉ.વ.65) તે કિરીટભાઈ તથા ચંદ્રિકાબેન હરેશભાઈ આચાર્ય (અમદાવાદ)ના મોટાભાઈ, અંકિતભાઈ, કૃણાલભાઈ તથા જાનકીબેન કૃણાલભાઈ દવે (કલ્યાણગઢ-બાવળા)ના પિતા, કશ્યપભાઈ, દર્શનભાઈ, સંધ્યાબેનના બાપુજી તેમજ સ્વ.પ્રકાશભાઈ સોમનાથભાઈ પંડયા (મુ.ખંડોળ, હાલ અમદાવાદ)ના બનેવી તેમજ સ્વ.ભીખુભાઈ જેશંકરભાઈ દવે, જેન્તીભાઈ દવે, મનુભાઈ દવે (લોયા સ્વામીના)ના ભાણેજનુ ંતા.30ના અવસાન થયું છે બન્ને પક્ષનું બેસણુ તા.રને સોમવારે શિવાલય સોસાયટી, કલ્યાણપુર ચોકડી, વલભીપુર નિવાસ સ્થાને છે.

રાજકોટ: લલીતાબેન (ઉ.વ.61) તે રમણીકભાઈ પરસોતમભાઈ માવદિયા (નાઈરોબી નિવાસી)ના પત્નીનું તા.ર7ના અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા.રને સોમવારે 11 કલાકે, અલ્કેશ્વર મહાદેવ મંદિર, 1-અલ્કાપુરી, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

જામનગર: હાલારી ભાનુશાળી જ્ઞાતિના હરિલાલ ડાહ્યાલાલ નંદા (ઉ.7ર) તે વિમલભાઈ અને વિશાલભાઈ નંદાના પિતાનું તા.31ના અવસાન થયું છે. બેસણુ તા.1ના સાંજે 4.30 થી પ બહેનો માટે તથા પ.30 થી 6 ભાઈઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગર ખાતે છે.

જામનગર: મુકેશભાઈ નારણદાસ દાણીધારીયા તે નિસર્ગના પિતા, જમનભાઈ (ગાંધીનગર)ના ભાઈ, સ્વીકાર, શિવાના કાકાનું તા.31ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણુ તા.1ના સાંજે 4 થી 6 તૃપ્તેશ્વર મહાદેવ મંદિર, જી.ઈ.બી. કોલોની સિક્કામાં છે.

જામનગર: ન્યુ મોર્ડન વોશિંગવાળા ઉર્મિલાબેન શાંતિલાલ ભુદ્રાણી તે હરેશભાઈ, વિપુલભાઈના માતા, ભાવેશભાઈ, રવિભાઈ, કરણભાઈ, સચીનભાઈ, હર્ષલભાઈ ભુદ્રાણીના દાદીમાનું તા.31ના અવસાન થયું છે. ઉઠમણુ તા.1ના સવારે 10 થી 10.30 બ્રાહ્મણ બોર્ડીંગ, કૃષ્ણનગર શેરી નં.1, જેકુલબેન સ્કૂલ રોડ, જામનગરમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક