• રવિવાર, 15 માર્ચ, 2026

અવસાન નોંધ

ચલાલામાં ક્ષત્રિય સમાજના આગેવાન ગભરૂભાઈ ખુમાણને શ્રદ્ધાંજલિ પાઠવતા આગેવાનો

ચલાલા, તા.11: ધારી તાલુકાના ચલાલા શહેરના ક્ષત્રિય સમાજના આગેવાન, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અજીતભાઈ ખુમાણનાં પિતા ગભરૂભાઈ ખુમાણનું તા.1 ના અવસાન થતાં સમગ્ર ચલાલા પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

તેમના અવસાનના સમાચાર મળતા ચલાલા દાનેવધામના લઘુ મહંત મહાવીરબાપુ, ધારાસભ્ય જે.વી.કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટીયા, અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભયલુભાઈ વાળા, જયરાજભાઈ વાળા, પ્રકાશભાઈ કારિયા સહિત અનેક સામાજીક, રાજકીય આગેવાનોએ ખુમાણ પરિવારને સાંત્વના પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

ભાવનગર : તપસ્વીની બ્રહ્માકુમારી ગીતાબહેનનું અવસાન

ભાવનગર: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ભાવનગર સેવા કેન્દ્રમાં તપસ્વીની બ્રહ્માકુમારી ગીતાબહેને 15 વર્ષથી સેવા બજાવી માઉન્ટ આબુ જ્ઞાન સરોવર, આંતરરાષ્ટ્રીય વડુ મથક શાંતિવન, આબુ રોડ ખાતે સેવા પ્રદાન કરતા અંતિમ શ્વાસ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં વર્ષ 1972 માં ન્યુ એસ.એસ.સી.બોર્ડમાં પ્રથમ નંબર લીધેલ ત્યાર બાદ સંપૂર્ણ જીવન માનવ સેવામાં સમર્પણ કરેલ. ભાવેણાના અનેકાનેક મહાનુભાવોની સેવા પ્રદાન કરેલ છે. અંતિમ યાત્રામાં ભાવનગરથી બ્રહ્માકુમારી તૃપ્તિબહેન, ઉપ ક્ષેત્રીય સંચાલિકા ભાવનગર વિભાગ, સેવા કેન્દ્રના બ્રહ્મા વત્સો જોડાયા હતા તેમ બ્રહ્માકુમાર મુકેશભાઇ જોષીએ જણાવ્યું હતું.

 

 

 

ચક્ષુદાન

જુનાગઢ: દક્ષેશ (રાજ) દોશી (ઉં.32) તે સ્વ.વૃજલાલ તારાચંદ દોશીના પૌત્ર, સ્વ.કમલેશભાઈના પુત્ર, પરીશાબેન દીપેનભાઈ મોદીના ભાઈ, વિનુભાઈ, અનીલભાઈ, લલીતભાઈના ભત્રીજાનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સવારે 10-30 કલાકે સ્થાનકવાસી જૈન સંઘની વાડી, મહેતા નિદાન કેન્દ્ર, જુનાગઢ છે. સદગતનું ચક્ષુદાન કરવામાં આવેલ છે.

ચક્ષુદાન

જૂનાગઢ: પંજુરી આઇ કલેકશન સેન્ટર જૂનાગઢ દ્વારા દક્ષેશ કમલેશભાઇ દોશી (ઉ.32)નું 200મું ચક્ષુદાન ડોક્ટર ધીરૂભાઇ ફડદુ, એડવોકેટ ગીરીશ મશરૂ જૂનાગઢએ સ્વિકારી સકીલભાઇ હાલેપોત્રા રાજકોટ મેડીકલ કોલેજને પહોંચાડવા રવાના થયા હતા. આ સેવા જૂનાગઢ શહેર માટે 24 કલાક 365 દિવસ ઉપલબ્ધ છે મોબાઇલ નંબર 98259 35075 જૂનાગઢ છે.

ચક્ષુદાન

રાજકોટ: સુરેશભાઇ વિક્રમચંદ પારેખનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 822મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન અમિતભાઇ દોશી સહયોગથી થયેલ છે.

રાજકોટ: ઉપલેટા નિવાસી હાલ રાજકોટ નરેન્દ્રભાઈ કારેલિયા તેમજ અતુલભાઈના પિતા જેન્તીલાલ પરસોતમ કારેલિયા (ઉ.વ.87) તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.1રનાં સાંજે 4 થી 6 પ્લોટ નં.60, શ્યામ સોસાયટી-ર, રણુજા મંદિર પાછળ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ છે.

વીરપુર જલારામ: સોની સ્વ.નટવરલાલ મોહનલાલ રાજપરાના પત્ની પુષ્પાબેન (ઉં.91) તે સોની જગદીશભાઈ તથા સ્વ.વિજયભાઈ ઉર્ફે ભગાભાઈના માતા, વિશાલ, જય તથા પ્રતીકના દાદીનું તા.11ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે 4 થી 6 ટાવર ચોક, સોની શેરી, વીરપુર જલારામ છે.

મોરબી: સોની રવજીભાઈ કુંવરજીભાઈની પૌત્રી અને પ્રાગજીભાઈ રવજીભાઈની દીકરી અનસોયાબેન મનહરલાલ પારેખનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ બન્ને પક્ષનું તા.1રના સવારે 10.30 થી 1ર સુધી સોની જ્ઞાતિની વાડી, વિભાગ-1, ખીજડા શેરીમાં, કોઠારીયા નાકે, રાજકોટ છે.

રાજકોટ: કલાકાર, એક્ટર, સિંગર સંજય રાવલ અને બાલાજી ઈલેક્ટ્રિકવાળા ભાવેશ રાવલના પિતાશ્રી, લોકગાયક મિત રાવલના દાદા, સ્વ.મનસુખભાઈ છગનભાઈ રાવલ તે (મુળગામ-ચિત્રાવડ, હાલ-રાજકોટ)નું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.1રનાં સાંજે 4 થી 6 વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી, સમોઝાદ સ્કૂલની પાસે, ઈન્દ્રપ્રસ્થ હોલની પાછળ, મવડી મેઈન રોડ ખાતે બન્ને પક્ષનું સાથે છે.

રાજકોટ : ગોવિંદભાઈ હંસરાજભાઈ અંબાસણા (ઉં.96) ગામ કરીયાણાવાળા તે ભરતભાઈ (આર્કિ.એન્જી.), હરેશભાઈ, ગૌતમભાઈ, જયાબેન બાવળેચા, ઈલાબેન અંબાસણા, નીરૂબેન વડગામાના પિતા, અમૃતભાઈ, મોહનભાઈ, નંદલાલભાઈ, અરવિંદભાઈ તથા નવનીતભાઈના મોટાભાઈ, નિલકંઠ (આર્કિ.એન્જી), નિમિત્ત, જતન, દર્શના આદ્રેજા, આરતી આમરણીયા, ઋત્વિ ઘોરેચાના દાદા, સ્વ.પરસોત્તમભાઈ સુખલાલભાઈ વડગામાના જમાઈનું તા.10ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું, પ્રાર્થનાસભા તા.12ના સાંજે 4-30થી 6, પટેલવાડી, જલારામ ચોક પાસે, વાણીયાવાડી ખાતે છે. કરીયાણા ગામે તા.14ના સાંજે 4-30થી 6 રાખેલ છે.

રાજકોટ: જોડીયા નિવાસી હાલ રાજકોટ જયવંતભાઈ રવિચંદભાઈ મહેતા તે બીનાબેનના પતિ, હિતેશભાઈ, સ્વ.ભાવેશભાઈ, ડિમ્પલબેન રાજેશભાઈ મહેતાના પિતા, કુંદનભાઈના મોટાભાઈ, હેતલબેન, બિનલબેનના સસરાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સવારે 10-30 વાગ્યે સરદાર નગર ઉપાશ્રય, સરદારનગર શેરી નં.9/14નો કોર્નર, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: કારડીયા રાજપૂત વિરાજસિંહ બારડ (ઉં.23) તે સુધીરસિંહ દેવસિંહજી બારડના પુત્ર, વિજયસિંહ, નિલેશસિંહ, કિશોરસિંહ, અજયસિંહ, ભવદીપસિંહના ભત્રીજાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4થી 6, પંચનાથ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: દયાબેન ચોટાઈ (ઉં.89) તે રમણીકલાલ શાંતિલાલ ચોટાઈનાં પત્ની, નિતીનભાઈ, સ્વ.સ્મીતાબેન વિનોદરાય ગોટેચા, વીણાબેન હરેશકુમાર ઠક્કર, ચેતનાબેન ભદ્રેશકુમાર હરિયાણી, રૂપાબેન સુનીલકુમાર કક્કડનાં માતા, સીમાબેન નીતિનભાઈ ચોટાઈનાં સાસુ, નીરવ, પ્રતીકનાં દાદી તથા સ્વ.જીવરાજભાઈ ખેતસીભાઈ ભીંડોરા (બામણબોર)નાં દીકરીનું તા.11ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 5થી 6, પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

સાવરકુંડલા: સમજુબેન રવજીભાઈ સોરઠિયા (ઉં.97) તે પ્રવીણભાઈ (ઉદય પાન) અને રામજીભાઈ અને પોપટભાઈનાં માતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6, નેસડી રોડ, પરીમલ સોસાયટી, સાવરકુંડલા છે.

જામનગર: શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી સ્વ.ભોગીલાલ લક્ષ્મીશંકર દવે પરિવારના પુત્ર અરુણભાઈનાં પત્ની ગીતાબેનનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.12ના સાંજે 5થી 5-30, પટેલ કોલોની શેરી નં.9, લાલબહાદુર શાત્રીનગર, કોમ્યુનિટી હોલ ખાતે ભાઈઓ-બહેનોનું તેમનાં નિવાસસ્થાન, જામનગર છે.

જામનગર: મૂળ કાલાવડ હાલ નાલાસોપારા નિવાસી દીપકભાઈ રમણીકલાલ પટેલનાં પત્ની છાયાબેન (ઉં.64) તે જયાબેન રમણીકલાલનાં પુત્રવધૂ, મધુરીકાબેન મહેશભાઈ, વર્ષાબેન ધીરેનભાઈ, પન્નાબેન અભયભાઈ, સ્વ.રસીલાબેન સતીશકુમાર મહેતા, નલીનીબેન રસીકલાલ શાહનાં ભાભી, ખીલોસ નિવાસી હાલ ઘાટકોપર સ્વ.રતિલાલ પદમસી ઠક્કરનાં પુત્રીનું તા.8ના અવસાન થયું છે. સાદડી તા.16ના 4 વાગ્યે લીમડાવાળા ઉપાશ્રય, પોસ્ટ ઓફિસ પાસે, જામનગર છે.

જામનગર: ગુજરાતી હાલારી સમવાય ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ જામનગર નિવાસી સ્વ.ગુલાબરાય અનંતરાય ઉપાધ્યાયના પુત્ર, એડવોકેટ શૈલેષભાઈ ઉપાધ્યાય (ઉં.61) તે જીજ્ઞાબેનના પતિ, સ્વ.જયંતીલાલ ભગવાનલાલ પંડયાના જમાઈ, વિહા કિશનકુમાર ઉપાધ્યાય, વિહારના પિતા, ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ ઉપાધ્યાયના મોટાભાઈ, કિરણબેન હિતેશકુમાર શુક્લ (રાજકોટ)ના ભાઈનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.12ના સાંજે 4થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: મૂળ ધારીના હાલ રાજકોટ ઘનશ્યામભાઈ ડાહ્યાભાઈ ચાવડા (ઉં.85) તે કલ્પનાબેનના પતિ, વિશાલભાઈના પિતા, ઝરણાબેનના સસરાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ના 5થી 6, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક