ધોરાજીના
પત્રકાર કિશોરભાઈ રાઠોડના પિતાનું આજે બેસણું
ધોરાજી,
તા.16: લુહાર સમાજના વરિષ્ઠ અગ્રણી ભીખાલાલ છગનભાઈ રાઠોડ (ઉં.91) તે પ્રવીણભાઈ છગનભાઈ
રાઠોડ, વિલાસબેન નાગજીભાઈ મારૂ (અમદાવાદ), સ્વ.મુક્તાબેન લાલજીભાઈ સિદ્ધપુરા (અમદાવાદ),
મનસુખભાઈ રાઠોડના ભાઈ, મહેશભાઈ રાઠોડ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી
સમસ્ત દેશાવર લુહાર જ્ઞાતિની વાડી ભવનાથના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ (વરિષ્ઠ પત્રકાર),
હિતેશભાઈ રાઠોડ મિત્રી, શૈલેષભાઈ રાઠોડ મિત્રી, ગીતાબેન મુકેશભાઈ પિત્રોડા (ગોંડલ)ના
પિતાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, ગાંધી વાડી (જૈન સમાજની
વાડી), સ્ટેશન પ્લોટ, ધોરાજી ખાતે છે. મો.નં.82009 33306
ચક્ષુદાન
રાજકોટ:
જૈન સમાજના ધર્મ પરાયણ સ્વ.જ્યોત્સનાબેન નાથાલાલ ખજુરીયાનું અવસાન થતા પુત્ર મયુરભાઈએ
બે દૃષ્ટિહીન બાંધવના જીવનમાં રોશની આપવાની ભાવનાથી અને સહમતીથી ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના
ભક્ત જૈન શ્રેષ્ઠી સંજયભાઈ શેઠની પ્રેરણાથી સ્વ.જ્યોત્સનાબેનના ચક્ષુનું દાન કરાયું
હતું. વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો
અનુપમ દોશી તથા ઉપેનભાઈ મોદી દ્વારા ચક્ષુદાન સ્વીકારવાની કાર્યવાહી કરાઈ હતી. ડોક્ટર
ધર્મેશ શાહે સહકાર આપેલ.
બગસરા:
બ્રહ્મક્ષત્રિય મનહરલાલ નાનજીભાઈ ખખ્ખર (ઉ.76) તે સ્વ.િત્રભોવનભાઈ, સ્વ.ધનજીભાઈ, સ્વ.મુળજીભાઈ,
સ્વ.નવનીતભાઈ, કિશોરભાઈના ભાઈ, રાજેન્દ્રભાઈ, દિપકભાઈ, નરેન્દ્રભાઈ, સંજયભાઈ અને હાર્દિકભાઈના
કાકા, રૂષિત, અક્ષિતના દાદાનું તા.1પ અવસાન થયું છે.
ચલાલા
(દાનભગત): ચલાલા લોહાણા મહાજન ઉપપ્રમુખ પ્રેમજીભાઈ ત્રિભોવનભાઈ નથવાણીના પત્ની મંજુલાબેન
(ઉ.86) તે પ્રકાશભાઈ, સુનિલભાઈ તથા ઘનશ્યામભાઈના માતાનું તા.1પ ના અવસાન થયુ છે. બેસણુ,
પિયરપક્ષની સાદડી તા.17 નાં સાંજે 4 થી 6 કલાકે લોહાણા મહાજનવાડી, ચલાલા છે.
રાજકોટ:
જસવંતીબેન છબીલદાસ શિંગાળા તે સ્વ.છબીલદાસ ગિરધરલાલ શિંગાળાના પત્ની, મીનાબેન કિરીટભાઈ
કારીયાના માતા, સ્વ.જાદવજી લવજીભાઈ રાજાણીના પુત્રીનું તા.16 ના અવસાન થયુ છે. ઉઠમણુ
તા.17 નાં પ થી 6 રામમંદિર, રામનગર મેઈન રોડ, ગોંડલ રોડ, રાજકોટ, પિયર પક્ષની સાદડી
સાથે છે.
