વિજેતા ટીમ ગુરુવારે ફાઇનલમાં RCBનો સામનો કરશે
વડોદરા,
તા.2: વીમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ના અંતિમ લીગ મેચમાં યુપી વોરિયર્સે જીત મેળવીને
એલિમિનેટર મેચમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેની ટક્કર મંગળવારે ગુજરાત જાયન્ટસ વિરુદ્ધ
થશે. આ મેચની વિજેતા ટીમ ગુરુવારે રમાનાર ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)
ટીમનો સામનો કરશે. આરસીબી પોઇન્ટ ટેબલ પર 12 અંક સાથે ટોચ પર રહી હતી. આથી તેને સીધો
જ ફાઇનલ પ્રવેશ મળ્યો છે. ગુજરાત જાયન્ટસ 10 અંક સાથે બીજા અને દિલ્હી કેપિટલ્સ 8 અંક
સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. આથી આ બે ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. ગત ચેમ્પિયન
મુંબઇ ઈન્ડિયન્સ 6 પોઇન્ટ સાથે ચોથા અને યુપી વોરિર્ય ફકત 4 પોઇન્ટ સાથે પાંચમા અને
અંતિમ સ્થાને રહીને ડબ્લ્યૂપીએલની બહાર થઇ હતી.
ગઇકાલના
નિર્ણાયક અંતિમ લીગ મેચમાં યુપી વોરિયર્સ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 122 રન જ કરી શકી
હતી. જવાબમાં દિલ્હી કેપિટલ્સ ટીમે 18.4 ઓવરમાં પ વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
લોરા વુલફાર્ટે 47 રનની અને કપ્તાન જેમિમા રોડ્રિગ્સે 26 રનની ઇનિંગ રમી હતી. અગાઉ
દિલ્હી તરફથી મારિજાન કેપે 3 વિકેટ લીધી હતી.
દિલ્હી
કેપિટલ્સ ટીમ ડબ્લ્યૂપીએલની સતત ચોથી સીઝનમાં ફાઇનલમાં પહોંચી આ વખતે ખિતાબ કબજે કરવાનું
લક્ષ્ય રાખશે. જયારે ગુજરાત જાયન્ટસ ટીમ વિજયની હેટ્રિક કરી એલિમિનિટેર મેચમાં પહોંચી
છે. તેની નજર પહેલીવાર ફાઇનલ મુકાબલો રમવા પર છે. મેચ મંગળવારે સાંજે 7-30થી શરૂ થશે.