• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

avshan nodh

ચક્ષુદાન

જામનગર: સ્વ.ભાઈચંદ હેમચંદ કોઠારી (મૂળ ગામ જામવણથલી)ના પુત્ર ચંદુલાલ (ઉં.87) તે સ્વ.ગીરધરલાલના ભાઈ, સ્વ.સુશીલાબેનના પતિ, હેમલભાઈ, જયશ્રીબેન નેમીષભાઈ શાહ, હીનાબેન દિવ્યેશભાઈ મહેતાના પિતા, ભાવિક, ભવ્યના દાદા, મંજુલાબેન પ્રવિણચંદ્ર ઠક્કરના ભાઈ, સ્વ.હેમચંદ માણેકચંદ મહેતા (મીઠાપુર)ના જમાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ના સવારે 10 કલાકે પેલેસ દેરાસર ઉપાશ્રય ખાતે, પ્રાર્થનાસભા સવારે 11-30 કલાકે અમૃતવાડી (નાગનાથ નાકા) ખાતે છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: કુસુમબેન ખંધડિયા (ઉં.75) તે અરવિંદભાઈ અમૃતલાલ ખંધડીઆના પત્ની, રવિન્દ્ર, પરાગ, કાજલબેન દર્શનકુમાર ઉનડકટના માતા અને સ્વ.રમણીકલાલ ગોરધનદાસ માખેચા (મોટી પાનેલી)ના પુત્રીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.18ના 5થી 6, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર સોસાયટી મેઈન રોડ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

ચક્ષુદાન

રાજકોટ: તરુણાબેન મહેતા (ઉં.78) તે કિશોરભાઈ છબીલદાસ મહેતાના પત્ની, દેવલ પરાગ દોશી, સેજલ તુષાર શાહ, સપના પરાગ શાહના માતા, સ્વ.જયવંતલાલ જગજીવનદાસ મીઠાણીના પુત્રી, સી.એ.ભરત મીઠાણી, મીલન મીઠાણીના બહેનનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.17ના ઉઠમણું સવારે 10-30, પ્રાર્થનાસભા સવારે 11થી 12, મહાવીર ભવન, માલવીયા ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે છે. સદગતના ચક્ષુઓનું દાન કરાયું છે.

જામનગર: બાલમુકુન્દ વિનોદચંદ્ર સારડા (ઉં.74) તે રશ્મિબેનના પતિ, ચિંતન તથા ચાંદની સારડાના પિતા, ચંદ્રેશ તથા અંકિતા સારડાના સસરાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 5-30થી 6, હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગર છે.

ઓખા: મૂળ બેટદ્વારકાના હાલ ઓખા જુગલકિશોર બાબુલાલ પંડયા તે રાજેશભાઈ, જીજ્ઞેશભાઈ પંડયાના પિતાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 5થી 5-30, રામેશ્વર મંદિર, ઓખા છે.

ગોંડલ: સ્વ.ભાલચંદ્રભાઈ બાબુલાલ પારેખના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં.56) તે બિપીનચંદ્ર, સુરેશચંદ્રના ભત્રીજા, લતાબેન કકુભાઈ ગાંધીના ભાઈ, સ્વ.શાંતિલાલ મહેતા, દિલીપભાઈ મહેતા તથા ચંદ્રકાંતભાઈ મહેતાના ભાણેજનું તા.15ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સવારે 10 કલાકે દાદા ડુંગર ઉપાશ્રય, નાનીબજાર ખાતે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે બેનાણીવાડી, વચલી શેરી, ગોંડલ છે.