જૂનાગઢ:
મુળ ભાખરવડ નિવાસી હાલ જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ વિઠ્ઠલભાઈ કાનજીભાઈ પાઠક (િરટાયર્ડ,
આર.એફ.ઓ.) (ઉ.75) તે જેરામભાઈ, સ્વ.કેશવભાઈ, સ્વ.મોહનભાઈના ભાઈ, જીતુભાઈ, હરેશભાઈના
પિતા, આકાશ અને વાસુના દાદાનું તા.1પ ના અવસાન થયું છે. બેસણુ તા.17 ના સાંજે 4 થી
6 ખાંટ રાજપુત સમાજની વાડી, આદિત્યેશ્વર મહાદેવ મંદિર પાસે, આદિત્યનગર, જૂનાગઢ છે.
અમરેલી:
પ્રકાશભાઈ હકુભાઈ ધરજીયા (ઉં.પપ) તે પાર્થના પિતા, ચંદ્રેશભાઈ, મનીષભાઈ, હર્ષદભાઈ,
અજયભાઈના ભાઈનું તા.1પ ના અવસાન થયુ છે. બેસણુ તા.17 નાં સાંજે 4 થી 6 હનુમાનપરા શેરી
નં.1, અમરેલી છે.
પોરબંદર:
મુકતાબેન શાંતિલાલ દાસાણી (ઉ.76) તે શાંતિલાલ મથુરાદાસ દાસાણીના પત્ની, દીપકભાઈ, સંજયભાઈ,
ભાવનાબેનના માતા, મુકેશભાઈ જીવરાજાણી (ગારીયાધાર), હર્ષિદાબેન દીપકભાઈ દાસાણી, અલ્પાબેન
સંજયભાઈ દાસાણીના સાસુનું તા.14 નાં અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.17 નાં બપોરે
4:1પ થી 4:45 દરમિયાન લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત
છે.
માળિયા
હાટીના: અવાણીયા નિવાસી સંધ્યાબેન મનસુખલાલ દાવડા (ઉં.65) તે સ્વ.કરસનદાસ સુંદરજી દાવડાના
પુત્રવધુ, સ્વ.નવીનભાઈ, લલીતભાઈના નાનાભાઈના પત્ની, જીતુભાઈ, મનોજભાઈ, હિતેશભાઈ, મધુબહેન
(કૃષ્ણ પ્રણામી મંદિર, અવાણીયા)ના ભાભીનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણુ તા.17 નાં
સાંજે 3 થી પ તેમના નિવાસ સ્થાન અવાણીયા છે.
ભાવનગર:
હાજીયાણી હસીનાબેન હારૂનભાઈ મલેક (ઉં.64) તે મલેક હાજીહારૂનભાઈ ઈબ્રાહિમભાઈના પત્ની,
અબ્બાસભાઈ, એજાજભાઈ (આર્મી) ના માતા, મર્હુમ અ.રજાકભાઈ આમદભાઈ દસાડિયા તથા કાસમભાઈના
બહેન, સોલંકી રફીકભાઈ કેશુભાઈ (રાજકોટ), રાઠોડ મહેબુબભાઈ સલીમભાઈ, મીરા વસીમભાઈ અહેમદભાઈ
(મીરા ગેરેજ)ના સાસુનું તા.16 ના અવસાન થયું છે.
શેત્રુંજીડેમ:
ભારતીબેન સવજીભાઈ સંચાણીયા (ઉં.61) તે સવજીભાઈ બાબુભાઈ સંચાણીયાનાં પત્ની, સ્વ.કાળુભાઈના
નાનાભાઈના પત્ની, આશિષભાઈ, ક્રિષ્નાબેન ધર્મેશકુમાર વડગામા, અંજનાબેન અનિલકુમાર કવા,
પૂર્વીબેન દિપકકુમાર કંબોયાના માતા, કાજલબેનના સાસુ, જીતેન્દ્રભાઈ, વિક્રમભાઈ, ઈલાબેન
યોગેશકુમાર કલસારા, અર્ચનાબેન દિલીપકુમાર વડગામાના કાકાનું તા.16ના અવસાન થયુ છે. બેસણુ
તા.17 નાં 4 થી 6 તેમના નિવાસ સ્થાને શેત્રુંજી ડેમ ખાતે છે.