• મંગળવાર, 21 એપ્રિલ, 2026

avshan nodh

ઉમિયા માતાજી મંદિર, સીદસરના પૂજારીના માતાનું અવસાન

સીદસર: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ અનુસયાબેન ઉમેદલાલ મહેતા (ઉં.92) તે સ્વ.જીતેન્દ્રભાઈ, નીતાબેન ઉમેશભાઈ પંડયા, ઉષાબેન કમલેશભાઈ પંડયા તથા કેતનભાઈ (પૂજારીજી, ઉમિયા માતાજી મંદિર)ના માતુશ્રી, સંજયભાઈ (મંત્રીશ્રી, સહકારી મંડળી સીદસર), નીરવભાઈ (માર્કેટીંગ યાર્ડ, જામજોધપુર), માતંગી, કોમલ અને પ્રિયાંશીના દાદીમાનું તા.18ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.20મીએ આખો દિવસ પુરૂષો માટે રામ મંદિર તથા બહેનો માટે તેમના નિવાસ સ્થાને છે.

 

 

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના જામનગર નિવાસી જામવણથલીવાળા સ્વ.ચંદુલાલ ભાઈચંદ કોઠારી અવસાન પામતા તેમના જમાઈ નૈમીષભાઈ શાહની સહમતીથી અને જામનગર ચક્ષુદાન અભિયાન સમિતિના કાર્યકર અને જૈન અગ્રણી મુગટભાઈ શાહ, હરદિપભાઈ શાહની પ્રેરણાથી સ્વ.ચંદુભાઈના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટના માર્ગદર્શક મુકેશભાઈ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરાવાયું હતું.

રાજકોટ: દ.સો. વણિક બગસરા નિવાસી વજીબેન પોપટલાલ મોરારજી માધાણીના પુત્ર મગનલાલ તે સુશીલાબેન માધાણીના પતિ, સ્વ. ચંદુભાઇ, સ્વ. હસમુખભાઇ, રમણીકભાઇ, સ્વ. મુકુંદભાઇ માધાણી, સ્વ. ભાનુબેન વંકાણી, સ્વ. અંજુબેન ધાબળીયા, જસવંતીબેન સાંગાણીના ભાઇ, સ્વ. કંચનબેન ગુલાબચંદ મલકાણના જમાઇ, ચંદ્રકાંત મલકાણ, દિનેશ મલકાણના બનેવીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 5 થી 6 અલકેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી શેરી નં. 1, નેસ્ટ સ્કૂલની પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. અનંતભાઇ ત્રિકમદાસ ઠક્કર તે નલિનીબેનના પતિ, અનિલભાઇ, રાજેન્દ્રભાઇ, પ્રમોદભાઇના ભાઇ, બિન્દિયાબેન દેવેન્દ્રકુમાર પુજારા (મેંગલોર), મેહુલ ઠક્કર, બંસરી ઉદય ભગદેવના પિતા, પરિમલ સોપ ફેકટરી વાળા સ્વ. રવજીભાઇ ગોકળદાસ વડેરાના જમાઇ, સ્વ. યોગેન્દ્રભાઇ (કુમારભાઇ), ચંદ્રકાંતભાઇના બનેવીનું તા.18ના અવસાન થયું છે. બેસણું, સાસરા પક્ષની સાદડી તા.20નાં સાંજે 5-30 થી 6-30 સાઇનાથ મહાદેવ મંદિર, સાંઇબાબા સોસાયટી, સયાજી હોટેલ પાછળ, તેમના નિવાસ સ્થાનની બાજુમાં છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક નયનાબેન (ઉ.57) તે પ્રફૂલભાઇ જયંતિલાલ ભુપતાણીના પત્ની, ગોપાલભાઇ, રાધિકા જયકુમાર આણંદપરાના માતા, નીલમબેન, જયભાઇ (કમલભાઇ) આણંદપરાના સાસુ, કેવિનના નાની, જશવંતીબેન દોશી તથા રંજનબેન ગગલાણી તથા ચાંદનીબેન ઝવેરી તથા રમેશભાઇ, સ્વ. રાજુભાઇ, હિતેશભાઇના ભાભી, મહેન્દ્રભાઇ મુંજીયાસરા, દિનેશભાઇ, મધુબેન મલકાણ, નીતાબેન માધાણીના બહેનનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 5 થી 6 માલવીયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: નિર્મળાબેન હરસુખલાલ ધીનોજા (ઉ.86) તે જયેન્દ્રભાઇ, હરિભાઇ, જનસુખભાઇ, મુકેશભાઇ અને અનિલભાઇના મોટા બેનનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 6 માંગનાથ મહાદેવ મંદિરે, જૂનાગઢ છે.

બિલખા:  જૂનાગઢ ભલગામ (બીલખા) નિવાસી હાલ જૂનાગઢ હીરાબેન પ્રાણલાલ અગ્રાવત (ઉ.75) તે ભાવેશભાઇ, મુકેશભાઇ, લલિતભાઇ, કિંજલબેન, નૂતનબેનના માતા, કોમલબેન, રિધીબેન, શિલ્પાબેનના સાસુનું તા.18નાં અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 5 થી 7 રેસીડેન્સી ઝાંઝરડા ચોકડી જૂનાગઢ છે.

રાજકોટ: હિરાબેન પીઠવા (ઉ.75)  (ગોંડલવાળા) હાલ રાજકોટ  તે કાંતીભાઇ પીઠવાના પત્ની,  નયનભાઇ, મીનાબેન જયેશકુમાર મકવાણા, કાજલબેન રોહિતકુમાર આસોડીયાના માતા, દીપ, પ્રિયંકાબેનના દાદીનું તા.17નાં અવસાન થયું છે. બેસણું તા.20નાં 4-30 થી 6-30 પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લુહાર બોડીંગ, રાષ્ટ્રીય શાળા સામે, રાજકોટ છે.