થાનગઢ: રમેશભાઈ દક્ષિણી (કાકુભાઈ વીજળીયાવાળા) તે સ્વ.રમણીકલાલ પરષોત્તમદાસ દક્ષિણી વીજળીયાવાળાના પુત્ર, સિદ્ધાર્થ, જયદીપ, પ્રીતિબેન પ્રતીકભાઈ કોટક (રાજકોટ) તથા હીનાબેન તેજસભાઈ કાનાબાર (હળવદ)ના પિતા, વાંકાનેર નિવાસી સ્વ.મગનલાલ નાનજીભાઈ સેજપાલના જમાઈનું તા.14ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.18ના સાંજે 4 થી 6, બ્રહ્મ સમાજની વાડી, મેળાના મેદાન સામે, ચોટીલા રોડ, થાનગઢ છે.

રાજકોટ: ગીરધરલાલ રવજીભાઈ ઘોણીયા (ઉં.84) તે જીતેષભાઈના પિતાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.17ના સવારે 9 થી 10-30, રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક પાસે, સુભાષનગર મેઈન રોડ, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રાજકોટ: સુલતાનપુર નિવાસી હાલ રાજકોટ વાટલિયા પ્રજાપતિ સ્વ.ભનુભાઈ મોહનભાઈ રૂડકિયાના પત્ની વિજયાબેન (ઉ.પ3) તે વિશાલભાઈ તથા શુભમભાઈના માતા, શંભુભાઈ, બાબુભાઈ, કાળુભાઈના નાનાભાઈના પત્ની, રામળિયા નિવાસી દેવરાજભાઈ, વિઠ્ઠલભાઈ, મનસુખભાઈ ઘોઘારીના બહેનનું તા.13નાં અવસાન થયું છે. બેસણુ તા.17 નાં સાંજે 4 થી 6 માટેલ સોસાયટી, શેરી નં.1, આદર્શ એવન્યુ પાછળ, મવડી પ્લોટ, રાજકોટ છે.

વાસાવડ: ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ મૂળ સાણથલી હાલ વાસાવડ ચંદુલાલ હરિશંકર વ્યાસના ધર્મપત્ની સ્વ.મંગળાબેન ચંદુલાલ વ્યાસ (ઉ.90) તે સ્વ.મહેશભાઈ, ઉમેશભાઈ, પ્રદીપભાઈ, સ્વ.હિતેશભાઈના માતા, આશિષભાઈ, હિમાંશુભાઈ, હાર્દિકભાઈ, સ્વ.જયભાઈ, જીજ્ઞેશભાઈ, વૈભવભાઈ, રાહુલભાઈ, માધુરીબેન કેતનકુમાર ઠાકર (સા.કુંડલા), ભૂમીબેન શ્યામકુમાર જાની (મોવિયા), દિવ્યાબેન મયુરકુમાર ઠાકર (અમદાવાદ), યાત્રીબેન અવિકુમાર વૈષ્ણવ (હિમતનગર)ના દાદી, રાજકોટ નિવાસી જયસુખભાઈ કેશવલાલ ઠાકર, બીહારીભાઈના બેનનું તા.1પ નાં અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં સાંજે 4 થી 6 શ્યામવાડી સાણથલી રોડ, વાસાવડ છે.

જૂનાગઢ: ભરતભાઈ લક્ષ્મીશંકર પુરોહિત (ઉ.6પ) (પૂર્વ પુજારી-લક્ષ્મીનારાયણ મંદિર-મુંબઈ) તે ઉર્મિલાબેન, ચંદ્રિકાબેન, કિશોરભાઈ, જીતુભાઈ, રમેશભાઈના ભાઈ, સરોજબેનના પતિ, સાગરભાઈના પિતાનું તા.1પ ના અવસાન થયુ છે. બેસણુ તા.18 ના સાંજે પ થી 6 સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: ભારતી હર્ષદરાય મહેતા તે હર્ષદરાય કાંતિલાલ મહેતાના પત્ની, સ્વ.બાબુલાલ વેલજી શેઠની પુત્રી, દેવાંગી, આદિત્યના માતા, હાર્દિક ભાસ્કરભાઈ રાજ્યગુરૂ અને રાજલના સાસુનું તા.1પ ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.17 ના સવારે 10 કલાકે તેમના નિવાસ સ્થાને છે.

પોરબંદર: મૂળ બોખીરાના હર્ષદરાય જીવનલાલ જોષી (ઉ.71) તે ભાવિની, હાર્દિક, તેજસ, મયુરના પિતા, પરેશ થાનકી, આરતી, ચાંદનીના સસરા, હંસાબેન, જયાબેન, સ્વ.ભરતભાઈ તથા જનકભાઈના ભાઈનું તા.14 ના કેનેડામાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર0 નાં સાંજે 4 થી 6 ઝુંડાળામાં આવેલ ઝુંડેશ્વર મહાદેવ મંદિરે છે.

રાજકોટ: અનુપભાઈ પોપટ (ઉ.7ર) (ભાગ્યોદય મંડપ સર્વિસ) તે સ્વ.ધનજીભાઈ ઓધવજીભાઈ પોપટના પુત્ર, કુસુમબેનના પતિ, ડો.મુકેશભાઈ, રાજેશભાઈ, સ્વ.રેખાબેન હસમુખ કોટેચા (જામખંભાળીયા)ના મોટાભાઈ, સુમીતભાઈ, દર્શનાબેન કલ્પેશભાઈ ચંદ્રાણી, પુજાબેન જીજ્ઞેશભાઈ ચગના પિતા, સ્વ.મોહનલાલ ગીરધરલાલ કેશરીયા (રાજકોટ)ના જમાઈનું તા.16 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.17 નાં સાંજે પ થી 6 ભુતનાથ સત્સંગ હોલ, બહાઉદીન કોલેજ રોડ,

જૂનાગઢ છે.

રાજકોટ: ‘ધનશ્રી’ (ઉ.ર) તે દર્શિક કિરીટભાઈ મહેતા, નિરાલી દર્શિકભાઈ મહેતાની દીકરી, કિરીટભાઈ નાગરદાસ મહેતા (મજેવડીવાળા)ની પૌત્રી, ભાવિકભાઈ, કૃપાબેનની ભત્રીજી, દેવરાજ અમરશીભાઈ ધરોડીયા, રાજભાઈ અને કાજલબેનની ભાણેજનું તા.1પ ના અવસાન થયુ છે. તા.18નાં સવારે 9 કલાકે સત્યપુન ધામ ઉપાશ્રય, ગાંધીગ્રામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, 4-એ ગાંધીગ્રામ, નાણાવટી ચોક પાસે, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

પોરબંદર: હરસુખરાય કાંતિલાલ પંડયા (ઉં.71) તે ઉષાબેનના પતિ, કાજલબેનના પિતાનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17નાં સાંજે પ.30 થી 6 પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ બહેનોની સંયુક્ત છે.

જામનગર: નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ જામનગર નિવાસી હાલ દોહાકતાર-નવનીતરાય ગીરીજાશંકર મહેતાના પુત્ર જીતેન્દ્રભાઈનું અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં સાંજે પ થી 6 મયુર વિલા કોમન હોલ, સમર્પણ હોસ્પિટલ પાછળ, સમર્પણ સર્કલ, કાશી ઈન હોટેલવાળી ગલ્લી, જામનગર છે.

અમરેલી: મેડી નિવાસી પ્રવિણસિંહ કેસરીસિંહ સોલંકી (ઉ.68) તે નટવરસિંહ, ભાવસિંહ, અજિતસિંહના ભાઈ, વિક્રમસિંહના પિતાનું તા.13 ના અવસાન થયુ છે.

જામનગર: હાલારી ભાનુશાળી પ્રવિણભાઈ છગનભાઈ જોઈશર (ઉ.76) નું તા.16 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.17 ના બપોરે 4.30 થી પ બહેનો માટે તેમજ પ.30 થી 6 ભાઈઓ માટે શ્રીહાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, ભાનુશાળી વાડ, હવાઈચોક, જામનગર છે.

ઇ-પેપરના નવા શુલ્ક