જામનગર: સ્વ. ચંદ્રકાંત નટવરલાલ દવેના પત્ની હિનાબેન તે રૂપેશ, હિમાંશુના માતા, હીનાબેનના સાસુ, વત્સ, ઋષિતાના દાદીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20ના સાંજે 5 થી 5-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

રાજકોટ: કામીનીબેન ઠાકર (ઉ.60) તે શશીકાંતભાઇ પ્રભાશંકર ઠાકર (ધારીવાળા) હાલ રાજકોટના પત્ની, સ્વ. ધીરૂભાઇ, રસિકભાઇના નાના ભાઇના પત્ની, હરેશભાઇ, ભરતભાઇના (ધારી)ના ભાભી, ભાલચંદ્રભાઇ (ભયલાભાઇ) બી. જોષીના પુત્રી, ચંદ્રીકાબેન (િનવૃત એસબીઆઇ), રીટાબેન વિજયભાઇ જોષી (ભાવનગર), રાજેશભાઇ, નિલેશભાઇ જોષી (એલઆઇસી)ના બહેનનું તા.17નાં અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી તા.20ના 4-30 થી 6 મહાકાલેશ્વર મંદિર, માલવીયા ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: ચેતનકુમાર પ્રભુદાસભાઇ બાવીસી (ઉ.62) તે સ્વ. પ્રભુદાસભાઇના પુત્ર, બીપીનભાઇ, દિલીપભાઇ, સ્વ. કલ્પેશભાઇના નાનાભાઇ, દર્શનાબેનના પતિ, અર્ચ, પ્રિયાંશીના પિતા, સ્વ. હરિશચંદ્ર છોટાલાલ ગાંધીના જમાઇનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થના સભા તા.20ના સવારે 10-30 કલાકે દિગંબર જૈન મંદિર, 5- પંચનાથ પ્લોટ, શાત્રી મેદાન સામે, રાજકોટ છે.

રાજકોટ: શાંતિલાલ પ્રાણજીવન દેવાણી (ઉ.93) તે દીપકભાઇ દેવાણી, ડો. ભાવેશ દેવાણીના પિતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.20ના  સાંજે 4  થી 6 નુતનનગર હોલ, કોટેચા ચોક, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

કેશોદ: સારસ્વત બ્રાહ્મણ શાત્રી હરેશભાઇ વ્રજલાલ સાતા (ઉ.73) તે હિમાંશુભાઇ (શાત્રી), તેજસભાઇ, હિરેનભાઇ, જતીનભાઇના પિતા, સ્વ. રાજુભાઇ, સ્વ. ધર્મેન્દ્રભાઇના મોટા ભાઇનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 4 થી 6 આંબાવાડી  જલારામ મંદિર સામે, દસનામ ગોસ્વામી સમાજ કેશોદ છે.

રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જયેશભાઇ ભટ્ટ (ઉ.63) (ખાણ અને ખનીજ વિભાગ- નિવૃત્ત સર્વેયર) તે સ્વ. ગુણવંતરાય શાંતિલાલ ભટ્ટના પુત્ર, શ્રીમતિ હર્ષાબેનના પતિ, માનસીબેન ઇશિતકુમાર પટ્ટણી, રાજન ભટ્ટ, રૂચા ભટ્ટના પિતા, મયુરીબેનના સસરા, સ્વ. વિજયભાઇ, બિંદુબેન ભાવેશભાઇ જોષી, નીતાબેન અજયભાઇ ભટ્ટના ભાઇ, ચંદ્રકાંતભાઇ (ટીનુભાઇ)ના ભત્રીજા, ઇશ્વરભાઇ અમૃતલાલ જોષીના જમાઇ, મધુસુદનભાઇ, મુકુંદભાઇ, હરેશભાઇ, શિલ્પાબેન કેતનકુમાર વ્યાસના બનેવીનું તા.18નાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.20નાં સાંજે 4-30 થી 6-30 સોમનાથ મહાદેવ મંદિર, 1 મોહનનગર, સોજીત્રાનગર પાણીના ટાંકાની સામે, રૈયા રોડ, રાજકોટ છે. મો.નં. 89802 00002.

ડેડાણ: ટીંબી ભાડા વાળા હાલ મુંબઇ રહેતા સેવાકર્મી ધરમશીભાઇ ગુલાબ હુસેનભાઇ પંજવાણી (ઉ.92) તે અમીરભાઇ, અને સાહીલભાઇના પિતા, અને અલતાફભાઇ કડવાણીના સસરા, અમીરભાઇ કડવાણીના મામાનું તા.12ના અવસાન થતા શોક છવાયો હતો. મુંબઇથી તેમનો પાર્થીવ દેહ લાવવામાં આવ્યો ત્યારે ભાડા ગામના નગરજનો, હિન્દુ, મુસ્લિમ ભાઇઓ દફન વિધિમાં જોડાયા હતા. રૂહાની મીજલીસ ટીંબી ખોજા જમાતખાનામાં તા.13ને સોમવારે સાંજે 7  વાગ્યે છે.

જેતપુર:  રમેશભાઇ મુળજીભાઇ પાદરીયા (ઉ.62) તે વિનુભાઇના નાના ભાઇ, રક્ષિત અને નિકુંજના પિતા, સિધ્ધાર્થ અને કૃણાલના કાકાનું તા.18નાં અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4  થી 6 ધોરાજી રોડ, એ-25 -પંચવટી સોસાયટી, જેતપુર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક